કરમસદ, 13 માર્ચ 2021
કરમસદ નાગરિક સમિતિ બનાવીને કરમસદ 40 સાથે 200 લોકો આંદોલનમાં જોડાયા હતા. સરદારના પુતળા પાસે બેસીને આખા ગુજરાતમાં ગામ અને શહેરોમાં આંદોલન કરાશે.
કરમસદના સરદાર પટેલના ઘરે 200 લોકોએ ધરણા રાખેલા હતા. નામકરણના બીજા દિવસે ધરણા રાખેલા હતા. લેખિતમાં વાંધો સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. પણ તેનો ભાજપે કોઈ જવાબ આપ્યો નથી.
કરમસદને વૈશ્વિક દરજ્જો આપવા માટે કરમસદના લોકોએ આંદોલન કર્યું હતું. ભાજપના તત્કાલિન પ્રમુખ જીતુ વાઘાણી ઉપવાસ છોડાવી ગયા હતા. અને વચન આપ્યું હતું કે વૈશ્વિક દરજો કે ખાસ કરજ્જો આપવામાં આવશે. પણ પછી ભાજપે કંઈ કર્યું નથી. રાજકીય વગ વાપરીને સમાધાન કરાવી દીધું. કરમસદમાં 80 ટકા ભાજપના સમર્થકો છે. હવે રોષ છે કે ભાજપ વચન આપે છે પણ કંઈ કરતાં નથી. તેથી તેઓ બાહર આવ્યા હતા.
ગુજરાતભરમાં આંદોલન થાય એવી લાગણી કરમસદથી લઈને ગુજરાતના લોકો વ્યક્ત કરી રહ્યાં છે.
સરદાર પટેલના વતન કરમસદમાં સરદારના ઘરે ધરાણા રાખવામાં આવ્યા હતા. જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો વિરોધ કરાયો હતો. મુકામે સરદાર પટેલના સ્વાભિમાન માટે 11 માર્ચ 2021ના બપોરના 12 થી સાંજના 4 સુધી ધરણા ચરોતરના લોકોએ કર્યા હતા.
કરમસદ નાગરિક સમિતિ દ્વારા સરદાર સ્વાભિમાન સંદેશ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમદાવાદના મોટેરા ખાતે આવેલું વિશ્વ વિખ્યાત સ્ટેડિયમનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ નામ હતું તે ભૂંસીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાતો રાત કરી દેવામાં આવ્યું છે. તેના વિરોધમાં ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યા હતા.
લોકોએ મરેલા માણસના નામ રાખવાની પરંપરા યાદ કરીને જીવતે જીવ નરેન્દ્રમોદીના નામકરણને હિટલર, મુસોલીની જેવા તાના શાહો સાથે સરખામણી કરી હતી. આને નરેન્દ્ર મોદીની પડતીની નિશાની ગણાવી હતી. મોદીનું પતન સરદારને નાના કરીને શરૂં થઈ ગયું છે.
અગાઉની સરકારોએ સરદારને માન સન્માન આપ્યું હતું. તે આ તાનાશાહ સરકાર એક પછી નામો બદલી રહી છે. તે દેશ અને ગુજરાત માટે ખતરા રૂપ ગણાવ્યું હતપં. આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા હાજર હતા.
ચરોતરના વતની આંદોલનના કારણે 26 વખત પોલીસે જેમની ધરપકડ કરી છે એવા સામાજિક આગેવાન અતુલ પટેલે કહ્યું કે સરદારના નામનું પાટિયું ઉતારી નરેન્દ્ર મોદીએ ગંભીર ભૂલ કરી છે. આવું જીવતે જીવ પોતાની તકતીઓ દુનિયાના માત્ર બે તાના શાહે મૂકાવી છે. એક લિબિયાના સરમુખત્યાર પ્રમુખ કર્નલ ગદ્દાફી અને બીજા ઇરાકના સરમુખત્યાર તાનશાહ સદ્દામ હુસેને લગાવી છે. હવે ત્રીજા તાનાશાહ નરેન્દ્ર મોદી બન્યા છે. કારણ કે તેને પોતાનું નામ અમર કરવું છે. તે પણ સરદારના નામને ભસીને તેના ભોગે, પણ પોતે સારા કામ કરીને મૃત્યુ બાદ આવું થાય એવું ઈચ્છતા નથી.
શરૂ થયેલા ક્રિકેટ સ્ટેડિયમ આંદોલનને ગાંધીના માર્ગે આખા ગુજરાતમાં ચલાવવાનું નક્કી કરાયું છે.
કરમસદ નાગરિક સમિતિના મીથીલેશ અમીન, મહર્ષિ પટેલ અને કરમસદ નાગરિક સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું કે આ આંદોલનમાં ગુજરાત ભરમાં લઈ જવાશે. એજ સ્ટેડિયમમાં જય સરદારના નારા નહીં લાગે ત્યાં સુધી ઝંપીશું નહીં એવી પ્રતિજ્ઞા લીધી છે.
આમ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમનું નામ બદલીને જીવતા માણસ નરેન્દ્ર મોદી કરી દેવાતાં તેની સામે વિરોધ શરૂ થયો છે. લોકો તેને જીવતુ જગતીયું કહે છે. આંદોલન એટલું ઉગ્ર બનાવશે. તે તેનું નામ ભૂંસનારને ફરીથી જન્મ લેવો પડશે. તેઓ માફી માંગે એવું આંદોલન કરાશે.
અખંડ ભારતના નિર્માતાને જ કોરાણે મૂકી દેવાયા છે. સરદાર પટેલનું નામ ભૂંસી નાખવાની રાજકીય ચાલ અમિત શાહના પૂત્ર જય શાહે રમી છે. તેના પિતા અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહ પહેલાથી જ્ઞાતિવાદી માનસિકતા ધરાવે છે. તેથી ગુજરાતના લોકો સરદારનું સન્માન પાછું અપાવવા માટે ભાજપનો ભારે વિરોધ કરી રહ્યા છે.