[:gj]વડી અદાલતે નોટિસ આપી, બાબરાની ભુગર્ભ ગટરની કામગીરીની તપાસ શરૂ[:]

[:gj]બાબરામાં છેલ્‍લા બે વર્ષથી ભુગર્ભ ગટર પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ દ્વારા કોન્‍ટ્રાકટર ઘ્‍વારા નબળી કામગીરી કરી મસમોટો ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો હોવાનું પાલિકા પ્રમુખ વનરાજ વાળા દ્વારા કહેવામાં આવ્યું હતું. પાણી પુરવઠા વિભાગ અને જીયુડીસીને લેખિતમાં અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. જવાબદાર અધિકારી અને કોન્‍ટ્રાકટર વિરૂઘ્‍ધ યોગ્‍ય તપાસ તેમજ નકકર કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરી હતી.

કાર્યવાહી ન થતાં પાલિકા પ્રમુખે શહેરનાં હિત માટે અને યોગ્‍ય ન્‍યાય મળે તેવા હેતુ સાથે ગુજરાતની વડી અદાલતમાં જાહેર હીતની અરજી કરી દાવો લાખલ કર્યો હતો હવે તેના સંદર્ભમાં નોટિસ આપવમાં આવી હતી.  ભુગર્ભ ગટરની વાસ્‍તવિક પરિસ્‍થિતિને પુરતો રિપોર્ટ કરવા 28 ફ્રેબ્રુઆરી 2019માં હાજર થવા જણાવ્‍યું છે.

બાબરા નગરપાલિકા પ્રમુખે જણાવ્‍યું હતું કે, રાજય સરકાર ઘ્‍વારા ભુગર્ભ ગટરના કામ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્‍યા છે પણ અધિકારીઓ અને કોન્‍ટ્રાકટર ઘ્‍વારા મિલીભગતથી નબળુ કામ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર આચરી પોતાના ગજવા ભરી રહૃાા છે.

બાબરા શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરીમાં સેફટી ટેન્‍ક તૂટી ગયેલ છે. હાઉસ કનેકશન આપવામાં આવ્‍યા નથી. સેફટીટેન્‍કમાં માત્ર માટી પુરી પુરાણ કરવામાં આવ્‍યું છે. મોટાભાગના વિસ્‍તારોમાં ડ્રેનેજ પાઈપની કામગીરી અધુરી છે, કુંડીના ઢાંકણા ખુલ્‍લા અને તુટેલા છે જેના કારણે ગટરનું પાણી રસ્‍તાઓ પર વહે અને લોકોને હાડમારી ભોગવવાનો વારો આવે છે. રાજય સરકાર સ્‍વચ્‍છતા સર્વેક્ષણ કરે છે તો બીજી તરફ ભુગર્ભ ગટરના કારણે શહેરમાં ગંદકી સર્જાય છે. જેમાં લોકો બીમારીનો ભોગ બને, માખી અને મચ્‍છરોનો ઉપદ્રવ વધી રહૃાો છે.

શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી નબળી અને અધુરી કરવામાં આવી છે તે વાસ્‍તવિકતા છે તેમ છતાં મોટાભાગનું પેમેન્‍ટ પણ ચુકવી દેવાયું છે. પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા આ રીતે વેડફવા નહી દેવાય.[:]