અમદાવાદ સિવીલ હોસ્પિટલની કોરોના કોવિડ હોસ્પિટલમાં વેન્ટીલેટરનો દર્દી પર સફળ પ્રયોગ કરાયો છે
ગુજરાતના રાજકોટની ગૌરવપૂર્ણ સિદ્ધિ
કંપની 1 હજાર વેન્ટીલેટર્સ રાજ્ય સરકારને વિનામૂલ્યે અપાશે
અમદાવાદ, 5 એપ્રિલ 2020
ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલ ખાતે મુખ્ય પ્રધાને કર્યું હતું. વેન્ટીલેટરનો 4 એપ્રિલ 2020માં અમદાવાદ સિવીલ હોસ્પિટલના એક દર્દી પર સફળ પ્રયોગ કરાયો છે, સફળ પરિણામ મળ્યું છે.
વેન્ટીલેટર, પ્રોટકશન કિટ, N-95 માસ્ક વગેરેની અછત છે, ત્યારે ગુજરાતે જનઆરોગ્ય રક્ષામાં એક નવી સિદ્ધિ મેળવી છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી વિશ્વને બચાવવા આ સસ્તા વેન્ટીલેટરના ઉત્પાદનથી નવી દિશા ચીંધી છે.
સૌરાષ્ટ્રનું રાજકોટ સ્મોલ સ્કેલ યુનિટનું હબ છે. રાજકોટના અનેક નાના ઊદ્યોગો દેશ-વિદેશના મોટા ઊદ્યોગો માટે સ્પેરપાર્ટસ બનાવી આપે છે. ખાસ કરીને રેલ્વે, ડિફેન્સ અને નાસામાં ઉપયોગમાં લેવામાં આવતી મશીનરીના પૂર્જા રાજકોટ સ્થિત કંપનીઓ બનાવે છે.
કોરોનાની બિમારીની સારવામાં વેન્ટીલેટર અત્યંત અગત્યનું છે. રાજ્યની ખાનગી હોસ્પિટલોના વેન્ટીલેટરનો ઉપયોગ કરવા માટે આયોજન હાથ ધરાયું છે, પરંતુ રૂ.6 લાખ માં ઉપલબ્ધ છે.
જ્યોતિ CNC એ આ ધમણ-1 વેન્ટીલેટરના પ્રથમ 1 હજાર વેન્ટીલેટર મશીન્સ રાજ્ય સરકારને વિનામૂલ્યે આપશે. રોજ 10 વેન્યીલેટર બની શકશે.
કંપનીના રાજેન્દ્ર પરમારે 150 ઇજનેરોએ તૈયાર કર્યું છે. 26 જેટલી કંપનીઓ પાસેથી વિવિધ પાર્ટસ મેળવીને તેને તૈયાર કર્યું છે. પ્રેશર કન્ટ્રોલ્ડ વેન્ટીલેટરની કોરોનાના દરદીઓને વિશેષ જરૂર પડે છે. હવે પછી ધમણ-ર અને ધમણ-૩ રૂપે હાઇવર્ઝન બનાવવામાં આવશે.