ગૌભક્ત ભાજપે ગુજરાતમાં 2300 ગામોનું ગૌચર વેંચીને અદાણી જેવા ઉદ્યોગોને આપી દીધું

गौभक्त भाजपा ने गुजरात के 2300 गांवों के गौचर बेचकर अदाणी जैसे उद्योगों को दे दिया

Gaubhakta BJP sold Gauchar of 2300 villages in Gujarat and gave it to industries like Adani

દિલીપ પટેલ , ગાંધીનગર, 1 એપ્રિલ 2022

અથર્વવેદમાં કહેવાયું છે કે ‘માતૃભૂમિ’:, પુત્રો અહમ્ પૃથ્વ્ય: એટલે કે ભૂમિ મારી માતા છે અને હું તેનો પુત્ર છું… યજુર્વેદમાં પણ કહેવાયું છે – નમો માત્રે પૃથ્વી, નમો માત્રે પૃથ્વી: તેનો અર્થ થાય છે નમસ્કાર. માતૃભૂમિ (માતૃભૂમિ). માતૃભૂમિને વંદન. પૃથ્વી માતા એ આપણા અસ્તિત્વનો મુખ્ય આધાર છે, આપણને ટકાવી રાખે છે. તેથી જ વેદ આગળ કહે છે – “ऊपर सर्प मातरम् भूमिम्” – હે પુરુષો, માતૃભૂમિની સેવા કરો. વાલ્મીકિ રામાયણમાં પણ કહેવાયું છે કે ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદપિ ગરિયાસી’ એટલે કે માતાનું સ્થાન અને જન્મસ્થળ સ્વર્ગની ઉપર છે.

ગુજરાત ભાજપે 28 વર્ષમાં ગુજરાતમાં ગૌચર ઉદ્યોગોને વેંચી માર્યું છે. જે ગાય માતાને બચાવવા આંદોલનો કરે છે. ગાયના નામે રાજકાણ રમે છે. હિંદુઓની ભાવના ભડકાવીને મતો લે છે. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલે ગાયોની ભૂમિ ફૂંકી મારી છે. જેઓ હિંદુ રક્ષા અને ગાય રક્ષાની વાતો કરે છે. આમા સૌથી વધું જવાબદાર મોદી છે.

કુદરતના અમૂલ્ય રત્નોનું રક્ષણ, રક્ષણ અને સન્માન કરવું એ માત્ર આપણી ફરજ નથી પણ નૈતિક ફરજ પણ છે. ઊલટું, મનુષ્યે પોતાના સ્વાર્થની ભરપાઈ કરવા પૃથ્વીનું શોષણ કરવાનું શરૂ કર્યું છે.

તેમાંએ રાજકિય પક્ષો ગાયની પૂજા કરે છે એવી જમીનો 28 વર્ષમાં મોટા પ્રમાણમાં વેચાઈ ગઈ છે. જ્યાં ગાયો ચરવા જતી હતી. 28 વર્ષ પહેલા 700 ગામો એવા હતા કે જ્યાં ગૌચર ન હતું. આજે 2800 ગામો એવા છે જ્યાં ગૌરચ નથી.

આંકડા દર્શાવે છે કે સાનુકૂળ પરિસ્થિતિઓમાં એક ઇંચ જાડા માટીના સ્તરને બનાવવામાં લગભગ 800 વર્ષ લાગે છે, જ્યારે શહેરો, ઉદ્યોગો, ખેતી, વરસાદ, તોફાન અને પાણીને એક ઇંચ જમીનને ઉખેડતાં થોડી ક્ષણો લાગે છે. સાથે મળીને જમીનને જાળવી રાખવા માટે નક્કર પ્રયાસો કરવા જોઈએ.

100 ગાયે 40 એકર ગૌચર હોવાનું ધોરણ છે છતાં ગુજરાતમાં 9029 ગામોમાં ગૌચર ઓછું છે. 2800 ગામોમાં બિલકુલ ગૌચર નથી. સૌથી વધારે બનાસકાંઠા જીલ્‍લામાં 1165 ગામોમાં લઘુતમ ગૌચર કરતાં ઓછું ગૌચર છે.

વલસાડ જીલ્‍લામાં ૨૫૦ ગામોમાં બિલકુલ ગૌચર નથી. ગૌચર ન હોવાના કારણે ગાયો કે પશુઓ ચરવા જઈ શકતા નથી. ભાજપ અને આરએસએસ ગૌમાતા અને ગૌવંશ બચાવવાનું આંદોલન કરતાં રહ્યાં છે. ગાયની રાજનીતિ ચૂંટણીમાં કરે છે. પણ ગૌચર વધારવામાં આવતાં નથી. વર્ષે 50 ગામોની કરોડો ચોરસ મીટર ગૌચરની જમીન ઉદ્યોગકારોને વેચી દેવામાં આવે છે.