શ્વેત ક્રાંતિ બાદ, સુર્ય ઉર્જાની ઓરેન્જ ક્રાંતિના 5 વર્ષમાં આણંદના ઢુંડી ગામના ખેડૂતો કેટલાં કમાયા

ગાંધીનગર, 11 નવેમ્બર 2020

આણંદ દૂધની શ્વેત ક્રાંતિ બાદ હવે વીજળીની ઓરેન્જ રિવોલ્યુએશન માટે નવો માર્ગ ચિંધ્યો છે. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના 1500ની વસતી ધરાવતાં ઢુંડી ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરીને  સોલાર ખેડૂતો અહીં વિશ્વમાં ઓળખ મેળવી ચૂક્યા છે. 4 વર્ષમાં રૂ.30 લાખની આવક થઈ છે.

કુલ મળીને 2.70 લાખ યુનિય વેચાણ થયું છે. 5 વર્ષમાં કુલ મળીને રૂ.40 લાખની આવક થઈ છે. વિશ્વની પહેલી સૌર ઉત્પાદક સહકારી મંડળી અહીં બની છે. 5 વર્ષ પછી આ ખેડૂતો ઉપર અભ્યાસ કરીને એનજીઓએ અહેવાલ બહાર પાડ્યો છે. જે ગુજરાતના ખેડૂતોને નવી દીશા આપી શકે તેમ છે. સરકાર જો સોલાર પેનલ અને સાધનો ઉપરનો તમામ વેરો દૂર કરી દે તો સબસીડી વગર ગુજરાતમાં 10 લાખ સોલર પંપ બેસાડી શકાય તેમ છે.

ગામમાં 50 બોર પર ડિઝલ એન્જીન ચાલે છે. 60 પૈસે એક યુનિટ સરકાર વીજળી ખેડૂતોને આપે છે તેની સામે ડિઝલ વાપરવાથી તે રૂ.16થી 20 એક યુનીટ વીજળી બરાબર ખર્ચ ખેડૂતોએ કરવું પડતું હતું. અહીંના ખેડૂતો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં, અન્ય શાકભાજીના પાકની ખેતી કરે છે. હવે સૂર્ય ઉર્જાની આવક મેળવે છે.

90 કરોડની કમાણી

5 વર્ષમાં 9 ખેડુતોએ 1 કરોડના ખર્ચની બચત કરી છે. દૃષ્ટિથી 40 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ જ એનજીઓ દ્વારા સૂર્ય એનર્જી માટે 46 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી. 9 ખેડુતોએ 7 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 1 કરોડની સામે 50 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. ખર્ચ કર્યા પછી 5 વર્ષમાં 90 લાખ રૂપિયાની કમાણી કરી છે. 9 ખેડુતો પણ.

વેરા દૂર કરો

જો સરકાર તમામ કર – સોલાર પેનલ્સ અને ઉપકરણો પરના ટેક્સ દૂર કરે, તો ગુજરાતમાં સબસિડી વિના 10 લાખ સિંચાઈના સોલર પમ્પ લગાવી શકાય છે. ગુજરાતમાં શ્વેતક્રાંતિ પછી ઓરેંજ ક્રાંતિ લાવી શકાય છે. સોલર પેનલ, ઇન્સ્ટ્રુમેન્ટ, પમ્પ પર ટેક્સ માફ કરવામાં આવે તો ખેડૂત ક્રાંતિ થઈ શકે છે. ખેડુતો આ વાત માને છે. પરંતુ વિજય રૂપાણીની ભાજપ સરકાર આમ નહીં કરે. દેશની કોઈ સરકાર આ નહીં કરે.

ડીઝલ પંપ બોન્ડ

અગાઉ, ગુજરાત, રાજકોટમાં, દર વર્ષે 10 લાખ ડીઝલ મશીનો ખેડૂતોની સિંચાઈ માટે બનાવવામાં આવતા હતા. પરંતુ હવે 1 લાખ ડિઝલ એન્જિનો બનાવવામાં આવી રહ્યા છે. જો ગુજરાતમાં સૌર ઉર્જા સંસાધનો કરમુક્ત કરે, તો સરકારે ખેતરની વીજળીમાં સબસિડી આપવાની રહેશે નહીં. વર્ષે રૂ.20 હજાર કરોડની બચત થઈ શકે છે.

પાંચ વર્ષની સફર

ખેડૂત સહકારી મંડળી ફેબ્રુઆરી 2016માં સ્થાપના થઈ હતી. તેને પાંચ વર્ષ પૂરા થવા જઈ રહ્યાં છે. 71.4 કિલો વોટના 9 સૌર ઉર્જા પ્લાંટ છે. 10.8 કિલો વોટના 3, 8 કિલો વોટના 3, 5 કિલો વોટના 3 પ્લાંટ છે. રોજ 350 વીજ એકમ વીજળી પેદા થાય છે. 9 ખેડૂતોને સરકારે નહીં પણ નેશનલ સોલાર પાવન મિશન એનજીઓ દ્વારા 95 ટકા સહાય આપી હતી.

ખેડૂતોના નામ

દક્ષાબેન પ્રવિણભાઇ પરમાર, કિરિટભાઇ બુધાભાઇ સોલંકી, ડાહીબેન રામાભાઇ ચાવડા, ઉદાભાઇ વાઘજીભાઇ ચાવડા, લક્ષમણભાઇ સઇજીભાઇ પરમાર, ફુદાભાઇ સોમાભાઇ પરમાર, ભગવાનભાઇ ભેમાભાઇ પરમાર, ગોવિંદભાઇ પરબતભાઇ ચાવડા, હઠીભાઇ મંગળભાઇ ચાવડા છે.

ઢુંડીની રચના

ઢુંડી સોલર એનર્જી યુટિલિટી કો-ઓપરેટીવ મંડળી (ડીએસયુયુએસએમ) ની રચના જૂન 2015માં કરવામાં આવી હતી. IWMI દ્વારા ટેકો આપતા 6 ખેડૂત સભ્યો સાથે સોલર સિંચાઇ પંપ માટે 56.4 કેડબલ્યુપીની ક્ષમતા. આ એક માઇક્રો ગ્રીડની રચના કરવામાં આવી હતી.

સામાજિક સંસ્થાએ મદદ કરી

પૂજા પરમાર ખેડૂતે 51 મેગાવોટ વિજળી પેદા કરી છે. જેને ગુજરાતની ભાજપ અને કોંગ્રેસ સરકાર વીજળી આપી શકતાં ન હતા. ડીઝલ પંપથી પાણી કાઢી સિંચાઈ કરવામાં આવતી તેમાં રોજનું 500-700 ખરચ થતું હતું. મહિને રૂ.20 હજારનું ખર્ચ ડિઝલ પાછળ થતું હતું. વીજળીનો પાણી ખેંચવાનો પંપ લવાવવામાં આવ્યો તો તે ડિઝલ એન્જીન કરતાં 50 ટકા વધારે પાણી આપતો હતો. વિશ્વની એક એનજીઓએ અહીંના ખેડૂતોની મદદ કરી અને હવે અહીં સૂર્ય ઉર્જાથી ખેતી થાય છે. જેના આધારે સ્કાય અને કુસુમ યોજના ભારતમાં મૂકી છે. કેન્દ્ર સરકારે નોંધ લીધી છે.

કોલંબોની વિશ્વ સંસ્થાનો પ્રોજેક્ટ

આણંદમાં આવેલી આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાએ 2016માં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેનું વડું મથક કોલંબોમાં છે. ભારતનું મુખ્ય કેન્દ્ર દિલ્હીમાં છે. સંસ્થાનું મુખ્ય કામ ખેતીમાં જળ પ્રબંધન અને ભૂગર્ભજળના ઘટતા સ્તર પર સંશોધન કરવાનું છે. તે સંશોધનના આધારે ખેડૂતોને લાભ આપવાનું કામ છે. તેથી પાણી બચાવી શકાય.

આ સંસ્થાએ રૂ.46 લાખની આર્થિક મદદ કરી હતી. 6 ખેડૂતોએ રૂ.5 લાખ રોક્યા હતા. એનજીઓએ રૂ.15 લાખના ખર્ચે 2.8 કિ.મી. લાંબી વીજ લાઈન વીજ કંપનીની લાઈન સુધી નાંખવા માટે ખર્ચેલા હતા. ગુજરાત વીજ બોર્ડ સાથે વીજળી વેચવાના કરારો કરવા સુધી મદદ કરી હતી. સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી પ્રવિણ પરમાર છે. હવે મંડળીમાં 16 ખેડૂતો છે.

9 ખેડૂતોને કોલંબોની ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ – ટાટા વોટર પોલીસી પોગ્રામ(આણંદ) દ્વારા નેશનલ સોલાર પાવર મિશન હેઠળ 95% સહાયથી સોલાર સિસ્ટમ પૂરી પાડી છે. ટપક સિંચાઈ કરે છે. મહિને રૂ.20-25 હજારનો ખર્ચ બચેલો છે. સહકારી મંડળીને ખેડૂત દીઠ  મહિને રૂ.5 હજારની વધારાની આવક મેળવે છે. સૌથી મોટી વાત એ કે ખેડૂતોનો સમય બચે છે. જે કામ ગુજરાતની ભાજપની રૂપાણી અને મોદી સરકાર ન કરી શકી તે કામ ગુજરાતનું એક ગામના 9 ખેડૂતોએ સામાજિક સંસ્થાની મદદથી કરી બતાવ્યું છે.

2017ના પહેલા વર્ષે

2017માં 56.4 કિલોવોટની ક્ષમતાના 6 ઉર્જા સ્થળો હતા. જેમાં

સૌર ઉર્જાથી 40 હજાર યુનિટથી સિંચાઈ કરે છે અને 45 હજાર યુનિય વીજળી બચે તે સરકારી કંપનીને વેંચીને વર્ષે રૂ.2 લાખની કમાણી કરી હતી. આ તેમની શરૂઆત હતી. 2017માં જાંબિયા દેશની એક ટૂકડી સૂર્ય ઊર્જા જોવા આવી હતી.  પ્રતિ કિલોવોટ માટે 10×10 ફુટ જગ્યા જોઈએ છે.

2019માં

ઢુંડી ગામમાં રહેતા પ્રવિણ પુંજાભાઈ પરમાર અને ગામના ખેડુતોને સસ્તા ભાવે નિયમિત વિજળી મળે તે માટે સૌર ઉર્જા પ્લાંટ બનાવવાનો વિચાર આવ્યા હાદ 6 ખેડૂતોએ સહકારી મંડળી સ્થાપી હતી. તેમના ખેતરમાં 8થી10.8 કિલો વોટની સોલર પેનલ 2015માં લગાવી હતી. જાન્યુઆરી 2016માં વીજ ઉત્પાદન શરૂં થયું હતું. વીજ કંપની સાથે 25 વર્ષના વીજ કરાર કર્યા છે. જાન્યુઆરી 2016થી મે 2017ના પ્રથમ વર્ષે 1 લાખ વીજ એકમ સૌર ઉર્જા પેદા કરી હતી. ત્યાર પછી બીજા 3 ખેડૂતો સહકારી મંડળીમાં જોડાયા હતા. 1 ઓગસ્ટ 2019 સુધીમાં 2.09 લાખ એકમ વીજળી વેચી છે. આ સમય ગાળામાં મંડલીને રૂ.12 લાખની આવક થઈ છે.

સરકારની યોજના બની

ઢૂંડી ગામના ખેડૂતોની સફળતા જોઈને ગુજરાત સરકારે સૂર્ય શક્તિ ખેડૂત યોજના બનાવી છે. જે આખા રાજ્યમાં અમલી છે. 7 વર્ષ માટે એક વીજ એકમના રૂ.7 લેખે વીજ કંપનીને વીજળી વેચી શકે છે. હાલ 12500 ખેડૂતોએ આવી સહકારી મંડળી દ્વારા વીજળી પેદા કરી રહ્યાં છે. 2009માં ગુજરાત સરકારે સૌર ઉર્જા નીતિ બનાવ્યા બાદ ભારતમાં મોટા ભાગના રાજ્યોએ આવી નીતિ બનાવી છે.

300 દિવસ સૂર્ય પ્રકાશ મળી રહે છે. જેમાં ભારતમાં 5 ખરબ કિલો વોટ વીજળી પેદા કરી શકાય છે.  10 હજાર કરોડ બરાબર એક ખરબ થાય છે. 50 હજાર કરોડ કિલો વીટ વોટમાં ગુજરાતમાં 3 હજાર કરોડ કિલો વોટ સૂર્ય વીજળી બની શકે તેમ છે.

2018માં સરકારની જાહેરાત

જૂન 2018માં રૂ.870 કરોડની સૂર્યશક્તિ કિસાન યોજના-SKYની જાહેરાત ગુજરાત સરકારે કરી હતી. ચાલુ વર્ષે રૂ.3600 કરોડનું ખર્ચ સરકાર કરવાની છે.  જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 60 ટકા સબસીડી-સહાય મળે છે. બાકીની 35 ટકા રકમ લોન મળે છે.  7 વર્ષ માટે યુનિટ દીઠ રૂ.7 અને બાકીના 18 વર્ષ રૂ.3.50 પ્રતિ યુનિય વિજળી ખરીદ કરે છે. ખેડૂતોએ સમિતિ બનાવીને આ કામ કરવાનું રહેશે. ઉદેસિંહ ચાવડા ખેડૂતને 7 રૂ. વિજ કંપની અને 2.50 રૂપિયા ઈવી સંસ્થા આપે છે.આ યોજનાથી ખેડૂતો જે રોકાણ કરશે તેનું વળતર 8થી 18 મહિનામાં મળી જાય છે. દિવસે પાણી ખેડૂતો મેળવી શકે છે. સરકાર સોલાર પેનલ આપે છે. લોન આપે છે.