[:gj]અધિકારીઓ ધારાસભ્યોનું અને પ્રજાનું માન રાખતા નથી  [:]

[:gj]અધિકારીઓનું ધારાસભ્‍યઓ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, એમના પત્રના જવાબ ક્‍યારે મળવા જોઈએ, એમના પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ, એને અગ્રતા આપવા માટે અનેક પરિપત્રો કરવામાં આવ્‍યા છે પરંતુ સામાન્‍ય વહીવટ વિભાગ અને કેન્‍દ્ર સરકારના પરિપત્રોને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ જણાય છે. ધારાસભ્‍યોના પોતાના વિસ્‍તારમાં કોઈ સરકારી કાર્યક્રમ હોય તેમાં ધારાસભ્‍યોનો પ્રોટોકોલ જળવાતો નથી અને સરકારનો વહીવટીતંત્ર ઉપર કોઈ જાતનો અંકુશ ના હોય એવી પરિસ્‍થિતિનું નિર્માણ થાય છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ એવા ધારાસભ્‍યનું માન-સન્‍માન જળવાય અને સામાન્‍ય વહીવટ વિભાગના પરિપત્રોનું પાલન થાય અને જ્‍યાં પાલન ન થતું હોય તેવા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી ધારાસભ્ચ અમિત ચાવડાએ સરકાર સમક્ષ કરી હતી.

કેન્દ્રની મોદી સરકાર ગુજરાત માટે આટલું કરે તો પણ ઘણું

નર્મદાને રાષ્‍ટ્રીય યોજના જાહેર કરો,

પશ્‍ચિમ રેલ્‍વેનું વડુમથક અમદાવાદ ખસેડો,

ગીર જંગલ ફરતે રીંગ રોડ બનાવો,

સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદને સ્‍પેશ્‍યલ દરજ્‍જો આપો,

ગુજરાત-ગુજરાતીઓને લગતા પ્રશ્નો આજે કેન્‍દ્ર સરકારમાં પડતર રહ્‌યા છે. મોસાળમાં જમણવાર અને મા પીરસનારએમ આજે રાજ્‍ય અને કેન્‍દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં કેન્‍દ્ર સરકાર સમક્ષ ગુજરાતના પડતર રહેલા પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી. આ પ્રશ્નોના નિકાલ લાવવા માટે રાજ્‍ય સરકારે કેન્‍દ્ર સરકાર સાથે પરામર્શ કરવો જોઈએ તેવી માંગણી ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભામાં કરી હતી. [:]