ગાંધીનગર, 14 ઓક્ટોબર 2020
ગુજરાતમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જેમના ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો ગુજરાતના લોકોએ આ 5 રોગ પાછળ 18થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જાય તેમ છે. ગુજરાતના ખેડૂતોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યાં છે કે કાળા ટામેટાનું વાવેતર કરીને ગુજરાતને 20 હજાર કરોડની દવા ઓછી વાપરવામાં મદદ કરી રહ્યાં છે. કાળા ટામેટા ઉપરના રોગો માટે ઘણો ફાયદો કરે છે. તેથી તેની ખેતી ખેડૂતો વધારી રહ્યાં છે.
108ના ફોન કોલનો હિસાબ
ગુજરાતમાં 30 લાખ ડાયાબિટીસના દર્દીઓ છે. 40 વર્ષથી વધું ઉંમરના 36 ટકાને મીઠી પેશાબ રોગ છે. રૂ.3600 કરોડની દવા ગુજરાતમાં આ રોગની વેચાય છે. 1990થી રોગનું પ્રમાણ 90 ટકા વધ્યું છે. 108 એમ્બ્યુલન્સ કંપનીના આંકડા પ્રમાણે દર એક કલાકે ગુજરાતમાં હ્રદય રોગના 6 ફોન કોલ આવે છે. એક કલાકે 3 દર્દીઓના મોત આ રોગથી થાય છે. દર્દીમાં 50 વર્ષથી નીચેના 48 ટકા લોકો છે. 2010-11માં 19 હજાર ફોન આવેલા જે હવે 29 હજાર ફોન આવે છે.
દવાની વપરાશમાં વધારો
ચામડીની દવાના વેચાણમાં 17.5 ટકા, ડાયાબીટીશની દવાના વેચાણમાં 16.8 ટકા અને હ્રદય રોગની દવાના વેચાણમાં 10.7 ટકાવો વધારો 5 વર્ષમાં થયો છે.
ખેડૂતોએ શરૂ કરી ખેતી
તેનો વિકલ્પ ખેડૂતોએ શોધી કાઢ્યો છે. ઘણાં ખેડૂતો અલીબાબા પરથી કાળા ટામેટાના બીં મંગાવીને ખેતી કરવા લાગ્યા છે. કાળા ટામેટા ડાયાબિટીસ મટાચવા માટે દવા જેવું કામ કરે છે. ગુજરાતમાં કાળા ટામેટાની ખેતી હવે શરૂ થઈ છે. ભારતમાં તેને ઈન્ડિગો રોઝ ટામેટા કહે છે. તેના બી ઓસ્ટ્રેલિયાથી ઘણાં ખેડૂતોએ મંગાવ્યા છે. 130 બી 110 રૂપિયામાં ઓન લાઈન મળે છે. તેની ખેતી લાલ ટામેટાની જેમ જ થાય છે. તેથી તેના માટે કોઈ નવી ટેકનિક શિખવાની જરૂર પડતી નથી. એક છોડ પર 10થી 20 કિલો થાય છે.
ફાયદા
કાળા ટામેટાને જીનેટિક મયૂટેશન દ્વારા બ્રિટનમાં રે બ્રાઉનએ પહેલા ઉગાડવામાં આવ્યા હતા. એન્ટીઓક્સીડેન્ટ મિનરલ્સ જેવા મેગ્નેશિયમ અને પોટેશિયમ તત્વો કાળા ટામેટામાં છે. સારા કોષોને નકસાન કરતાં ફ્રી રેડિકલ્સથી લડવાની ક્ષમતા કાળા ટામેટા ધરાવે છે. જે કેન્સરને અટકાવી શકે છે. આંખો માટે ફાયદાકારક છે. વીટામીન એ અને સી ભરપુર છે. નિયમિત કાળા ટામેટા ખાવાથી હ્રદયરોગને અટકાવી શકાય તેમ છે. લોહીના ભ્રમણને સુધારીને બ્લડ પ્રેસરને ફાયદો કરાવે છે. બેટ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
કાચા ખાવામાં તે ખાટા હોતા નથી. ન તો ખૂબ મીઠા હોય છે. બહાર કાળા અને અંદર લાલ-બ્રાઉન હોય છે. લીલા, લાલા કે કાળા ટામેટા રાંધીને ખાવાથી નુકસાન કરે છે. તે કાચા ખાવાથી અનેક ગણો ફાયદો કરે છે.
ગુજરાતમાં અનુકૂળ વાતાવરણ
કાળા ટામેટા ગરમ પ્રદેશમાં થાય છે. ગુજરાતનું વાતેવરણ તેને અનુકુળ છે. લાલ ટામેટા કરતાં કાળા ટામેટાના છોડ વધારે વધે છે. કાળા ટામેના ઈઝરાયલી ટિકનોલોજીથી પણ તૈયાર થયા છે. તેનો રંગ બ્યુબેરીમાંથી લેવામાં આવ્યો છે. કાળા ટામેટાથી પતંતલિ આયુર્વેદીક કંપની હ્રદય રોગ અને ડાયાબિટીસની દવાબનાવવાની છે.
કાળા ટામેટા નર્સરીનું ઉત્પાદન પહેલા બ્રિટનમાં કરવામાં આવતું હતું, પરંતુ હવે તેના બીજ ભારતમાં પણ ઉપલબ્ધ છે. ખેડૂત તેના બીજ પણ ઓનલાઈન ખરીદી શકે છે. પાક લેવામાં 4 મહિના થઈ જાય છે.
ઉત્પાદન
ગુજરાતમાં સરેરાશ 259 ક્વિન્ટર ટામેટા એક હેક્ટરે હાલ પાકે છે. ગુજરાત ટામેટી – 1 એક હેકટરે 27 ટન પાકે છે. ગુજરાતમાં 49 હજાર હેક્ટરમાં ટામેટા પાકે છે. કૂલ 14.11 લાખ મેટ્રિક ટન થાય છે. મહેસાણા, આણંદ, બનાસકાંઠામાં સૌથી વધું લાલ ટામેટા પાકે છે. જાન્યુઆરી મહિનામાં ટાટમેટા વાવી શકાય છે. કાળા ટામેટા 5 હજાર હેક્ટરમાં ઉગાડવામાં આવે તો ગુજરાતના મોલમાં તેની સારી ખપત થઈ શકે તેમ છે.