[:gj]ગુજરાત – ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, કલીન એનર્જી , ઉચ્ચશિક્ષણ, પ્રવાસન, સાંસ્કૃતિક જેવા ક્ષેત્રે આદાન પ્રદાન [:]

[:gj]ગાંધીનગર,તા.21 અમેરિકાના ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યોછે.આ સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ,કલીનએનર્જીહાયર એજ્યુકેશનટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર – રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની મૂલાકાતે આવેલા ન્યૂજર્સીના ગવર્નરને આવકારતાં એમપણ કહ્યું કે ગુજરાતી સમૂદાયો ન્યૂજર્સીમાં ઘણા લાંબા સમયથી વસેલા છેએટલું  નહિત્યાંની આર્થિક ગતિવિધિઓમાં પણ ગુજરાતીઓનું મહત્વપૂર્ણ પ્રદાન છે.

ન્યૂજર્સીના ગવર્નર ફિલીપ મૂર્ફીએ મુખ્યમંત્રીને ન્યૂજર્સીની મૂલાકાત લેવાનું આમંત્રણ પાઠવ્યુંહતુંતેમણે ગુજરાતી સમૂદાયોના ન્યૂજર્સીના આર્થિક વિકાસમાં યોગદાનની પુષ્ટિ કરી હતી અનેતેમના  પ્રવાસ ડેલીગેશનમાં ગુજરાતી મૂળનાવ્યકિતઓ પણ જોડાયા છે.

ફિલીપ મૂર્ફીએ  ગુજરાતમાં ફાયનાન્સિયલ સર્વીસીસના આર્થિક ગતિવિધિના અતિ ઝડપેવિકસી રહેલા ક્ષેત્ર સહિત ફાર્માસ્યુટિકલ્સઆઇ.ટી., રિયલ એસ્ટેટ અને વેપાર ક્ષેત્રે રોકાણોમાટે સહભાગીતા અંગે ઊંડો રસ દાખવ્યો હતો.

તેમણે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના સંગીન માળખાને પરિણામે વેપાર –રોકાણોની સરળતાની સરાહના કરી હતી.  મુખ્યમંત્રીએ ન્યૂજર્સીના ગવર્નરશ્રીએ ન્યૂજર્સી મૂલાકાત માટે આપેલાઆમંત્રણનો સ્વીકાર કર્યો હતો.

રૂપાણીએ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી પોલીસીઝઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને રાજ્યસરકાર દ્વારા રોકાણકારોને અપાતી રાહતોની ભૂમિકા આપી હતીતેમણે કેન્દ્રીયનાણાંમંત્રીએકોર્પોરેટ ટેક્ષમાં ઘટાડાની તાજેતરમાં કરેલી ઘોષણા વિશે પણ ન્યૂજર્સીના ગવર્નરને માહિતગાર કર્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કેગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફટ)ના માધ્યમથી વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરટેક્ષ રિલેક્ષેસન અને અન્ય તકો ગુજરાત વિદેશના રોકાણકારોને પૂરી પાડેછે.

રૂપાણીએ ગુજરાતમાં એડવાન્સ એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચરના સંદર્ભમાં ન્યૂજર્સીનીયુનિવર્સિટીઝ સાથે આપસી સંયોજનની જરૂરિયાત દર્શાવી હતી.

 મૂલાકાત બેઠક દરમ્યાન લોજિસ્ટીકસટ્રાન્સપોર્ટેશન અને પોર્ટ લેડ ડેવલપમેન્ટ સહિતનાવિષયે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

 [:]