ગુજરાતના ટીમરુ પાનથી મહારાષ્ટ્રની સંભાજી બીડી બનાવવામાં આવે છે

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2021

ગુજરાતના વન વિભાગ 110 સ્થળ પર ટીમરુ લે છે. 30 વેપારી તેની ખરીદી કરે છે. ઉનાળામાં ટીમરુના પાન તોડી રોજગારી મળે છે. આખા રાજ્યમાં 1.50 લાખ બોરી ટીમરુ પાન વર્ષે ભેગા થાય છે. જંગલ વિસ્તારમાં ઉનાળામાં ગરીબ લોકોને ભોજન માટે રોજગારી આપે છે. રૂપિયા 15 કરોડ મજૂરી ચૂકવાય છે. 2019માં વેપારીઓએ સરકારને રૂપિયા 40 કરોડની રોયલ્ટી ટીમરૂના પાનની આપી હતી. ગરીબો કરતાં સરકાર વધારે કમાઈ છે. લીલા પાન માટે 30થી 53 ઠેકેદારોને બીડી પત્તા અપાય છે.

ગુજરાતના બીડી પત્તા જંગલથી વીણીને આદિવાસી મહિલાઓ તે વન વિભાગને આપે છે. વન વિભાગ દ્વારા વેપારીઓ તેને શિવાજી બીડીના કારખાના જેવા 22 કારખાનાઓમાં પહોંચાડે છે.

વન વિભાગ

વન વિભાગના અધિકારીના જાણાવ્યા પ્રમાણે વન વિકાસ નિગમ દ્વારા આવા પાન ગુજરાતથી એકઠા કરીને તે વેપારીઓને વેચે છે જે સંભાજી બીડીના કારખાનામાં અને મધ્ય પ્રદેશ મોકલવામાં આવે છે. નિગમે હમણાં જ પંચમહાલના ટામરુના પાનની  ગોધરામાં ટીમરુ પાનની હરાજી 22 જાન્યુઆરી 2021માં કરી હતી. હરાજી વહેલી પૂરી કરીને ભાજપના માનિતા વેપારીઓને ટેન્ડર આપી દેવાયા હોવાથી વેપારીઓએ હોબાળો કર્યો હતો. એમડીએ ભાગી જવું પડ્યું હતું.

સંભાજી બીડીનું નામ બદલી દેવાયું

તેના થોડા દિવસમાં જ બીડી પત્તા જ્યાં મોકલે છે. જેમાં મહિલાઓ વધું છે. તે સંભાજી બીડી બ્રાંડ સામે એનસીપીને વાંધો હતો. જે શિવાજી સાથે જોડાયેલું હોવાથી તેનો વિરોધ મહારાષ્ટ્રમાં થતો હતો. 1958થી સંભાજી નામથી બીડી ગુજરાતમાં પણ વેચાય છે. સબલે વાઘિરે એન્ડ કંપની 1932થી બીડી બનાવીને આપે છે. સંભાજી મહારાજના નામથી વેચાયેલી બીડી હવે સેબલ બિડી રાખવામાં આવ્યું છે. સંભાજી બીડીમાં 60 થી 70 હજાર લોકો કામ કરે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા રોહિત પવારે કંપનીના આ પગલાંને સ્વાગત કર્યો છે. જોકે ભગવાનના નામથી બીડી, દારુ કે કોમર્સીયલ વસ્તુ વેચે છે, તેની સામે કોઈ વિરોધ નથી.

ભગવાનના નામના બ્રાંડની વસ્તુઓ વેચાય છે તેની સામે, વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, કે ભારતના લોકોને કોઈ વાંધો નથી પણ શિવાજીના નામે બીડી વેંચે તેની સામે વાંધો રજૂ થયો હતો.

ટીમરૂના પાન જંગલમાં

ગુજરાતના પૂર્વ પટ્ટીના વિન્ધ્યાંચલની પર્વત માળાના જંગલો, ગીર જંગલમાં,રતનમહાલ, ડાંગ, પંચમહાલ, નર્મદાના જંગલ ટીમરૂના પાન થાય છે. જેના પાન બીડી બનાવવા વાપરવામાં આવે છે. સૂકા પાનને વાળીને તેમાં પીવાની દેશ તમાકુ ભરીને પીવામાં આવે છે.

જંગલ

છોટાઉદેપુરમાં વર્ષે રૂપિયા 1 કરોડના પાન આદિવાસી લોકો એકઠા કરે છે.  18.85 લાખ હેક્ટર ગુજરાતના વન છે. જેમાં 40 ટકા જંગલ , નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડસુરત, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છે. જ્યાં ટીમરુ જેવી વન પેદાશ મળે છે. ભેજવાળા પાનખર જંગલ કહે છે.

ટીમરૂના પાન પીળા, પીળા-રાતા રંગના હોય છે. જાડા અને વૃક્ષ હોય છે. ઝાડ 5થી 15 મીટર ઊંચા થાય છે. વિદેસમાં તેની ખેતી થાય છે. ગુજરાતમાં વન પેદાશ છે. વિશ્વમાં ચીનમાં સૌથી વધું 43 ટકા ટીમરુના પાન પેદા થાય છે. જાપાન અને અમેરિકા પાન પેદા કરે છે.

ટીમરૂના ફાયદા

પાનના અનેક ફાયદા થાય છે. ટીમરુ પાનથી મળ શુદ્ધી, હ્રદય, આંખ, રક્તચાપ, લોહી, રોગ પ્રતિકાર શક્તિ, કેન્સર, મીઠી પેશાબ સામે લડવા શરીરને તાકાત પૂરી પાડે છે. ટીમરુ આખો એક ઉદ્યોગ છે. ઝાડ મોટા હોય છે. ફળ આમળા જેવા લાલ, પીળા, નારંગી રંગના હોય છે. ફળ લોકો ખાય છે. ટીમરુ ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં થાય છે. એપ્રિલ, મે મહિનામાં પાન મેળવાય છે. જે લાખો લોકોને રોજગારી આપે છે.

ભાવ

2018માં નર્મદા જિલ્લામાં 100 પૂળાના રૂપિયા 110 મળે છે. એક વ્યક્તિ 200થી 250 જૂડા બાંધે છે. જેને રોજના રૂ.200 મળી રહે છે.

મહીસાગર જિલ્લામાં 140 ગામના 12 હજાર આદિવાસી આ કામમાં રોકાયેલા છે. તેઓ ગયા વર્ષે 3.25 કરોડના પાન એકઠા કર્યા હતા. વન વિભાગ પરવાના આપે છે. વન વિભાગ વધારાનું બોનસ આપે છે. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર ઊંચું કમિશન લઈને થાય છે.

પ્લાસ્ટિકનો વિકલ્પ

ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનમાં કે સ્ટેશનો પર પ્લાસ્ટિકના બદલે ટીમરુ પાનના પડીયાનો ઉપયોગ કરવા નક્કી કરાયું હતું. માત્ર અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજ 10થી 12 હજાર પ્લાસ્ટિક પેકેટ ફેંકી દેવાય છે. આખા ગુજરાતમાં તે 10 ગણાં 1 લાખ આસપાસ પેકેટ થતા હોઈ શકે છે. જે બધા ફેંકી દેવામાં આવે છે.

નકલી બીડી

છત્રપતિ સંભાજી બ્રાંડની નકલી બીડી ગુજરાતમાં મોટા પ્રમાણમાં બને છે. અનેક વખત તેનો જથ્થો પકડાયો છે. ઉપરાંત, 30 છાપ બીડી, ચારભાઈ, હાથીછાપ, સંભાજી, નરેશ બીડી, લુંજ બીડી, મયુર સ્પેશ્યલ બીડી, ટેલિફોન બીડી જેવી 20 જાતની બીડી ગુજરાતમાં વેચાય છે. આ તમામ બ્રાંડની નકલી બીડી બને છે. તેમાં પાન ગુજરાતના ટીમરુના હોય છે.

બીડીથી નુકસાન

શિવાજી, સંભાજી, સેબલ બિડી જેવી બીડી પીનારા 30 કરોડ લોકોને આરોગ્ય પાછળ પારાવાર નુકસાન થાય છે. બીડીથી દેશને એક વર્ષમાં રૂપિયા 80 હજાર કરોડનું નુકસાન થાય છે. જે દેશના આરોગયના કૂલ નુકસાનના 2 ટકા છે. ટોબેકો જર્નલમાં પ્રકાશિત થયેલી વિગતો મૂજબ  બીડી પીનારા 15 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા 7.2 કરોડ છે. ભારતમાં 5માંથી 1 કુટુંબ આ ખર્ચ કરી રહ્યું છે. તંબાકુ પિવાથી શરીરને થતાં નુકસાનની આ ગણતરી છે. દેશમાં 15 કરોડ લોકો ગરીબ છે. માંદગી અને મૃત્યુ થાય છે તેમાં તમાકુ એટલું જ જવાબદાર છે. વિશ્વમાં 55 લાખ લોકો તમાકુ ખાવા-પિવાથી મોતને ભેટે છે. કેન્સર દર્દીમાં 40 ટકા તમાકુ ખાય છે.

તમાકુ નિકોટીન નામના ઝેરી તત્વના કારણે હળવો નશો કે કીક આપે છે. જેમાં 4 હજાર પ્રકારના કેમિકલમાંથી 200 ઝેરી છે. બીડી પણ સિગારેટ જેટલી જ હાનિકારક છે.

ગુજરાતના હિજરતી આદિવાસી મજૂરો બીડીના જંગલી પત્તા એકઠા કરીને ગુજરાન ચલાવે છે

આરોગ્ય

બીડી પીવાથી નપુંસકતા, કેન્સર, હ્રદય રોગ, ફેફસા, અંધત્વ, લકવો, ટી.બી. શરીરની નબળાઈ જેવા રોગ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ પ્રમાણે 2030 સુધીમાં વિશ્વમાં 10 કરોડ લોકો વર્ષે મોતને ભેટતા હશે.

પાન ખાવાના શોખિનોએ ગુજરાતમાં કાથાના વૃક્ષોના જંગલો સાફ કરવા મદદ કરી

ઇતિહાસ

ભારતમાં 300 વર્ષથી બીડી પિવાય છે. એક પણ દેશ ધુમ્રપાન રહીત થયો નથી. ભારતમાં તો બીડીનો વપરાશ વધે છે. બીડી પર પ્રતિબંધ માટે જહાંગીર રાજા સફળ હતા. ભારતમાં તમાકુની ખેતી વિશ્વમાં ત્રીજા નંબર પર છે. ગુજરાતના 200 રાજાઓ હુક્કામાં તમાકું પિતા હતા. તેની પ્રજાને રવાડે ચઢાવી હતી. 15 વર્ષથી ગુજરાતમાં હુક્કાબાર છે. મધ્ય પ્રદેશમાં ટીમરુ પાન પર તમાકુ બીડીની શરૂઆત થઈ હતી.