સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે
કોરોનાના દર્દીઓને અપાતી સારવાર-સુવિધા અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અને સુવિધા બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. એમ.એમ.પ્રભાકર સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને જરૂરી માહિતી મેળવી હતી.

: કોરોનાના દર્દીઓને અપાતી સુવિધાઓ :
• કોરોનાના દર્દીઓને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર દર્દી સાજા થઇ જાય પછી એમને ડિસ્ચાર્જ આપવા માટેની વ્યવસ્થા
• દર્દીઓ માટે વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
• દર્દીઓના સગાંઓને વીડિયો કોલિંગના માધ્યમથી વાત કરાવવાની સુવિધા તેમજ તેમના ફીડબેક લેવાની પણ વ્યવસ્થા
• ડિસ્ચાર્જના એક દિવસ પહેલાં દર્દીઓના સગાંઓને SMS દ્વારા જાણ
• દર્દીને નિયત કરેલા સમયે બપોરે ૨:૩૦ થી ૪:૩૦ દરમિયાન જરૂરી દવાઓ આપીને ડિસ્ચાર્જ કરી (ગાઈડલાઈન અનુસાર) ઘર સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા
• દર્દીઓને બેડ પર જ સવારનો નાસ્તો, બપોર-સાંજનું જમવા તેમજ દિવસમાં બે વખત ચા, નાસ્તો, જ્યુસ અને છાશની વ્યવસ્થા
• દર્દીઓના સગાંઓને રહેવા માટે આધુનિક ટેન્ટ, મનોરંજન માટે ટીવી તેમજ યોગા સહિતની સુવિધાઓ
• દર્દીઓને તેમની જરૂરિયાત પ્રમાણે ડોક્ટરની સલાહ અનુસાર નિયમિત દવાઓ આપવાની વ્યવસ્થા
• ખાસ પ્રકારની લેબોરેટરી તપાસ – D-Dimer, Ferritin etc.
• રેડિયોલોજીકલ તપાસ – X-ray, CT Scan, ECG
• લાઈફ સેવિંગ ઈન્જેક્શન – Tocilizumab

English




You must be logged in to post a comment.