[:gj]ચિરાગની હત્યા ભાજપના સાંસદે કરાવી હોવાનો આરોપ [:]

[:gj]શહેરના એક ખાનગી ન્યુઝ ટીવી ચેનલના કોપી એડિટર ચિરાગે પટેલનું રહસ્યમય મોત થયું તે અંગે તેમના કુટુંબ દ્વારા ઘટસ્ફોટ કરાયો છે કે, ચિરાગે બે સાંસદનું લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ ભંડોળ ક્યાં ક્યાં વપરાયું તેની આરટીઆઇમાં માહિતી માગી હતી. તેની હત્યા કોઇ સાંસદે કરાવી છે.

બીજી બાજુ પોલીસનું કહેવું છે કે, તેણે આપઘાત કર્યો હોવાની 70 ટકા શક્યતા છે. પોલીસ કમિશનરે ગંભીર કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દીધી છે. છ આઇપીએસ, ૨ એસીપી સહિતના અધિકારીઓ પાંચ દિવસ બાદ પણ મહત્વની કોઈ કડી મેળવી શક્યા નથી. હજુ સુધી મોબાઇલ પણ પોલીસ શોધી શકી નથી. લોકેશન ત્યાં જ મળતું હોવાનું રટણ કરી રહી છે. હત્યા અને આપઘાત બંને દિશામાં તપાસ ચાલતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દરમિયાનમાં મૃતક ચિરાગના ભાઇ જૈમિને આક્ષેપ કર્યો હતો કે મારા ભાઈની હત્યા થઈ છે. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે સાંસદના ભંડોળ સહિત અન્ય આરટીઆઇ કરીને ચિરાગ માહિતી માંગતો રહેતો હતો. જેના દસ્તાવેજો પણ પોલીસ જપ્ત કર્યા છે. સાંસદનું કોઇ કૌભાંડ કે પછી અન્ય ભંડોળની વિગતો જાહેર ન થાય તે માટે હત્યા કરાઇ હોવાની શંકા પરિવારે સેવી હતી.

હત્યાને આપઘાતમાં ખપાવવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાંસદને બચાવવા માટે મેદાને આવી ગયા હતા. આખરે આ કેસમાં સ્થાનિક ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ કામગીરી જોઇ પોલીસ કમિશનરે હત્યાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દીધી છે. ક્રાઇમ બ્રાંચ આ કેસમાં ગુનો જલ્દી ડિટેકટ કરી ઊંડાણપૂર્વક તપાસ કરે તે હેતુથી તપાસ આપવામાં આવી છે.[:]