8 મે 2022, અમદાવાદ
(દિલીપ પટેલ) ગુજરાતમાં બટાટાના બીજ ઉત્પાદનની પ્રયોગશાળા નથી. બટાટાના પાકના પ્રમાણિત બિયારણો સમયસર આપવા જરૂરી છે. પણ તેમ થતું નથી. એરોપોનિક લેબ બનાવીને જમીનમાં વાવતાના બટાટાના બિયારણો જંતુ કે વાયરસ મુક્ત પેદા કરી શકાય તેમ છે. છતાં કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન અને ગુજરાત ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ફાયદો કરાવે એવી લેબ ગુજરાતમાં લાવી નથી.
નવી ટેકનોલોજી
છોડને ઉગાડવા માટે જમીન અથવા તો માટીની જરુર પડે છે. માટી વગર હવામાં પણ બટાટા ઉગાડી શકાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) હેઠળની સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા એ એરિયલ બટાટા બીજ ઉત્પાદન માટે ટેકનોલોજી વિકસાવી છે. 2021-22માં કૃષિ વિભાગનો અંદાજ છે કે, 1.28 લાખ હેક્ટરમાં 38.71 લાખ ટન બટાટા ગુજરાતમાં પાકશે. ખરેખર વાવેતર 1.22 લાખ હેક્ટર થયું છે. હેક્ટરે 30293 કિલો પાકી શકે છે. જો નવી ટેકનોલોજીથી બિયાણો પેદા કરીને તેને વપરાય તો તેમાં બે ગણો મોટો વધારો ઉત્પાદનમાં થઈ શકે છે.
ફાયદા
એરોપોનિક સંવર્ધક પરંપરાગત પદ્ધતિની સરખામણીમાં બીજના વિકાસમાં બે વર્ષનો બચાવ કરે છે. વધારે જગ્યાની જરૂર નથી પડતી. ઓછી મજૂરી છે. શરૂઆતમાં વધુ ખર્ચાળ હોઈ શકે છે. જીવાતો અને રોગો પણ ખૂબ ઓછા છે. આ પદ્ધતિથી બટાટાનું 10 ગણું વધારે ઉત્પાદન લઇ શકાય છે. એરોપોનિકથી ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકાય છે. ઓછા પાણીનો ઉપયોગ થાય છે. બટટાને પોષક તત્વો માટીની જગ્યાએ લટકતા મૂળ મારફતે પાણીથી આપવામાં આવે છે. જેમાં વાયરસથી રોગ થતો નથી. છોડ માટે પાણી સાથે મિશ્રિત પોષક તત્ત્વોના દ્રાવણને સમયાંતરે બોક્સમાં અપાય છે. 70-80 દિવસમાં બટાટા તૈયાર થઈ જાય છે.
એરોપોનિક્સ દ્વારા મિસ્ટિંગના સ્વરૂપમાં મૂળમાં પોષક તત્વો અપાય છે. છોડનો ઉપરનો ભાગ ખુલ્લી હવા અને પ્રકાશમાં રહે છે. એક છોડમાંથી સરેરાશ 35-60 મિનીકેન્ડ્સ (3-10 ગ્રામ) મળે છે. માટીનો ઉપયોગ ન કરવામાં આવે તો જમીનને લગતી કોઈ બીમારીઓ થતી નથી.
બિયારણ
વાયરસ મુક્ત બટાકાના બીજ ઉત્પાદન માટે એરોપોનિક પદ્ધતિ જરૂરી છે. ગુજરાતને લગભગ 4 લાખ ટન બટાટાના બીજની જરૂર હોય છે. જે નવી ટેક્નોલોજી વડે 10 લાખ મિની કંદ પેદા કરી શકાય છે. એક હેક્ટર માટે 2500થી 3000 કિલો બિયારણ રોપાય છે. ચાર હારમાં 3500થી 4000 કિલો વપરાય છે. 40થી 45 કરોડ કિલો બટાટા બિયારણ ગુજરાત બહારથી લાવવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા બચાવી શકાય તેમ છે. વાયરસ મુક્ત બિયારણથી કરોડો રૂપિયાના બટાટાના પાકમાં ફાયદો મેળવી શકાય તેમ છે. તેથી એરોપોનિક્સની લેબ ડીસામાં થવી જરૂરી છે. જે કામ પરસોત્તમ રૂપાલા કરી શકે તેમ છે.
બટાટાનું વાવેતર
ગુજરાત રાજ્યમાં 1.15 લાખ હેક્ટરમાં રૂ.2000 કરોડના 2.92 કરોડ ટન બટાટા પાકે છે. ડીસામાં 40-45 હજાર હેક્ટરમાં બટાટા પાકે છે. સમગ્ર દેશમાં જ્યાં સૌથી વધું બટાકા પાકે છે. અને ત્યાંજ સૌથી વધું નુકસાન થાય છે. 2019 – 20માં બટાટાનું ભારતમાં ઉત્પાદન 513 લાખ ટન, 2018-19માં 501.90 લાખ ટન હતું.
વૈજ્ઞાનિકો
સિમલામાં સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. જે ખરેખર સૌથી વધું બટાટા ડિસામાં પાકે છે ત્યાં લાવવાવી જોઈએ. પણ ગુજરાતના કૃષિ રાજ્ય કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા લાવી શક્યા નથી. જો લાવી શક્યા હોત તો બટાકાના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.
સિમલાના વૈજ્ઞાનિકો દ્વારા વાયરસ રોગ વિના બીજ ઉત્પાદનની એરોપોનિક પદ્ધતિ શોધવામાં આવી છે જે, દેશના ઘણા ભાગોમાં ખેડૂતો માટે આપી છે. ગુજરાત સરકાર નિષ્ક્રિય છે. મધ્યપ્રદેશના બાગાયત વિભાગને આ ટેક્નોલોજીનું લાયસન્સ હમણાં જ આપવામાં આવ્યું છે. 30 ટકા ઉત્તર પ્રદેશમાં ઉત્પન્ન થાય છે. ભારત સરકારે એરોપોનિક પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
બટાકા એ વિશ્વમાં ખાવામાં આવતો ત્રીજો સૌથી મોટો કૃષિ પાક છે. આવનારા સમયની માંગ માત્ર હાઈડ્રોપોનિક્સ અને એરોપોનિક ખેતીની જ છે.
ઈયળથી 100 કરોડનું નુકસાન
બટાટાના થડ કાપી કંદ ખાનારી ઈયળથી ગુજરાતમાં બટાટામાં 100 કરોડનું નુકસાન થાય છે. કુલ 16 ટકા બટાટા ખરાબ થઈ જાય છે. જેમાં થડકાપી નાંખતી કાળી ઈયળથી 3થી5 ટકા નુકસાનીનો સમાવેશ થાય છે.
બટાટા ખેતરમાં કાઢતાની સાથે રૂ.320 કરોડના ફેંકી દેવા પડે છે. જેમાં ઈયળે ખાધેલા બટાટા પણ હોય છે.
તમામ શાકભાજીમાં રોગથી ખેડૂતને બટાટામાં સૌથી વધું નુકસાન થાય છે. 110થી 120 દિવસોમાં 300થી 350 ક્વિન્ટલ એક હેક્ટર દીઠ ઉત્પાદન આપે જેમાં હેક્ટર દીઠ 48-50 ક્વિન્ટલ બટાટા ફેંકી દેવા પડે છે.
ઇયળ દિવસે જમીનની તિરાડોમાં રહે છે. રાત્રે થડને જમીન નજીકથી કાપી કુમળા પાન-કૂંપળો ખાય છે. પાકની પાછલી અવસ્થાએ ઇયળ જમીનમાં વિકાસ પામતા બટાટાના કંદને કોરી ખાય છે. તેથી ઉત્પાદન અને ગુણવતામાં ઘટાડો જોવા મળે છે.
ગુજરાતમાં લેબ કેમ નહીં
હેક્ટર દીઠ લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદન ગુજરાતના ખેડૂ મેળવે છે. છેલ્લા 11 વર્ષમાં ભારતમાં બટાટાનું ઉત્પાદન કરનારા વિસ્તારમાં 19 ટકાનો વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં 170 ટકા વધારો જોવા મળ્યો છે. 40 લાખ પરિવારો આ ક્ષેત્રે જોડાયા છે અને રોજગારી મળી છે. તેમણે ઉમેર્યું કે, બટાટા ઉત્પાદનમાં દેશમાં છેલ્લા દાયકામાં ૫૩ટકા વૃદ્ધિ થઇ છે અને પ્રતિવર્ષ ૩ ટકાની વૃદ્ધિ થવાનું અનુમાન છે. એટલે 2050 સુધીમાં 150 ટકા વૃદ્ધિ થાય તેવું અનુમાન છે
ઉત્પાદકતા
2010-11માં 55 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર થયુ હતું. 12.82 લાખ ટન ઉત્પાદન થયું હતું. હેક્ટરે સરેરાશ 23280 કિલો ઉત્પાદન થયું હતું. 2011-12માં 78 હજાર હેક્ટરમાં 18 લાખ ટન ઉત્પાદન અને 23 હજાર કિલોની હેક્ટરે ઉત્પાદકતા હતી. 2014-15માં ઉત્તર પ્રદેશની ઉત્પાદકતા 18900 કિલો, પશ્ચિમ બંગાળ 25921 કિલો હતી. 2019-20ની મોસમમાં ગુજરાતની ઉત્પાદકતા 31 હજાર કિલોની છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધું છે.
ઉત્પાદકતા વધી
10 વર્ષમાં બે ગણું વાવેતર અને બે ગણું ઉત્પાદન વધ્યું છે. હેક્ટર દીઠ 8 હજાર કિલો વધારે બટાટા પાકવા લાગ્યા છે. એક કિલો બટાટા પેદા કરવાનું ખર્ચ રૂ.3.22થી 4.84નું ખર્ચ થાય છે. જે નવી ટેકનોલોજીથી 80 હજાર કિલો અને ખર્ચ 2 રૂપિયા એક કિલોએ કરી શકાય તેમ છે. આમ બટાટાની પડતર એક કિલોના 50 પૈસા સુધી આવી શકે છે. ગુજરાતનો હાલ બટાટામાં 4થો નંબર દેશમાં છે તે ઉત્પાદનમાં પહેલો નંબર લાવી શકાય તેમ છે.
બટાટાનું બીજા પાક ઘઉં કરતા 7 ગણું, ચોખા કરતા 9 ગણું અને મકાઈથી 11 ગણું ઉત્પાદન આપે છે. નવી ટેકનોલોજી વપરાય તો તેના બિયાણથી ઉત્પાદન બીજા પાક કરતાં 14-15 ગણું કરી શકાય તેમ છે.
ડીસીમાં 201 કોલ્ડ સ્ટોરેજ છે જે 2 હજાર સુધી ક્ષમતા વધારી શકાય છે.