[:gj]અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,પોલીસનું ટ્રાફીકની મેગા ડ્રાઇવઃપશ્ચિમમાં ૧૬ એકમો સીલ [:]

[:gj]

અમદાવાદ,તા.૨૩
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા મોડેમોડે પણસંયુકત ઝુંબેશ હાથ ધરીને પૂર્વમાં રખિયાલ અને પશ્ચિમમાં નહેરૂનગર આસપાસ કાર્યવાહી કરતા ગાંઠીયારથ સહીતના સોળ એકમો નોટિસ આપી સીલ કરાયા છે.
આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના પૂર્વ ઝોનમાં અસામાજિક તત્વોનો અડ્ડો માનવામાં આવતા રખિયાલમાં આવેલી અજીતમિલ કંપાઉન્ડથી રખિયાલ સુધી મેગા ડ્રાઈવ કરીને મુખ્ય રોડ પર કરવામાં આવેલા અસંખ્ય દબાણો દૂર કરાયા હતા.સાથે જ વાહનો પણ ટોઈંગ કરાયા હતા.આ કાર્યવાહીમાં રખિયાલ પોલીસ ઉપરાંત એચ.ડીવિઝનનો સ્ટાફ જોડાયો હતો.ઉપરાંત શહેરના નહેરુનગરથી નવરંગપુરા સુધી પશ્ચિમઝોન એસ્ટેટ દ્વારા સીલની કાર્યવાહી કરાઈ હતી.પશ્ચિમઝોનના એસ્ટેટ ઓફીસર ચૈતન્ય શાહે કહ્યુ,આ વિસ્તારમાં આવેલી દુકાનો,ઓફીસો સામે કાર્યવાહી કરાઈ હતી.જેમાં નહેરૂનગરમાં આવેલા ગાંઠીયારથને પણ રોડ પર પાર્ક કરવામાં આવતા વાહનોને લઈને નોટિસ આપી સીલ કરાયુ છે.નહેરુનગરમાં આવેલા ક્રીશ્ના સુઝુકી   શોરૂમને પણ સીલ કરાયો છે.કુલ સોળ જેટલા એકમો સીલ કરાયા છે.જે એકમોને સીલ કરાયા છે એમાં મેડીકલ સ્ટોર્સ,બેકરી ,શો-રૂમનો પણ સમાવેશ થાય છે.આ એકમોને દસ દિવસમાં તેમના દ્વારા વાહનોના પાર્કીંગ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે.આ મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે.પાર્કીંગ મામલે ચોકકસ બાંહેધરી આપવામાં આવ્યા બાદ જ આ એકમોના સીલ ખોલવા તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અગાઉ પણ પાર્કીંગ મામલે કાર્યવાહી કરાઈ હતી.આમછતાં આ એકમો આગળ જાહેર રોડ પર વાહનો પાર્ક કરાતા હતા.

પશ્ચિમઝોનમાં કયા એકમો સીલ કરાયા.

શહેરનાપશ્ચિમ ઝોનમાં શુક્રવારે જે એકમો સીલ કરાયા છે તેમાં હરીઓમ છોલેપુરી,આંબાવાડી,પ્લેટનેટ વુમન હોસ્પિટલ,આંબાવાડી,કભી ભી બેક સ્ટુડીયો,આંબાવાડી,તંઝીલ ન્યુટ્રીએશન સેન્ટર,આંબાવાડી,વીટીઈસીટીવીએસ,આંબાવાડી,ડીલાઈટ ભાજીપાઉ,આંબાવાડી,દત્ત રીફ્રેશમેન્ટ,આંબાવાડી,એલજી આર ગૃહ ઉદ્યોગ,આંબાવાડી ગાંઠીયારથ,નહેરૂનગર,ગીતા સમોસા,આંબાવાડી,ખ્યાતિ નિનોસ પ્રિ-સ્કૂલ નહેરૂનગર,વોડાફોન મોબાઈલ કેર,આંબાવાડી,કેરાલા ટી સ્ટોલ,આંબાવાડી,કચ્છી બર્ગર,આંબાવાડી અને લેમ્પસ પ્રિ-સ્કૂલ દર્પણ છ રસ્તાનો સમાવેશ થાય છે.

 

 [:]