ગુજરાતની યુનિવર્સિટીએ વિકસાવ્યું 5G એન્ટેના, 1થી 10 ગીગા બાઇટની સ્પીડ

અમદાવાદ, 16 જૂન, 2021

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5જી એન્ટેના વિકસાવવામાં આવી રહ્યું છે, જેનાથી સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસ થકી માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે નહીં પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરીયાત છે. સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચિંધશે. ગુજરાતની આ યુનિવર્સિટીએ ચીનની ટેકનોલોજીને પડકાર ફેંક્યો છે.

ડૉ. ગૌતમ મકવાણાને આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 22લાખથી વધુની ગ્રાંન્ટ મળેલ છે. તેમના જણાવ્યા અનુસાર, જીટીયુ ખાતે સુપર કોમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.

5જી એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1 થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત 1 થી 10 ગીગા બીટની સ્પિડથી 500 થી 1000 ટેરાબાઈટ ડેટાનું આદાન પ્રદાન પણ કરી શકાશે. આઈઓટી આધારીત ડિવાઈસને 5જીથી જોડીને કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગીક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી અને સત્વરે થઈ શકશે.

મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે જેનાથી નેટવર્ક રિસપોન્સમાં સ્પીડ વધશે એટલે કે 5 થી 10 મીલી સેકન્ડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. 4જીમાં આ સમયગાળો 20 થી 40 સેકન્ડનો છે. 5જી એન્ટેનાને કારણે 10 થી 30 ગીગાબીટ ડેટા ટ્રાન્સફ સરળતાથી પ્રતિ સેકન્ડે કરી શકાશે. એટલે કે , 4જીની તુલનામાં 5G આવતાં સ્પીડમાં 100 ગણો વધારો થશે.

તેમણે કહ્યું કે , તેમના દ્વારા વિકસાવામાં આવતાં 5જી એન્ટેનામાં 5જી સહિત 3જી , 4જી અને વાઈફાય જેવી અન્ય ટેક્નોલોજી પણ કાર્યરત રહી શકશે. ઉપરાંત ભવિષ્યમાં 6જીને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે. અન્ય એન્ટેનામાં બધી દિશામાં એક જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે, જ્યારે ડૉ. મકવાણા દ્વારા વિકસાવવામાં આવનારા 5જી એન્ટેના અલગ- અલગ દિશામાં જુદી-જુદી ફ્રિકવન્સી પર રેડિએશન મેળવી શકશે.

ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે.

GTU ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી હવે સ્વદેશી 5G ટેક્નોલોજી વિક્સાવવા જઈ રહ્યું છે. ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસર ડૉ.ગૌતમ મકવાણા દ્વારા 5G એન્ટેના વિકસાવી સ્વદેશી ટેક્નોલોજી પૂરી પાડશે, જેનાથી સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસ થકી ન માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે.

સ્વદેશી 5G ટેક્નોલોજીથી ભારત કોમ્યુનિકેશનનું હબ બનશે

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ.નવીન શેઠે જણાવ્યું હતું કે ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરિયાત છે. સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રેનું હબ બનશે અને આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન.ખેરે, ડૉ. મકવાણા અને જીટીયુ જીસેટ ડિરેક્ટર ડૉ.એસ.ડી. પંચાલને આ સંદર્ભે શુભકામના પાઠવી હતી.

સુપર કમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ

ડૉ.ગૌતમ મકવાણાને આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા 22 લાખથી વધુની ગ્રાન્ટ મળી છે. તેમણે વધુમાં જણાવ્યું કે GTU ખાતે સુપર કમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. 5G એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત 1થી 10 ગીગાબાઇટની સ્પીડથી 500થી 1000 ટેરાબાઈટ ડેટાનું આદાનપ્રદાન પણ કરી શકાશે.આઈઓટી આધારિત ડિવાઈસને 5Gથી જોડીને કૃષિથી લઈને તમામ પ્રકારનાં ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી અને સત્વર થઈ શકશે. મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે, જેનાથી નેટવર્ક રિસ્પોન્સમાં સ્પીડ વધશે, એટલે કે 5થી 10 મિલીસેકન્ડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે.

ભવિષ્યમાં 6Gને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે

4G માં આ સમયગાળો 20 થી 40 સેકન્ડનો છે. 5G એન્ટેનાને કારણે 10 થી 30 ગીગાબાઇટ ડેટા ટ્રાન્સફર સરળતાથી પ્રતિ સેકન્ડે કરી શકાશે, એટલે કે 4Gની તુલનામાં 5G આવતાં સ્પીડમાં 100 ગણો વધારો થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમના દ્વારા વિકસાવવામાં આવતા 5G એન્ટેનામાં 5G સહિત 3G, 4G અને વાઈફાય જેવી અન્ય ટેક્નોલોજી પણ કાર્યરત રહી શકશે. ઉપરાંત ભવિષ્યમાં 6Gને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે. અન્ય એન્ટેનામાં બધી દિશામાં એક જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે, જ્યારે ડૉ.મકવાણા દ્વારા વિકસાવવામાં આવતા 5G એન્ટેના અલગ-અલગ દિશામાં જુદી-જુદી ફ્રિકવન્સી પર રેડિએશન મેળવી શકશે