ગાંધીનગર, 22 નવેમ્બર 2020
ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખ તથા વિરોધપક્ષના નામો પર ચર્ચા શરૂ, હાર્દિક પટેલ પણ કતારમાં છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાર માટે રાજીનામાં આપી દીધા બાદ હવે નવા પ્રમુખ માટે ચર્ચા શરૂ થઈ છે. આ બંને નેતાઓએ તાજેતરમાં થયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 સીટો પર મળેલી હારની જવાબદારી લેતાં રાજીનામું આપી દીધું છે.
અમિત ચાવડા અને પરેશ ધાનાણીની જગ્યાએ કોંગ્રેસ બીજા ચહેરાઓને તક આપી શકે છે. પેટાચૂંટણીમાં તમામ 8 સીટો પર ભાજપને જીત મળી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારીનું પદ છોડી શકે છે.
https://twitter.com/SATAVRAJEEV/status/1281960308752424961
સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે તે પહેલા કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા પસંદ કરવા પડશે.
હાર્દિક પટેલ સિવાય અર્જૂન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે.
ગુજરાતમાં કોંગ્રેસના સતત ખરાબ પ્રદર્શનને કારણે અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામા લઇને પ્રભારી રાજીવ સાતવ દિલ્હી પહોચ્યા હતા. બંનેએ રાજ્યના પાર્ટી પ્રભારી રાજીવ સાતવને પોતાનું રાજીનામું આપી દીધું હતું.
વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે અશ્વિન કોટવાલ, શૈલેષ પરમાર અને પૂંજા વંશનું નામ ચર્ચામાં છે. જ્યારે હાર્દિક પટેલનું નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે ટોપમાં ચાલી રહ્યુ છે.
સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરબદલ કરવામાં આવે તેવી શક્યતા છે. ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે.
હાર્દિક પટેલને જો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપી શકે છે.
રાજીનામા પર હાઇકમાન્ડ અંતિમ નિર્ણય લઇ શકી નથી, પરંતુ ત્યારબાદથી જ પ્રદેશ અધ્યક્ષની શોધખોળ શરૂ થઇ ગઇ હતી.
કોંગ્રેસ નવા અધ્યક્ષ સામે મોટો પડકાર ઉભો થયો છે કે પહેલાં તે સંગઠનને ઉભું કરે અથવા ચૂંટણીની જંગમાં ફતેહ કરે.
મહત્વપૂર્ણ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યની 26 બેઠકોમાંથી એક પણ બેઠક મેળવી શકી નહતી.
વિધાનસભાની 2017 અને 2020ની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે.
વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યું છે.
2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાટીદાર મતદારોને કારણે ભાજપને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેનું કારણ પાટીદાર અનામત આંદોલન અને તેના નેતા હાર્દિક પટેલ હતા. હાર્દિક પટેલને કારણે ભાજપને ગામડાંમાં મત મળી શક્યા નહોતા. જેની સામે કોંગ્રેસને વધુ મતો અને બેઠકો મળ્યાં હતાં.
ફેબૃઆરીમાં ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે.
રાજ્યના પ્રભારી રાજીવ સાતવના પ્રભારી તરીકેના સમય દરમિયાન કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં અમિત ચાવડા-પરેશ ધાનાણી જ નહીં, રાજીવ સાતવ પણ નિષ્ફળ રહ્યા હતા.
કોંગ્રેસમાં જોડાયાના એક વર્ષના સમય બાદ કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ 11 જુલાઈ 2020માં બનાવવામાં આવ્યા હતા. કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલે ભાજપને પડકાર ફેંક્યો હતો કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે.
હાર્દિક પટેલે કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીમાં કેવી રીતે નેતાઓને ટિકીટ આપવામાં આવશે તે સંબંધમાં નિવેદન આપ્યું છે. હાર્દિકે કાર્યકર્તાઓને સુધારવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, યુવા ભગત સિંહ વિચારધારાવાળા કાર્યકર્તા છે, ગદ્દારી કરી તો ઘરે આવીને જવાબ આપીશું. હવે પાર્ટીઓમાં એવા જ લોકોને ટિકીટ મળશે કે જે પાર્ટીના જૂના અને મજબૂત કાર્યકર્તા હશે. પૈસાથી સોદો કરનાર લોકોને ઘરે બેસાડી દેવામાં આવશે.
સત્તાધારી પક્ષ ભાજપ કરોડો રૂપિયા આપે છે, જેના કારણે પૈસાની લાલચમાં ધારાસભ્યો અને કાર્યકરો પક્ષ છોડીને ગયા છે.
કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે હવે ગુજરાતના લોકોનો સંપર્ક શરૂ કરી દીધો હતો. હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોની મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ સાંભળી છે.
આંદોલનમાં ભાજપ સરકારને ઝુકાવીને સવર્ણોને ફાયદો અપાવ્યા બાદ હાર્દિક પટેલે કોંગ્રેસથી પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. 26 વર્ષની ઉંમરમાં કોંગ્રેસમાં જોડાયાના 26 વર્ષમાં જ કાર્યકારી અધ્યક્ષ બની ગયા હતા.
હાર્દિકે પટેલે 2022માં ગુજરાતમાં કોંગ્રેસના સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે અમરેલી ખાતેની તેમની સભા કહ્યું, “ખેડૂતપુત્ર એ મુખ્ય મંત્રીપદે બિરાજવું જોઈએ. અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ધારાસભ્યના ઉમેદવાર નહિ પરંતુ મુખ્યમંત્રીના ઉમેદવાર છે.”
પ્રમુખ બનવાના કારણો
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટેના આ કારણો છે.
સવર્ણ અનામત આંદોલનની જબ્બર સફળતા બાદ તેણે કોઈ એક જ્ઞાતિ નહીં પણ બધાને સાથે લઈને ચાલવાની રણનીતિ બનાવી હતી. પછાત વર્ગના નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને લઘુમતિઓને સાથે લઈને ચાલવાની તેણે કુનેહ બતાવી તેનું સીધું પરિણામ એ આવ્યું કે તે નાની ઉંમરે ગુજરાતના બીજા નંબરના પક્ષના ઉપપ્રમુખ બની શક્યા હતા.
તે યુવાન છે અને લાંબી રાજકીય કારકિર્દી તેની સમક્ષ છે. તે નક્કી કરેલા રસ્તા પર ચાલે છે. કોઈને ગણકાર્યા વગર આગળ વધે છે. તે તેની મોટી લાયકાત બની ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ અને યુવાન કાર્યકરોને તે જીતી શક્યા છે. તેની કામ કરવાની પદ્ધતિ અલગ છે.
લડાયક વૃત્તિ અને સત્તા સામે નહીં ઝૂકવાની વૃત્તિએ તેને રાજકારણમાં આગળ રાખ્યા છે.
ચોવીસ વર્ષના હાર્દિક પટેલ ઑગસ્ટ-2015ની વીસનગરમાંની તેમની સૌપ્રથમ રેલીથી માંડીને અત્યારે 2020 સુધીના 5 વર્ષમાં તે ગુજરાતના મજબૂત રાજકીય નેતા તરીકે ઊભર્યા છે.
2015થી 2020 સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓના આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીમાં પ્રભાવશાળી કામગીરી, જેલ, તડીપારી એ બધું જોયું છે.
9 મહિના રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા. તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા. તેમની સામે રાજ્યભરમાં 56 ગુના ભાજપની ઝૂલમી સરકારે નોંધ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહના જિલ્લા મહેસાણામાં પ્રવેશવા પર હાર્દિક પટેલ પર પ્રતિબંધ મૂકેલો છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના સ્થાપક અને સંયોજક હાર્દિક પટેલને વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી લોકપ્રિયતા મળવી શરૂ થઈ હતી. અમદાવાદના જીએમડીસી મેદાન અને આસપાસના વિસ્તારોમાં 20 લાખ લોકોની રેલી કરીને દેશભરમાં તે જાણીતા બન્યા હતા.
ઉત્તર ગુજરાતમાં સફળ જાહેર સભાઓએ હાર્દિકને અમદાવાદ આવવા પ્રેર્યા હતા અને તેમણે 2015ની 25 ઑગસ્ટે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં સાથે જાહેર રેલી યોજી હતી. એ પછી હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થઈ ગયું હતું. જેમાં 14 લોકો મૃત્યુ પામ્યા હતા.
એક સામાન્ય યુવાન સાથે એ રેલી બાદ યુવાનો અને યુવતીઓ સેલ્ફી લેતા થઈ ગયા હતા.
ભાજપની રાજ્ય સરકારે અનેક ભૂલો કરીને હાર્દિક સામે કાયદાનો જેમ ક્રુર ઉપયોગ થતો ગયો તેમ તે લોકપ્રિય બનતા ગયા હતા. રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે તે લડાયક હિરો બનીને બહાર આવ્યા હતા. ભાજપે તેને રાજકાણમાં ધકેલવા મજબૂર કરી દીધા હતા. કારણ કે તેમની સામે 56 ગુના નોંધીને ભાજપની રૂપાણી અને આનંદીબેનની સરકારે તેને આક્રમક બનાવીને લડાયક નેતા બનાવી દીધા હતા.
હાર્દિક પટેલની લોકપ્રિયતામાં 2017 પછી જોરદાર ઘટાડો થયો છે.
11 દિવસના ઉપવાસ પછી તેને મળવા માટે દેશભરના રાજનેતાઓ અમદાવાદ આવ્યા ત્યારે દેશના રાજકીય ક્ષેત્રે તેનો ઉદય થઈ ગયો હતો.
2019ની ચૂંટણી લડતો રોકવા સજા કરાવી હોવાનું લોકો માનવા લાગ્યા હતા અને તે ફરીથી લોકોમાં પ્રિય બન્યા હતા.
પાટીદાર આંદોલને કડવા અને લેઉવા પટેલના અલગ-અલગ નેતૃત્વને જોયું છે. બન્ને પાટીદારો અલગ-અલગ કુળદેવીને પૂજે છે. જેને તેણે એક કર્યા છે. “‘જય ઉમા-ખોડલ’ના નારો આપ્યો હતો. આજે પણ ગુજરાતના બન્ને મોટા સમાજ તેને ટેકો આપે છે.
11 દિવસના ઉપવાસ કર્યા ત્યાં સુધી તે હાર્દિક પટેલ રાજકારણમાં આવવા માંગતા ન હતા. તે અંગે તેમણે અગાઉ જાહેર પણ કર્યું હતું. પણ ગુજરાતની ભાજપ સરકારે તેમની સામે એક પછી એક ગુનાઓ નોંધીને પરેશાન કરવાનું ચાલું રાખતા તેને મજબૂરીથી રાજકારણમાં જવું પડ્યું હતું. ઉપવાસમાં તેણે જોયું કે દેશભરના રાજનેતાઓ તેને પોતાના પક્ષમાં આવવાનું આમંત્રણ આપી રહ્યાં હતા.
તેણે નક્કી કર્યું કે, મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેની માફક સરકારને રિમોટ કન્ટ્રોલથી ચલાવતાં હતા એવું તે ગુજરાતમાં રાજકારણ રમવા ઈચ્છે છે. કિંગમેકર બનવા માંગતા હતા.
11 દિવસના ઉપવાસ બાદ તેનું ખરૂં રાજકીય જીવન શરૂં થયું હતું.
પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે હાર્દિક પટેલ માથાનો દુખાવો હતા અને હાર્દિક પટેલ માટે ભાજપ માથાનો દુઃખાવો હતો.
કોંગ્રેસે હાર્દિકને ઉપવાસમાં ટકી રહેવા અને સરકાર સામે લડવા માટે ભરપુર મદદ કરી હતી.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાર પાટીદારો મુખ્ય પ્રધાન બની ચૂક્યા છે. હાર્દિક પટેલના અનામત આંદોલનને કારણે જ ગુજરાતમાં કોંગ્રેસને નવજીવન મળ્યું છે. અગાઉના 1985ના માધવસિંહ સોલંકીના સમયના અનામત આંદોલનમાં કોંગ્રેસને ગુજરાતના લોકોએ ફેંકી દીધી હતી. ફરી 2015ના અનામત આંદોલને કોંગ્રેસને જીવીત કરી દીધી હતી.
ખેડૂતોનાં દેવાંની માફી, બેરોજગાર યુવાનોને નોકરીની માગણી અને ભાજપ સરકારના લોકો પર થઈ રહેલા જુલમના મુદ્દાએ હાર્દિક પટેલના આંદોલનમાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે.
જુલાઈ, 2015 – સરદાર પટેલ ગ્રૂપના સભ્ય હાર્દિક પટેલે વીરમગામ, વીસનગર, માણસા અને મહેસાણા જેવા ઉત્તર ગુજરાતનાં અનેક ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજવાની શરૂઆત કરી હતી. ક્રાંતિ રેલી કરી હતી.
ગુજરાત સરકારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ સવર્ણ સમુદાયના લોકોને સ્કૉલરશિપ તથા સબસિડી આપવામાં આવે છે.
ઓક્ટોબર, 2015 – ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો વચ્ચેની વન-ડે મેચનો વિરોધ કરવા બદલ હાર્દિક પટેલની ધરપકડ. એ પછી રાજદ્રોહના આરોપસર ધરપકડ.
એપ્રિલ, 2016 – ગુજરાત સરકારે સવર્ણ સમાજના લોકો માટે 10 ટકા ઈબીસી ક્વોટાની જાહેરાત કરી.
જુલાઈ, 2016 – રાજ્ય બહાર જવાની શરતે હાર્દિક પટેલની જામીન પર મુક્તિ. હાર્દિક પટેલ ઉદયપુર જતા રહ્યા અને ત્યાં છ મહિના રહ્યા.
વરુણ પટેલ અને રેશ્મા પટેલ જેવાં નજીકના મિત્રો હાર્દિકથી અલગ થઈ ગયા.
ઑગસ્ટ, 2016 – ગુજરાત હાઈકોર્ટે 10 ટકા ઈબીસી ક્વોટાના અમલ સામે સ્ટે આપ્યો. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું.
સપ્ટેમ્બર,2016 – સુપ્રીમ કોર્ટે પણ ઈબીસી અનામત પર સ્ટે આપ્યો.
ભાજપના પ્રમુખ અમિત શાહને સુરતમાંથી ભગાડ્યા હતા. નવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ભાવનગરના કાર્યક્રમને વેરવિખેર કર્યો હતો.
જાન્યુઆરી, 2017 – તડીપારી પછી ગુજરાત પરત આવેલા હાર્દિક પટેલનું હિંમતનગરમાં યોજાયેલા એક મોટા કાર્યક્રમમાં સ્વાગત. હિંમતનગરમાં સંમેલનને સંબોધન કર્યું. દલિત નેતા જિગ્નેશ મેવાણીનો ટેકો મળ્યો હતો.
ઓક્ટોબર, 2017 – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. હાર્દિક પટેલે તેનો અસ્વીકાર કર્યો હતો.
નવેમ્બર, 2017 – કથિત સીડી રાજકીય નેતાઓએ બહાર પાડી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરીને હાર્દિક પટેલે કોંગ્રેસને સીધો ફાયદો કરાવ્યો. કોંગ્રેસમાં જોડાયા વગર તેમણે કોંગ્રેસને ફાયદો કરાવી આપ્યો હતો. ડિસેમ્બર, 2017 – ભાજપને સૌરાષ્ટ્રમાં પાટીદાર મતદારોની બહુમતીવાળા વિસ્તારોમાં 14 બેઠકોનું નુકસાન થયું હતું.
હાર્દિક પટેલે અમદાવાદમાં તેમના ઘરે ઉપવાસ શરૂ કર્યા.
માર્ચ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગર જિલ્લામાં એક રેલી દરમિયાન કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
https://twitter.com/AmitChavdaINC/status/1281960177827119107
11 જૂલાઈ 2020માં કોંગ્રેસના ઉપ્રમુખ બન્યા હતા.