ગાંધીનગર, 3 એપ્રિલ 2021
તાલાલા અને ગીરમાં પાકતી સુગંધી રસીલી કેસર કેરી 35 લાખ આંબા પર કેરી મોડી આવી છે. છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. આ વખતે પણ આગલા વર્ષની જેમ 50 ટકા સુધી ઉત્પાદન રહેશે. ઠંડી અને ઝાકળના કારણે ફાલ મોડો બેઠો હોવાથી કેસર કેરી બજારમાં મોડી આવશે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં આવતી કેરી એપ્રિલના બીજા અઠવાડિયામાં આવે એવી ધારણા ખેડૂતોની છે. 2020માં 11 મેના દિવસે રાજકોટમાં કેસર કેરી આવવાનું શરૂ થયું હતું. 9 કિલોના બોક્સના 500થી 900 સુધી રહ્યાં હતા,
સૌરાષ્ટ્રમાં 39 હજાર હેક્ટરમાં કેરીના બગીચા છે. જેમાં 99 ટકા કેસર કેરીના બગીચા છે. સાથે કચ્છના 10 હજાર હેક્ટર અને દક્ષિણ તથા ઉત્તર ગુજરાતના મળીને 12 હજાર હેક્ટરના બગીચા કેસર કેરીના ગણવામાં આવે છે. આમ કેસના કુલ 60 હજાર હેક્ટરમાં બગીચા છે. 4થી 5 લાખ ટન કેસર કેરી પાકતી હોવાનો અંદાજ છે. આ વર્ષે 4 લાખ ટન કેસર કેરી ગુજરાતના બગીચાઓમાં પાકશે.
ખેડૂતો હવે પોતે જ પોતાની બ્રાંડ નેમ સાથે કેરી બજારમાં મૂકતાં થયા હોવાથી તેની સારી માંગ ઊભી થઈ છે. ગયા વર્ષે 225 બ્રાંડ હતી આ વર્ષે 2021માં 300 બ્રાંડ નામથી કેરી વેચાવા આવશે. જે બોક્સ પેકીંગ પર જ નામ મૂકવામાં આવે છે. બ્રાંડ કેરીના વધું ભાવ મળે છે.
તાલાલા બ્રાંડ પહેલા પ્રખ્યાત હતી. 9 કિલોના બોક્સ પર 10 કિલોનો ભાવ લઈને તે કેરી વેચાતી હતી. તાલાલામાં 13 હજાર હેક્ટરમાં કેસર કેરીના બગીચા છે. બીજા 13 હજાર હેક્ટર આસપાસના વિસ્તારોમાં થઈ ગયા છે. તેઓ હવે પોતાના ગામ કે ફાર્મના નામ પરથી બ્રાંડ વેચે છે. બોક્સની છપાઈ મોટા ભાગે થઈ ગઈ છે.
આવી બ્રાંડમાં ગામના નામ ઊના, ભાખા, માળિયાહાટીના, ધોરાજી, જૂનાગઢ, જામવાળા, સામતેર, ખોરડી, કોડિનાર જેવી બ્રાંડ પ્રખ્યાત થઈ ગઈ છે.
કેરીમાં તાલાલા સૌથી મોટું કેન્દ્ર છે. તેની આસપાસ 13 હજાર હેક્ટરમાં 17 લાખ આંબા હોવાનું અનુમાન છે.
હોળીના તહેવારો બાદ અથાણાની કેરી આવવાનું શરૂં થઈ ગયું છે. અમદાવાદમાં બહારના રાજ્યોની કેરી આવવા લાગી છે. હાફુસ કેરી આવી તેનો ભાવ કિલોના રૂપિયા 100થી 300 સુધી છે.
જૂનાગઢમાં કેસર કેરી હવે 250 પ્રોસેસિંગના કારખાનામાં મોટાભાગે જવા લાગી છે. ખેડૂતો પોતે જ રસ કાઢે છે. ડબ્બામાં પેક કરીને મોલ કે કંપનીઓને આપે છે. પલ્પ તૈયાર કરીને 18 ડીગ્રી નીચા તાપમાને તેને સાચવે પણ છે. હવે પેપ્સી કો કેસર કેરી ખરીદ કરે એવી શક્યતા છે.
1931માં જૂનાગઢના રાજાએ કેસર કેરી વાવી હતી. તેનો રંગ કેરસી હોવાથી 1934માં કેસર નામ આપવામાં આવ્યું હતું.
50 દિવસની સીઝન કેરીની હોય છે. જેમાં રૂપિયા 100 કરોડનો વેપાર થઈ જાય છે.
તાલાલા કેરી બજારમાં 7 લાખથી 11 લાખ બોક્સ સુધીની આવક થઈ હતી. એક બોક્સમાં કાચો માલ 10 કિલો હોય છે. ભાવ રૂપિયા 210થી 310 પડેલા હતા. 10 લાખ પેટીના વેપારમાં 1 કરોડ કિલો કેરી પાકે છે.
ગુજરાતમાં કુલ 1.66 લાખ હેક્ટરમાં કેરીના બગીચા છે. જેમાં કુલ 12 લાખ ટન કેરી 2018-20માં પાકી હતી. આ વખતે એટલી કેરી પાકે એવી ધારણા છે.
ગુજરાતમાં કેરીના બગીચા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેસર કેરી પાકે છે | ||||||
2019-20 | 2019-20 | |||||
ખેતીની | હેક્ટર | ઉત્પાદન | ||||
જિલ્લો | કૂલ જમીન | વાવેતર | મેટ્રિક ટન | |||
સુરત | 251300 | 10049 | 65319 | |||
નર્મદા | 113000 | 3575 | 26634 | |||
ભરૂચ | 314900 | 2933 | 24931 | |||
ડાંગ | 56500 | 5188 | 35382 | |||
નવસારી | 106800 | 33504 | 294835 | |||
વલસાડ | 164300 | 36435 | 247758 | |||
તાપી | 149100 | 5962 | 53360 | |||
દક્ષિણ ગુ. | 1663700 | 97646 | 748218 | |||
અમદાવાદ | 487400 | 283 | 1384 | |||
અણંદ | 183800 | 2255 | 14207 | |||
ખેડા | 283500 | 620 | 6721 | |||
પંચમહાલ | 176200 | 1720 | 10492 | |||
દાહોદ | 223600 | 3062 | 16106 | |||
વડોદરા | 304700 | 4142 | 28414 | |||
મહિસાગર | 122400 | 831 | 4853 | |||
છોટાઉદેપુર | 206600 | 2080 | 13728 | |||
મધ્ય ગુ. | 1988200 | 14993 | 95904 | |||
બનાસકાંઠા | 691600 | 616 | 3240 | |||
પાટણ | 360400 | 105 | 540 | |||
મહેસાણા | 348100 | 1049 | 5245 | |||
સાબરકાંઠા | 271600 | 425 | 2155 | |||
ગાંધીનગર | 160200 | 1101 | 6804 | |||
અરાવલી | 202700 | 807 | 3720 | |||
ઉત્તર ગુજ. | 2034600 | 4103 | 21704 | |||
કચ્છ | 733500 | 10475 | 64421 | |||
સુરેન્દ્રનગર | 621000 | 250 | 1125 | |||
રાજકોટ | 536300 | 75 | 580 | |||
જામનગર | 366200 | 460 | 2806 | |||
પોરબંદર | 110900 | 355 | 2947 | |||
જૂનાગઢ | 358700 | 8675 | 58123 | |||
અમરેલી | 538200 | 7291 | 62630 | |||
ભાવનગર | 454700 | 5875 | 48271 | |||
મોરબી | 347000 | 88 | 562 | |||
બોટાદ | 199700 | 4 | 21 | |||
સોમનાથ | 217000 | 16005 | 114436 | |||
દ્વારકા | 229600 | 87 | 542 | |||
સૌરાષ્ટ્ર | 3979300 | 39141 | 292043 | |||
ગુજરાત કૂલ | 9891500 | 166358 | 1222291 |
આ પણ વાંચો