ટિકિટ માટેનું મુખ્ય માપદંડઃ ભ્રષ્ટ, પક્ષપટલુઓ અને બે પત્ની ધરાવનારાની પ્રથમ પસંદગી

ગાંધીનગર, તા. 30

ગુજરાતની છ વિધાનસભાની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે.  બન્ને રાજકીય પક્ષોએ પસંદગીની પ્રક્રિયામાં સ્થાનિક કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવી છે.  ભાજપ કે કોંગ્રેસે પરિવારવાદ નથી ચલાવ્યો પણ મોટા પરિવાર ધરાવતાં કે બે પત્ની ઘરાવતાં ઉમેદવારોને ટિકિટ આપી છે. કેટલાંકને કાયદેરની બે પત્ની છે તો કેટલાક લીવ ઈન રીલેશનમાં રહે છે. કેટલાંકને તો પ્રમિકા છે. ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તેના કારણે પ્રદેશ નેતાગીરી પણ અચંબામાં મૂકાઈ ગઈ હતી.

ભાજપે પક્ષપલટુઓને અને નેતાઓના જૂથને વધારે ટિકિટ આપી છે. કોંગ્રેસે પણ આયાતી ઊમેવારને ટિકિટ આપી છે.

કોણ કપાયુંકોને ટિકિટ મળી

બેઠક                           કોને ટિકીટ મળી                                કોણ કપાયું

થરાદ                          જીવરાજ પટેલ                          શૈલેષ પટેલ, શંકર ચૌધરી

ખેરાલુ                          અજમલ ઠાકોર                         રમીલા દેસાઈ, રામસિંહ ડા

લુણાવાડા                       જિજ્ઞેશ સેવક                            દિનેશ પટેલ

અમરાઈવાડી                   જગદીશ પટેલ                          ઋત્વિજ પટેલ, અમૂલ ભટ્ટ,

કમલેશ પટેલ, અસિત વોરા

રાધનપુર                       અલ્પેશ ઠાકોર                           —

બાયડ                          ધવલસિંહ ઝાલા                         અદેસિંહ ચૌહાણ

તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ ટીકિટ માટે કમઠાણ જામ્યું હતું. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સમક્ષ ટિકીટનો દાવો કરનારા પૈકીનાને જ ટિકીટ આપવામાં આવી હોવાનું જોવા મળે છે.

કોંગ્રેસના ઉમેદવારો

બેઠક                   કોને ટિકીટ મળી                                કોણ કપાયું

થરાદ                  ગુલાબસિંહ રાજપૂત                     માવજી ચૌધરી, અંબાલાલ સોલંકી

ખેરાલુ                  બાબુજી ઠાકોર                          આશા ઠાકોર, મુકેશ ચૌધરી

લુણાવાડા               ગુલાબસિંહ ચૌહાણ                      પી. એમ. પટેલ

અમરાઈવાડી           ધર્મેન્દ્ર પટેલ                            કનુ પટેલ

રાધનપુર               રઘુ દેસાઈ                              ગોવિંદ ઠાકોર

બાયડ                  જશુ પટેલ                              માનવેન્દ્રસિંહ