[:gj]ટપક સિંચાઈમાં, સોનાના મંદિરમાં અને માંસાહારમાં પ્રતિબંધમાં અંબાજી આગળ [:]

[:gj]વિશ્વમાં આજે હેપીનેસ ઇન્‍ડેક્ષની ચર્ચા છે ત્‍યારે ખુશહાલીના આ માપદંડ માટે સમગ્ર દેશ ગુજરાત રાજ્ય છે. ૭૦માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના યજમાન બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી અને દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથને વેજિટેરીયન ઝોન-નોનવેજ પ્રતિબંધિત વિસ્‍તાર જાહેર કરવામાં આવ્યો છે. આ બન્ને યાત્રાધામના ૫૦૦ મીટર વિસ્‍તારમાં માંસાહાર પ્રતિબંધ રહેશે.
રાજ્યના ૯૬ જેટલાં અસરગ્રસ્‍ત-અછતગ્રસ્‍ત વિસ્‍તારોમાં ફેબ્રુઆરી થી જૂન મહિના સુધી પાંજરાપોળ ગૌશાળાના અબોલ પશુજીવો માટે અપાતી પશુદીઠ સહાય પણ રૂા. ૨૫ થી વધારીને ૩૫ કરવાનું નક્કી કરાયું છે. હવે ડ્રીપ ઈરિગેશન ક્ષેત્રે  ગુજરાતમાં બનાસકાંઠા જિલ્‍લો મોખરે છે.
યાત્રાધામ અંબાજી નગરને ધરોઈ ડેમમાંથી મળતા પાણી, ઉપરાંત સ્થાનિક સોર્સ ઊભા કરવા માટે રૂ. ૧૧.૭૮ કરોડની
પાણી પૂરવઠા સુવિધા અદ્યતન કરવામાં આવશે. મા અંબાના ગબ્બર પર દર્શને જતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગબ્બર
પગથિયાનું નવિનીકરણ, શૌચાલય, પરબ, CCTV, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને અન્ય સુવિધાઓ રૂ. ૧૭ કરોડના ખર્ચે
વિકસાવાશે.

બે હજારથી વધુ યાત્રાળુઓ એક સાથે ભોજન લઇ શકે તેવા નવીન પ્રસાદગૃહનું રૂ. ૨૭ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. આ ઉપરાંત ૫૧ શક્તિપીઠ પૈકીનું અંબાજી મંદિર સુવર્ણ શિખર ધરાવે છે અને હવે ઘુમ્‍મટ મંડપના શિખરો પણ સુવર્ણ મંડિત થશે.

સોલાર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરવા યાત્રાધામ અંબાજીને સોલાર રૂફ ટોપથી સજ્જ
કરીને ૯૮ કિલોવોટની સિસ્ટમ ફીટ કરવામાં આવી છે.  અંબાજી મંદિરના વિજળીના ખર્ચમાં વાર્ષિક રૂ. ૧૨ લાખ જેટલી બચત થશે. વાઇબ્રન્‍ટ સમિટમાં રૂા. ૧૫૦ કરોડના ખર્ચે જે એમ.ઓ.યુ. થયો છે એમાં ભારતમાં પહેલ વહેલો સ્કાયવૉક – ગ્લાસ કેબિન સાથે ગબ્બર પર બનવાનો છે. એટલું જ નહીં, અંબાજી મંદિરથી ગબ્બર જવા માટે હવે સ્કાયવૉક સુધી પહોંચવા અંબાજી મંદિરથી જ ટુ-વે રોપ-વે લૅન બનવાની છે. ૫૧ શક્તિપીઠની પ્રતિકૃતિ આ ગબ્બર પરિસરમાં છે તેના દર્શન કરવા માટે પણ આવી મૂવિંગ રોપ-વે ચૅરની સગવડ મળવાની છે.
જિલ્લામાં ૧૪૦ ગૌશાળા-પાંજરાપોળમાં રહેલા ૬૫ હજાર પશુઓ માટે રૂા.૭ કરોડ ૮૩ લાખની સહાય આપી છે. આખા રાજ્યમાં અઢી લાખ પશુજીવોને માટે ૩૦ કરોડની સહાય આપી છે.[:]