[:gj]ઊંઝા યાર્ડ કરોડથી વધુના ટર્ન ઓવર પર બે ટકા ટીડીએસના વિરોધમાં પડ્યું[:]

[:gj]મહેસાણા, તા.૨૯

કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સેક્શન 194(એન) મુજબ એક કરોડ રૂપિયા કરતાં વધારે વાર્ષિક રોકડ ઉપાડ પર 2% ટીડીએસની જોગવાઇનો 1લી સપ્ટેમ્બરથી અમલમાં આવનાર છે. જોકે, હાલ બેંકોમાં તેના વિશે આરબીઆઈદ્વારા માહિતી અપાઇ નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ પાકી માહિતી ન હોવાથી વેપારીઓની મુંઝવણરૂપ આ કાયદાની સાચી માહિતી ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ઊંઝા માર્કેડયાર્ડમાં તમામ ખેતપેદાશોનો ખરીદ-વેચાણનો વેપાર બંધ રાખવામાં આવશે. આ નિર્ણય ઊંઝા માર્કેડયાર્ડ વેપારી એસોસીએશનની 26મીએ મળેલી જનરલ સભામાં લેવાયો હતો.

માર્કેટયાર્ડના વા.ચેરમેને કહ્યું કે, બેંકોના વ્યવહાર સરકારના આદેશ મુજબ જરૂરી હશે, પણ ખેતઉપજના વેપાર ઉપર છૂટછાટ આપવી જોઈએ. તેમજ એક વેપારી-ખેડૂત જણાવ્યું કે જીએસટીબાદ ટીડીએસમાટે કટિબદ્ધ થયેલી સરકાર એમ કેમ વિચારતી નથી કે, ખેડૂત સાથે ખરા પરસેવાની રકમ કોઈ ખોટો ચેક આપી છેતરપિંડી કરી જશે તો શું સરકાર એના માટે પોલીસ સ્ટેશન કે કોર્ટના ધક્કા ખાશે, આનાથી ખેડૂતને તો નુકસાન જ છે. ઊંઝા માર્કેટયાર્ડના કાચામાલના પ્રમુખ જિગ્નેશ પટેલના જણાવ્યા મુજબ, 1 હજાર ઉપરાંત કાચામાલના લાઇસન્સ ધારકોની સંમતિથી તેમજ ખેડૂતોના હિતને લઈ આ નિર્ણય લેવાયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક એક કરોડના રોકડ વ્યવહારો ઉપર બે ટકા ટીડીએસ નાંખવાના નિર્ણયના વિરોધમાં મહેસાણા માર્કેટયાર્ડ વેપારી એસોસીએશન દ્વારા પણ 1લી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દત માટે હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વેપારી એસો.ના પ્રમુખ કાન્તિ પટેલે જણાવ્યું કે, વેપારીઓએ આગળના હિસાબોના બાકી નીકળતાં ચેક જે-તે સંબંધિતને આપી દેવાના રહેશે. ટીડીએસ લાગુ કરાતાં વેપારીઓને નુકસાન વેઠવાનું આવી શકે છે. તા.1થી હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોનો માલ માર્કેટયાર્ડમાં ઉતારવાની છૂટ છે, પણ તોલ કરવાની અને ખરીદીની મનાઇ છે.

ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેનદિનેશ પટેલે કહ્યું કે, ઊંઝા માર્કેટયાર્ડ સમિતિ હંમેશા ખેડૂત અને વેપારીઓના હિતમાં ઊભી જ છે. સરકારના નિર્ણયનો અભ્યાસ અને માર્ગદર્શન બાદ વેપારીઓ આગળ વધે તેવી અપેક્ષા છે.

 [:]