[:gj]અમદાવાદ દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર સહેઝાદ ગેરલાયક ઠરશે ? [:]

[:gj]તોફાનોના ગુનામાં જેલમાં રહેલાં કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ પઠાણ પર ડીસ્કવોલિફાઈની તલવાર લટકી રહી છે. આગામી સામાન્ય સભામાં તેઓ ગેરહાજર રહેશે તો સતત ત્રણ સભામાં ગેરહાજર રહેવા બદલ તેમને ડીસ્કવોલીફાય કરવામાં આવી શકે છે. કોર્પોરેટર દ્વારા ગેરહાજરીનું કારણ લખીને મોકલ્યુ છે અને તેને મંજુર કરવાની દરખાસ્ત કરી છે. સામાન્ય સભામાં મેયર દ્વારા તેમની ગેરહાજરી મંજુર કરવામાં ન આવે તો તેઓ કોર્પોરેટર તરીકે ગેરલાયક થશે અને છ માસમાં પેટા ચૂંટણી યોજવી પડશે.

નાગરિકતાના સુધારા કાયદાને લઈને શાહઆલમમાં વિરોધ પ્રદર્શન વખતે પોલીસ પર પત્થરમારો કરાયો હતો. આ ઘટના બાદ પોલીસે શાહઆલમના કોર્પોરેટર શહેઝાદ પઠાણ સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ શહેઝાદ પઠાણ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહી શક્યા નહોતા.

ત્રીજી સામાન્ય સભામાં તેને હાજર રહેવું ફરજીયાત બન્યુ છે.  શહેઝાદ હજુ જેલમાં હોવાથી તે આગામી ર૯મીએ મળનારી સામાન્ય સભામાં હાજર રહી શકે તેમ ન હોવાથી તેણે ર૭મી નવેમ્બર, ર૦૧૯થી લઈને સળંગ ત્રણ બેઠકમાં ગેરહાજર રહેવા અંગેના કારણો મોકલી આપ્યા છે. ગેરહાજરી મંજુર કરવા બોર્ડને પ્રસ્તાવ કર્યો છે.

ભૂતકાળમાં કુખ્યાત લતીફ પણ કોર્ટના ઓર્ડર સાથે જેલમાંથી સામાન્ય સભામાં હાજરી આપવા માટે આવતો હતો. હસનલાલા પણ જેલમાંથી બોર્ડની મીટીંગમાં આવતા હતા. ગજુખાન પણ જેલમાં હોઈ તેમણે પણ અરજી કરી હતી.  તે માન્ય રાખવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેઓ સળંગ ત્રણ બેઠકમાં હાજર ન રહેતા તેમને ડીસ્કવોલીફાઈડ કરવામાં આવ્યા હતા.[:]