[:gj]લુખ્ખા તત્વ સામે મુકપ્રેક્ષક બની ગયેલા ધારાસભ્ય બલરામ થાવાણીનો વીડીયો વાયરલ [:]

[:gj]અમદાવાદ, તા.14

શહેરનો સરદારનગર વિસ્તાર દારૂ અને બુટલેગરો માટે કુખ્યાત છે. આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી પણ થોડા સમય અગાઉ પાણી ફરિયાદ કરવા આવેલી મહિલાને જાહેરમાં માર મારીને બળૂકા બન્યા હતા. પરંતુ આ જ ધારાસભ્ય સ્થાનિક લૂખ્ખા તત્વ એવા બાબા દાઢી સામે મુકપ્રેક્ષક બનીને ઊભા રહ્યા હતા તેવો વીડિયો વાયરલ થયો છે. આવા લૂખ્ખા તત્વોને સરદારનગર પીઆઇ જાદવ પાળી પોષી રહ્યા તો નથી ને? તેવો પણ સવાલ સ્થાનિક જનતામાં ઊભો થયો છે.

થવાણી લુખ્ખા તત્વ સામે મુકપ્રેક્ષક બની ગયા

શહેરના કુબેરનગર વિસ્તારમાં થોડા દિવસો અગાઉ થયેલ એક ઝઘડાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં દારૂ પીધેલા શખ્સ નરેશ શર્મા ઉર્ફે બાબા દાઢીએ અન્ય એક ગાડીને ટક્કર મારી હતી. જેના બચાવમાં સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી દોડી આવ્યા હતા અને તેમણે નરેશનો બચાવ કર્યો હતો. જેના કારણે લોકોએ ધારાસભ્ય થાવાણીની વિરુદ્ધમાં હાય હાયના નારા પણ લગાવ્યા હતા.

સરદારનગર વિસ્તાર દારૂના ધંધાર્થીઓ અને બુટલેગરો માટે સ્વર્ગ સમાન ગણાય રહ્યો છે. સરદારનગર વિસ્તારની જનતા તો પહેલેથી બુટલેગરોના ત્રાસથી ત્રસ્ત થઈ રહી છે. આ સંજોગોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સરદારનગર વિસ્તારનો એક સ્થાનિક લૂખ્ખો બાબા દાઢી ભાજપના સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી હાજરીમાં પોલીસ અધિકારીને ધમકી આપી રહ્યો છે. વીડિયોમાં બાબા સિંધી પોલીસ અધિકારીને ધમકી આપી રહ્યો છે કે, એમએલએ સાહેબ છે ને, એને ખ્યાલ છે ને, તેના ઉપર કરીશ, આનો ફોન છેલ્લે આવ્યો છે. હું પીધેલો છું ને, તમારે મારા ઉપર ફક્ત પીધેલાનો કેસ કરવાનો છે? એનસીનો કેસ કરવાનો, હું કરીશ, શું કરવાનું મારા ઉપર પીધેલાનો કેસ કરવાનો, આ મારો ભાઈ છે, આ બધા મારી સાક્ષીમાં છે બાકી કઈ કરવાનું નથી. 200 જણા મારી સાક્ષીમાં છે, તેમ કહીને ધારાસભ્ય બલરામ થાવાણીની ઉપસ્થિતિમાં પોલીસ અધિકારીને ધમકાવી રહ્યો છે.

આ વીડિયોમાં આ લૂખ્ખો બાબા દાઢી ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના ખભા ઉપર એક હાથ મૂકીને બીજા હાથથી ચપટી વગાડતો વગાડતો પોલીસ અધિકારીને ધમકાવી રહ્યો છે. જ્યારે ધારાસભ્ય આ લૂખ્ખા તત્વની સામે મૂક પ્રેક્ષક બનીને ઊભા રહ્યા હતા.

આ બાબા દાઢી ધારાસભ્યની હાજરીમાં પોલીસ અધિકારીને ધમકી આપી રહ્યો છે, તો સામાન્ય જનતાની શું હાલત અને દશા કરતો હશે તે તો વિચારવું જ રહ્યું.

શું સરદારનગર પીઆઇ જાદવ નવા ગુંડાને પેદા કરી રહ્યા છે?

આવા લૂખ્ખા તત્વો ધારાસભ્યની હાજરીમાં પોલીસ અધિકારીને ધમકાવી રહ્યા છે. ત્યારે સરદારનગર પોલીસ મથકના પીઆઇ સી. આર. જાદવ પણ ધારાસભ્યની જેમ મૂક પ્રેક્ષક બનીને બેસી રહીને નવા ગુંડાને પેદા કરશે કે શું? કારણ કે, વીડિયોમાં આ લૂખ્ખો ભાજપના ધારાસભ્યના ખભા ઉપર હાથ મૂકીને પોલીસને ધમકાવે છે અને ધારાસભ્યનો બાપ હોય તેવું વર્તન કરી રહ્યો છે. તેવો સવાલ સરદારનગરની જનતામાં ચર્ચાઇ રહ્યો છે.

ધારાસભ્ય થાવાણીએ જાહેરમાં અરજદાર મહિલાને મારી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભાજપના આ ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાને ત્યાં પાણી અંગે રજૂઆત કરવા આવેલી મહિલાના વાળ પકડીને સરાજાહેર મારપીટ કરી હતી. આ વિવાદ વકરતા ધારાસભ્ય થાવાણીએ મહિલાની પાસે રાખડી બંધાવીને બહેન બનાવી લીધાનું નાટક પણ કર્યું હતું. આ ધારાસભ્ય પોતાની પાસે રજૂઆત કરવા આવેલી મહિલા સામે બળૂકા બન્યા હતા. તે જ ધારાસભ્ય લૂખ્ખા બાબા સિંધી સામે મુકપ્રેક્ષક બની રહ્યા હતા.

ભાજપના રાજમાં ગુંડા તત્વોની બોલબાલા

આ ઘટના પરથી એક વાત તેવી સાબિત થઈ રહી છે કે, ભાજપ સરકારના રાજમાં બાબા દાઢી જેવા લૂખ્ખાઓની બોલબાલા વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે. આવા લૂખ્ખા તત્વોને પાળી પોષીને મોટા માથાભારે તત્વો કે ગુંડા બનાવીને તેની બોલબાલા વધારવામાં આવતી હોય તેવી છાપ સામાન્ય જનતામાં ઉપસી રહી છે[:]