જૂનાગઢ, 11 જાન્યુઆરી 2021
સજીવ ખેતી કરતાં ખેડૂત જ્યારે મૃતહેદની સેંકડો કિલો લાકડાથી અંતિમ સંસ્કાર કરતા જોતા ત્યારે તેમને ઓછા લાકડાથી કેમ વીધી થઈ શકે તેના વિચારો આવતાં હતા. કારણ કે ખેતરના શેઢે લાકડા કાપવાથી વૃક્ષો ઓછા થઈ રહ્યાં હતા. તેમની 3 વીઘા જમીન પર સજીવ ખેતી કરે છે. હળદળ વાવે છે. તેનો પાઉડર બનાવીને વેચે છે. હનીબી નેટવર્ક સાથે જોડાયેલા છે. તુવેર અને ઘર માટે શાકભાજી વાવે છે. મૃત્યુ દુખદ છે.
નવી ભઠ્ઠી
હિંદુ વિધી પ્રમાણે મૃત દેહનો અગ્નિ સંસ્કાર કરતી એક અનોખી સ્મશાન ભઠ્ઠી ગુજરાત, જુનાગઢના કેશોદના 55 વર્ષના સજીવ ખેતી કરતાં ખેડૂત અર્જુનભાઈ અઘડારે એક એવી અંતિમસંસ્કારની પદ્ધતિ વિકસાવી છે કે જે 400માંથી 280 કિલો લાકડા બચાવી શકે છે. કોઈ હોંશિયાર વ્યક્તિને મનાવવા માટે ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે તે ઓછા લાકડે બળે તેવો નથી. પણ એ કહેવત તેમણે ખોટી પાડી છે. સ્મશાન ભઠ્ઠી બનાવવાનું 2.50 લાખ રૂપિયા ખર્ચ થાય છે.
હિંદુ ધર્મના રીત-રિવાજો અનુસાર, બે દરવાજાઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એક મુખ્ય દ્વાર અને બીજો અંતિમ દ્વાર. 80 કિલો સુધીના શબના અગ્નિ સંસ્કારમાં 70-110 કિલો લાકડાંનો ઉપયોગ થાય છે. દોઢથી બે કલાકમાં મૃતદેહના સંસ્કાર થાય છે.
ગેસ, ડીઝલ, ઈલેક્ટ્રીસિટી, બાયોકોલ સ્મશાન ભઠ્ઠી લોકોને પસંદ નથી. તેમને તે વાપરવી ગમતી નથી. તેથી આ ભઠ્ઠી હિંદુ સંસ્કારને અનુરૂપ છે.
1400ના મોત
ગુજરાતમાં રોજ સરેરાશ 1400 લોકોના મૃત્યુ થાય છે જેમાં 1100 લોકોના મૃતદેહને લાકડા કે ઈલેક્ટ્રીક ભઠ્ઠીથી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એક વ્યક્તિના અગ્નિ સંસ્કારમાં સરેરાશ 400 કિલો લાકડાંનો ઉપયોગ થાય છે.
કેમ શોધ થઈ
આ શોધના બીજ 40 વર્ષ પહેલા અર્જુનભાઈના મનમા રોપાયા હતા. તેમના મામાનું અવસાન થયું ત્યારે 14 ઉંમરે તેઓ સ્મશાનમાં ગયા હતા. અંતિમ સંસ્કારમાં મોટા પ્રમાણમાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાંરે તેમને થયું કે લાકડાંનો ઉપયોગ ઘટાડવો જોઈએ.
2015માં તેમણે અગ્નિદાહ ગૃહનો આકાર મમી જેવો હોય તો લાકડાંની ખપત ઘટી જાય એવું લાગતાં તેમણે તેના ઉપર કામ કરવાનું શરૂ કર્યું હતું. પ્રોટોટાઇપ તૈયાર કરવાનું શરૂ કર્યું. સતત 2 વર્ષ સુધી તેના પર કામ કરતા રહ્યા. છેલ્લે 2017માં તેમનું મોડેલ બનીને તૈયાર થયું. 2017માં પહેલીવાર તેનો ઉપયોગ જુનાગઢના સ્મશાનમાં કરવામાં આવ્યો હતો. જુનાગઢના તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર વિજય રાજપૂતે તે સમયે તેમની બધી જ રીતે મદદ કરી હતી.
રોજના 1.50 એકરના વૃક્ષો બચે
અર્જુનભાઈનું માનવું છે કે, આમ તો મૃતદેહને સળગાવવા માટે 200થી 1 હજાર કિલો લાકડા જોઈએ છે. સિક્કિમમાં બૌદ્ધ અંતિમ સંસ્કાર માટે 1 હજાર કિલો લાકડું જોઈએ છે, જ્યાં બૌધ્ધ મૃતદેહને બેસાડીને અંતિમ સંસ્કાર નવા આકારના અગ્નિદાહથી 70 થી 100 કિલો લાકડાંથી અંતિમ સંસ્કાર થાય છે. સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી દેશમાં રોજનાં 40 એકર જંગલ બચાવી શકાય છે. અને ગુજરાતમાં 1.50 એકર વિસ્તારના વૃક્ષો બચી શકે છે.
કઈ રીતે કામ કરે છે
સ્મશાન ભઠ્ઠી હવા અને આગના સંયોજનથી કામ કરે છે. એક હોર્સ પાવર બ્લોઅરથી આગ લાગ્યા બાદ ભઠ્ઠીમાં તેજ હવા આવે છે, જેનાથી ભઠ્ઠીનાં લાકડાં શબ સળગવા લાગે છે. લાકડાં અને શબને રાખવા માટે અલગ-અલગ જાળી લગાવવામાં આવી છે. જેથી આગ સળગવામાં સરળતા રહે. નીચેની જાળી પર લાકડાં મૂકવામાં આવે છે. લાકડાંની ઉપર જાળી હોય છે. તેના પર શબ રાખવા જાળી લગાવેલી છે. લોખંડથી બનેલા ઉપરના કવરનો અંદરનો ભાગ સેરા-વૂલથી ભરેલો છે. જે વધારે તાપમાન પણ સહન કરી શકે છે. તેમાં બ્લોઅર અને નૉઝલ પણ છે. જેથી અંતિમ સંસ્કાર દરમિયાન હવા અંદર-બહાર થઈ શકે. ભઠ્ઠીની અંદરની ગરમી 700 ડિગ્રી સેલ્સિયસથી 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જાય છે. તેમાં એક સેન્સર આધારિત ટેમ્પરેચર મીટર છે.
ડિઝાઈન કેવી છે
આગને બચાવે છે. શરિરના જે ભાગમાં વધું લાગડાની જરૂર હોય ત્યાં વધું લાકડા રહે અને અંગને બાળવા ઓછા લાગડાની જરૂર હોય ત્યાં ઓછા લાકડાં રહે છે. ભઠ્ઠીની અંદરની ગરમી વાતાવરણમાં જતી નથી. ચારેબાજુ ફાયર બ્રિક્સ મટિરિયલ વાપરવામાં આવ્યું છે. ઘુમાડો પાઈપ દ્વારા ઉપર જતો રહે છે. આ મટીરીયલ શોધવા માટે તેઓ રાજકોટ, મોરબી, જસદણ જેવા એન્જીનિયરીંગ હબમાં ગયા હતા. ભઠ્ઠીમાં વપરાતી ખાસ ઈંટો મોરબીથી લાવ્યા હતા.
રાષ્ટ્રપતિના હસ્તે મળેલા ઈનામથી ભઠ્ઠી બની
રાખમાંથી ઈંટ બનાવવાનું મશીન બનાવ્યું છે. 2015 માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે ગ્રાસરૂટ ઈનોવેટર અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં 3 લાખ રૂપિયા ઈનામના આવ્યા હતા. આ 3 લાખના ઈનામથી તેમણે સ્મશાન ભઠ્ઠી બનાવવાની શરૂઆત કરી હતી.
300 કિલો લાકડા બચે
એક સમયમાં લગભગ 300 કિલો લાકડાં બચે છે. 20,000 લોકોના અગ્નિસંસ્કાર જો સ્વર્ગારોહણથી કરવામાં આવે તો, 60 લાખ કિલો લાકડાંની બચત થશે. એક વિઘાના વૃક્ષોમાં 60 ટન લાકડાં મળે છે. તેથી 100 વીઘાના જંગલો રોજ બચી શકે છે. રોજ 1 કરોડ કિલો કાર્બનડાયોક્સાઇડ વાતાવરણમાથી ઘટશે. અગ્નિ સંસ્કાર કરવાના સમયમાં 50 ટકા સમય બચે છે. અસ્થિઓ એક ટ્રેમાં આવી જાય છે.
8 જગ્યાએ ભઠ્ઠી મુકાઈ
બામનાસા (ઘેડ), કેશોદ તાલુકા, જુનાગઢમાં ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. બામણાસા, કેશોદ, આલિધ્રા, અરનિયાલા, દ્વારકા-પાલડી, ગીર સોમનાથના કોડિનારમાં આ ભઠ્ઠી મૂકવામાં આવી છે. ભઠ્ઠીઓ સંસ્થા, ગામજનોના ફાળા, લઘુ સહાય, દાનથી મૂકવામાં આવી છે.
સરકારનું કામ
અર્જુનભાઈ જે કામ કરી રહ્યાં છે તે કામ ખરેખર તો સરકાર, વન વિભાગ, જેડા, પંચાયતો, નગરપાલિકા અને મહા નગરપાલિકાનું છે. આ માટે સરકારે આગળ આવવું જોઇએ. ગામે-ગામ આ ભઠ્ઠીઓ મૂકાવવી જોઇએ, જેથી લાકડાંનો ઉપયોગ ઘટવાથી જંગલો બચશે. લોકોનો સમય બચશે. હવાનું પ્રદૂષણ પણ ઘટશે. જેડાની જે ભઠ્ઠી આવે છે તેમાં લાકડાની બચત થતી હોવાનું કહેવાય છે. પણ ખરેખર તો પહેલા જેટલાં જ લાકડા ગામની સ્મશાનમાં વપરાય છે.
મૃતદેહ તેની પ્રયોગ શાળા
હું હોંશિયાર વિદ્યાર્થી નથી. છતાં પિતા એન્જીનિયર બનાવવા માંગતા હતા, હું બનવા નહોતો માંગતો. 12માં નપાસ થયો હતો. પણ હવે રાષ્ટ્રપતિના હાથે એન્જીનીયરીંગનો એવોર્ડ મેળવ્યો છે. 14 વર્ષનો કિશોર હતો મામા જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા અને સગાં સાથે ખબર કાઢવા હું ગયો હતો. ત્યાં મામાનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર જૂનાગઢની પવિત્ર ભૂમિમાં કરવાનું નક્કી થયું, આમ તો 14 વર્ષના કિશોરને સ્મશાનમાં લઈ જવાતાં નથી. પણ સંજોગોના કારણે હું સ્મશાનમાં ગયો હતો. જ્યાં મામાના દેહના પગ વહેલા રાખ થઈ ગયા જોયા હતા. ત્યારથી મને થયા કરતું હતું કે લાકડાનો વપરાશ વધું અને ખોટી રીતે થઈ રહ્યો છે. પગને બાળવા માટે ઓછા લાકડા જોઈએ છે. કુતુહલ વશ બધું જોયું હતું. પછી જ્યાં પણ અંતિમ સંસ્કાર માટે જતો ત્યાં દરેકને કહેતો કે પગ ઝડપથી બળી જાય છે, તેથી ત્યાં ઓછા લાકડા મુકો. પણ લોકો તે માનતા નહીં. અપમાન કરતાં હતા. પણ હું જ્યારે પણ સ્મશાનમાં જતો તે મારા માટી શાળા બની જતી હતી. ત્યાં મૃતદેહને સળગતા જોઈને તેમાંથી સતત શીખતો રહેતો હતો. સ્મશાનમાં ક્ષણે ક્ષણે સબમાંથી શિક્ષણ મેળવ્યું હતું.
આગવી ડિઝાઈન
અગ્નિસંસ્કાર એક યજ્ઞ છે. તેની ડિઝાઈન છાતી પાસે પહોળી ભઠ્ઠી ડિઝાઈન બનાવી. કયું અંગ વધું ઝડપથી અને વધુ સમયમાં બળી જાય છે તે દરેક સ્મશાનમાં જોતો હતો. જ્યાં ચરબી વધું હોય તે અંગ ઝડપથી બળે છે. જ્યાં માત્ર હાડકાં હોય તે ભાગ ઓછી ઝડપે બળી શકે છે. છાતી અને માથાનો ભાગ સળગવામાં વાર લાગે છે. માણસનું વજન હોય એટલી રાખ થાય છે.
ચાર ઔદ્યોગિક શહેરથી વસ્તુઓ લાવ્યા
મોરબી, વાંકાનેર જેમાં ભઠ્ઠીઓ જોઈ. તેમાં વપરાતી ઈંટ લાવ્યો અને ભઠ્ઠી બનાવી. રાજકોટ જઈને ફાઉન્ડ્રીમાંથી વસ્તુઓ લાવ્યા હતા. પણ તેમણે જોયું કે લોખંડને પણ અગ્નિ બાળી નાંખે છે તેથી તેમણે ટાઈલ્સ ઉદ્યોગની ભઠ્ઠીમાં વપરાતી ઈંટો મોરબીથી લાવ્યા હતા. પોતાના નાના કારખાને જઈને ભઠ્ઠી બનાવી હતી.
સ્મશાનમાં જઈને બેસતા
સ્મશાન ભઠ્ઠી તૈયાર થઈ ગયા બાદ તેઓએ તે ભઠ્ઠી કેશોદમાં આપી અને તેઓ કેશોદમાં સ્મશાને જઈને મૃતદેહ આવે તેની રાહ જોઈ બેસતા હતા. મૃતદેહ આવે એટલે તેઓ દાહ કઈ રીતે આપવો તે શીખવાડતા હતા.
જૂનાગઢ સ્મશાનમાં
12-12-2017માં જૂનાગઢના સોનાપૂરી-સ્મશાન તેમણે બનાવેલી ભઠ્ઠી મૂકી હતી. કલેક્ટર રાહુલ ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય રાજપુતે મદદ કરી હતી. ઉપરનું ઢાંકણું દરેક વખતે ઉપરથી ઉપાડીને મૂકવું પડતું હતું. તે જોઈને ગુપ્તાએ તેને સુચન કર્યું કે આ રીતે દરેક અંતિમ સંસ્કાર વખતે ઉપરથી ઢાંકણું કાઢીને રાખવું તે અનુકૂળ નથી. તેમાં સુધારા કરો.
જૂનાગઢના સ્મશાનગૃહમાં તેઓ સતત એક મહિના સુધી મૃતદેહ સળગાવતા રહ્યાં હતા. કેશોદથી ભોજન લઈને સ્મશાન આવી જાય અને અહીં મૃત દેહ આવે તેની રાહ જોતા રહેતાં હતા. પછી સ્થાનિક લોકો તે શિખી ગયા અને જવાનું ઓછું કરી લીધું હતું.
ભઠ્ઠી તૂટી
જૂનાગઢમાં ભઠ્ઠી તૂટી. કોઈ બંધ પડી. ત્યાંથી ભઠ્ઠી લઈ જવાનો આદેશ કરવામાં આવ્યો હતો. કોઈ તે ભઠ્ઠી રાખવા તૈયાર ન હતા. કારણ કે તેના રીપેરીંગમાં અને મોડિફિકેશનમાં રૂપિયા 1 લાખનું ખર્ચ થાય તેમ હતું. જૂનાગઢના પત્રકારની મદદથી બામણસા ગામના સરપંચ ભઠ્ઠી પોતાના ગામમાં લઈ જવા સહમત થયા હતા. જ્યાં થોડા મોડિફિકેશન સાથે સ્મશાન ભઠ્ઠી 15 એપ્રિલ 2019 લગાવવામાં આવી હતી. અહીં ભઠ્ઠીના ઉપરના કવરને સ્લાઈડીંગથી ખસેડવા માટેનું મોડિફીકેશન કર્યું હતું. બામણાસા ગામમાં કથાકાર રમેશ ઓઝાએ સ્મશાન ભઠ્ઠીનું લોકાર્પણ કર્યુંહતું.
50 દિવસ સુધી કોઈનું મોત ન થયું
બામણાસા ગામમાં સ્મશાન ભઠ્ઠી મૂકી અને અશોકભાઈ રોજ સરપંચને ફોન કરતાં. પણ મોતના સમાચાર મળતા ન હતા. આમ તો ગામમાં વર્ષે 25 લોકોના મોત થતા હતા. પણ 50 દિવસ સુધી મૃતદેહ આવ્યો નહીં. કોઈ મરે તેની તેઓ રાહ જોતા હતા. પછી એક કેન્સરના દર્દીનું મોત થયું અને તેના મૃતદેહથી આધુનિક સ્મશાન ભઠ્ઠીનું ઉદઘાટન થયું હતું. તેઓ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા આવ્યા. તેની શોધ એક મૃત દેશથી પૂરી થઈ.
ગીતા પાઠ
સ્મશાનમાં ગીતાના બે અધ્યાયના પાઠ કરવાનું હિંદુ સંસ્કાર છે. 15 પુરુષોત્તમ યોગ અને 12મો ભક્તિ યોગ સ્મશાનમાં પઠન કરવાના હોય છે. પણ કોઈ બોલતું નથી.
સ્મશાનની આવરદા વધે
આગ બહાર નિકળતી ન હોવાથી બિલ્ડીંગમાં તે ગરમી કે ઘુમાડો પહોંચતો નથી. મોટાભાગના સ્મશાનના છાપરા લાકડાની ગરમીથી તૂટી ગયેલા હોય છે. આ નવી ભઠ્ઠીથી છાપરાની આવરદા વધી જાય છે. ગુજરાત સરકારે કે સ્થાનિક સરકારે 4-5 વર્ષે સ્મશાનની છાપરી સુધારવી પડે છે. જેની પાછળ ગુજરાતના 30 હજાર સ્મશાન સ્થળોમાં 10 હજાર જેટલા સ્મશાનગૃહનું કરોડો રૂપિયાનું મરામત ખર્ચ બચી જાય છે. કારણ કે ભઠ્ઠીથી ધુમાડો કે ગરમી સ્મશાનમાં નિકળતો નથી.
ઢકાઈ જાય એટલે દુખ ઓછું થઈ જાય છે. દરવાજા ખોલીને મૃતદેહને જોઈ શકાય છે.
હજુ સંશોધન ચાલુ
અર્જુનભાઈ સમય અને લાકડાંનો ઓછો ઉપયોગ થાય તે માટેના પ્રયાસો હજું ચાલું છે. સુધારા તેઓ કરી રહ્યા છે.
કોણે મદદ કરી
અર્જુભાઈના મામનો મૃતદેહમાંથી પ્રેરણા, અમદાવાદની સૃષ્ટિ સંસ્થા, જ્ઞાન સંસ્થા, આઈઆઈએમના અનિલ ગુપ્તા, રમેશ પટેલ, ગુજરાત ઈલોકોજી કમીશન, કશોદમાં જેડાની સહાય, જૂનાગઢ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે આ પ્રોજેક્ટમાં મદદ કરી છે. સૃષ્ટી સંસ્થાએ તેને આખી દુનિયામાં ઓળખ અપાવી છે. તેમણે ભઠ્ઠી બનાવી પણ તેમનો મૃતદેહ આ ભઠ્ઠીમાં નહીં બળે, અર્જૂનભાઈએ તેમનું શરીર હોસ્પિટલને દાનમાં આપી દીધું છે. તેમણે મુખ્ય પ્રધાન, વડાપ્રધાન, જેડા, વન વિભાગને પત્રો લખીને મદદ કરવા માટે અપીલ કરી છે. તેઓ મદદની રાહ જોઈ રહ્યાં છે. કારણ કે 2.50 લાખનું ખર્ચ માત્ર મહાનગર, જિલ્લા મથક, તાલુકા મથક પર જ થઈ શકે. મોટા ભાગના ગામમાં આટલું ખર્ચ કોઈ કરી શકે તેમ નથી. જેડા સંસ્થા વૃક્ષો બચાવવાના આ પ્રોજેક્ટમાં સૌથી વધું મદદ કરી શકે છે. જેડાની ભઠ્ઠીમાં આ ભઢ્ઢી કરતાં વધું લાકડા વપરાય છે. જેડા દ્વારા અપાતી ભઠ્ઠીમાં ગામ લોકોના અનુભવ પ્રમાણે 400 કિલો લાકડા જોઈએ છે. તેની ડિઝાઈન ખોટી છે. જેડા 78 બાય 33 ઈંચની ભઠ્ઠી આપે છે. તેની ડિઝાઈન ખોટી છે.
અર્જુનભાઈ પોતે આ ભઠ્ઠી ઓછા નફાથી આપવા તૈયાર છે
અર્જૂનભાઈ ઇંટોનું મશીન, પક્ષીઓ માટે પ્લાસ્ટિકની નકામી બોટલ્સ અને પ્લેટ્સમાંથી મોબાઇલ ચબૂતરા (બર્ડ ફીડર) બનાવી લોકોને મફતમાં આપે છે. પ્રકૃત્તિ, વૃક્ષ પ્રત્યેની સંવેદના ધરાવે છે.
અર્જુનભાઇના ફોન નંબર 09904119954 છે.