ખેડૂતોના એરંડાની નુકસાનીથી સટ્ટાખોરોની કમાણી, સસ્તામાં માલ પડાવી ગોડાઉ ભરાયા

Speculators ‘earnings from farmers’ castor losses, go-downs filled with cheap goods

ગાંધીનગર, 13 માર્ચ 2021

ગુજરાતના કૂલ ખેતરોના માંડ 6.45 ટકા ખેતરોમાં જ દિવેલાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જિલ્લાની કુલ જમીન સામે પાટણના ખેડૂતોએ રાજ્યમાં સૌથી વધું 27.63 ટકા ખેડતરોમાં દિવેલાની ખેતી થઈ હતી. કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે 2020-21ના કૃષિ વર્ષમાં 6.38 લાખ હેક્ટરમાં ખેડૂતો એરંડાનું વાવેતર કરીને 14.70 લાખ ટન ઉત્પાદન કરશે. 2303 કિલોનું ઉત્પાદન હેક્ટરે આવવાની ઘારણા બાંધી હતી.

ઓછું ઉત્પાદન

પણ તેમના અંદાજો સદંતર ખોટા છે. એરંડાનું વાવેતર, વધું વરસાદ અને રોગ જોતા એરંડીનું ઉત્પાદન 12 લાખ ટનથી વધે તેમ નથી.

ગયા વર્ષની ખેતી

2019-20માં 7.36 લાખ હેક્ટરમાં 14.32 લાખ ટન ઉત્પાદન સાથે  હેક્ટરે 1944 કિલો એરંડી પાકી હોવાનો અંદાજ છે. હેક્ટરે 15.50 ટકા એટલે કે 359 કિલો ઓછું ઉત્પાદન મળ્યું હોવાનું કૃષિ અધિકારીઓ માની રહ્યાં છે.

ઓછા ઉત્પાદન છતાં ખેડૂતો પર વેપારીઓનું દબાણ

આમ, એરંડામાં બજાર દબાવીને ખેડૂતોની લૂંટ વાયદા બજારના વેપારીઓએ શરૂં કરી છે. પહેલા વાયદો કરી નફો રળવા માટે ઊંચો ભાવ લઈ જવાયો હતો. આવું 3 વખત થયું હતું. હવે બજાર દબાવીને વાયદો નહીં પણ વાસ્તવિક ખરીદી કરીને બજારના માલ પર ગોડાઉનોમાં માલ ભરી લેવા માટે વેપારીઓ કામ કરી રહ્યાં છે. જેનાથી ખેડૂતોને કરોડો રૂપિયાની ભાવની ખોટ જઈ રહી છે.

સટ્ટા બજારથી ખેડૂતોને નુકસાન

વાયદાનો સટ્ટો જ્યારથી શરૂ થયો છે ત્યારથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ખેડૂત પોતાના માલનો ભાવ નકકી કરતા નથી પણ વાયદાના સટોડીયાઓ ખેત પેદાસના ભાવ નક્કી કરે છે. હવે વાયદાના સટ્ટાબાજોએ એરંડીનો માલ બજારમાં આવવાનું શરૂં થતાં માલના ભાવ ઘટાડી દીધા છે. ભાવ ઘટાડીને પાણીના ભાવે વેચવાનો વારો ખેડૂતોનો આવશે. કારણ કે ખેડૂતો સંગઠીત નથી પણ સટ્ટાખોરો સંગઠીત છે.

આ પણ વાંચો 

એરંડામાં ખેડૂતોના ભાવ દબાવી રૂ.5 હજાર કરોડની લૂંટ ચલાવતી વેપારી ગેંગ

20 કિલોના 1200 ભાવ પરવડે

હાલ ભાવ રૂ.1 હજારથી 875 રૂપિયા ચાલે છે. પણ તે 20 કિલોએ રૂ.500 કે 700 સુધી લઈ જવાની ગણતરી વાયદામાં જણાય છે. પછી આ સટ્ટાખોર વેપારીઓ ખેડૂતોનો સસ્તો માલ ગોડાઉનમાં ભરી લેશે. અને બજારમાં માલની તંગી કરીને પછી ભાલ વધારીને રૂ.1 કે 2 હજાર સુધી જઈ શકે છે. તેથી ઘણાં ખેડૂતોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી રૂ.1200 ભાવ થાય ત્યાં સુધી એરંડી વેચવી નહીં. કારણ કે 20 કિલોના રૂપિયા 1 હજાર હોય ત્યાં સુધી નહીં નફો નહીં નુકસાન ખેડૂતોને રહે છે. તેનાથી નીચા ભાવે ખેડૂતોએ મજૂરી, ખેતરનું ભાડું અને નફો ગુમાવવાનો વારો આવે છે.

ગુણીઓ મોકલી

2020માં નિકાસ 20 ટકા વધી હતી. 15 લાખ ટન માલ બજારમાં આવે તો નિકાસ વધશે. જ્યાં સટ્ટાખોરો ખાનગીમાં કામ કરે છે તે ભાભરમાં ગુજરાતના સૌથી ઊંચા 900થી 920 ભાવ છે. તે ઘણાં સૂચક છે. ભાભરમાં 2500 ગુણાનો વેપાર છે. કડીમાં 6500, સિદ્ધપુરમાં 2365 ગુણી ખેડૂતો રોજ લઈ જઈ રહ્યાં છે.

સામાન્ય ખેતી

ચાલુ વર્ષે 2020માં 6.38 લાખ હેક્ટરમાં દિવેલાનું વાવેતર થયું હતું. જે ગયા વર્ષે 7.40 લાખ હેક્ટર વાવેતર ખેડૂતોએ કર્યું હોવાનો અંદાજ કૃષિ વિભાગનો છે. સામાન્ય રીતે 6.25 લાખ હેક્ટરનું વાવેતર થતું હોય છે.

સૌથી વધું વાવેતર કચ્છમાં કર્યું છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધું વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ મોટા ભાગે એરંડી વાવવાનું બંધ કરી દીધું છે.

10 વર્ષ પહેલાની ખેતી

2010-11માં 4.90 લાખ હેક્ટરમાં વાવેતર કરીને 9.86 લાખ ટન સાથે હેક્ટરે 2010 કિલોની ઉત્પાદકતા હતી.

દાયકામાં ઉત્પાદન વધ્યું

2020-21ના કૃષિ વર્ષમાં 6.38 લાખ હેક્ટરમાં ખેડૂતો એરંડાનું વાવેતર કરીને 14.70 લાખ ટન ઉત્પાદન સાથે 2303 કિલો ઉત્પાદકતા આવવાની ઘારણા કૃષિ વાભાગે બાંધી છે. આમ 10 વર્ષમાં વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ખેડૂતોએ વધારો કરી બતાવ્યો છે.

વિકસિત દેશો પેટ્રોલિયમ પેદાશોના વધતા પ્રદૂષણને ટાળવા માટે એરંડા તેલનો ઉપયોગ બળતણ તરીકે કરે છે. ખેડુતોની નકામી જમીન પર કે જ્યાં સિંચાઇની સુવિધા નથી ત્યાં એરંડાની ખેતી કરીને નફો કમાઇ શકાય છે. તેની ખેતી મજૂર અને ખર્ચ બંને ઘટાડે છે.

એરંડાનું તેલ ખૂબ મહત્વનું છે પરંતુ તે ખોરાક માટે કામ કરતું નથી. એરંડા તેલનો ઉપયોગ રંગ, ડિટરજન્ટ, દવાઓ, પ્લાસ્ટિકના માલ, શાહીઓ, પોલિશ, પેઇન્ટ અને લુબ્રિકન્ટ બનાવવા માટે થાય છે. એરંડી તેલથી 250 પ્રકારના ઘટકો બનાવવામાં આવે છે. ભારત વિશ્વનો સૌથી વધુ એરંડા ઉત્પાદક દેશ છે. સૌંદર્ય પ્રસાધનોમાં સાબુ (સાબુ), લોશન, મસાજ તેલ અને દવાઓ બનાવવા માટે પણ થાય છે.

બીજા 10 વર્ષ સુધી ગુજરાતને એરંડીમાં પ્રથમ રાખી શકે એવા નવા બિયારણની શોધ