[:gj]6 વર્ષમાં અમદાવાદ મહા નગરપાલિકાની શાળામાંથી 33 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી [:]

[:gj]

અમદાવાદ નગર પ્રાથમિક શાળાઓના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન 12 જાન્યુઆપી 2020માં રાખવામા આવ્યું તેમાં શાળાઓની અધોગતિ અંગે કોઈએ એક શબ્દ કહ્યો ન હતો.

અમદાવાદ, 10 જાન્યુઆરી, 2020

અમદાવાદ મહાનગર પાલિકા – અમપા -ના સ્કૂલ બોર્ડે હાઈટેક અને સ્માર્ટ શિક્ષણ પર ભાર મૂકતાં આગામી નાણાકીય વર્ષ માટે 687 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું પણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા છ-વર્ષોમાં 32,924 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. 21 ટકા વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. દર વર્ષે 3.50 ટકાનો ઘટાડો થયો છે. જો કે ખરેખર તો દર વર્ષે તેમાં વિદ્યાર્થીઓનો વધારો થવો જોઈતો હતો. તે હિસાબે વર્ષે 5 ટકા વિદ્યાર્થીઓ અમપાની શાળામાં ઘટી રહ્યા છે. જે ભાજપના મેયર – નગરપતિ બિજલ પટેલની મોટી નિષ્ફળતા છે.

2013-14માં શાળાઓમાં કુલ 1,55,713 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે સપ્ટેમ્બર 2019 સુધીમાં ઘટીને 1,22,789 વિદ્યાર્થી થઈ ગયા છે. તેનો સીધો મતલબ એ થયો કે ભાજપની નીતિ પ્રમાણે ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપીને ગરીબો માટે શિક્ષણ આપતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ ઓછા કરીને શાળાઓની સંખ્યા ઘટાડવા માટે આયોજનબદ્ધ કામ થઈ રહ્યું છે.

શાળા બંધ 

શાળાઓની સંખ્યા પણ 2013-14માં 450 થી ઘટીને સપ્ટેમ્બર 2019 સુધી 381 થઈ ગઈ છે, એટલે કે, નાગરિક સંસ્થાએ આ દરમિયાન 63 શાળાઓને બંધ કરી દીધી હતી.

અમદાવાદની શાળા શિક્ષણનો ઇતિહાસ 

શાળાના સંચાલક લગધીર દેસાઇએ જે બજેટ રજૂ કર્યું તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષોમાં વિદ્યાર્થીઓનો વધારો થયો છે. વધુ વિદ્યાર્થીઓ શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. 2018-19માં 1,21,888 હતા જે આ વર્ષે વધીને 1,22,789 કરવામાં આવી છે. પણ તેઓ અગાઉના આંકડા આપી શક્યા ન હતા.

ડ્રોપ-આઉટ ગુણોત્તર છે. લગભગ 60% વિદ્યાર્થીઓ કુપોષણથી પીડાય છે. શાળાઓ આવી છે જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ ગરીબ અને ઓછી આવક ધરાવતા કુટુંબમાંથી આવતા હોય છે, તેમને પૂરક ખોરાકની પણ જરૂર હોય છે.

25 જુલાઇ 2019ના રોજ વિધાનસભામાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્‍ય સરકારે 73 સરકારી શાળાઓ બંધ કરી છે અને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશને ઈતર માધ્યમ ઉર્દૂ, મરાઠી અને સિંધીની 96 શાળાઓ બંધ કરી હોવાની વિગતો વિપક્ષ દ્વારા આપવામાં આવી હતી.

અમદાવાદમાં વ્‍યવસ્‍થિત શાળાની શરૂઆત તા. ૦૮મી જાન્‍યુઆરી, ૧૮૨૭ના રોજ થઇ હતી. જે શાળા પાંચકૂવા પાસે શેઠ લાલભાઇ દલપતભાઇ મ્‍યુનિ. શાળા નં. ૧ના નામથી ઓળખાતી હતી. આ પ્રથમ શાળાના પ્રથમ આચાર્યશ્રી મૂળશંકર પ્રાણશંકર જોષી હતા.

૧૮૪૮માં અંગ્રેજ અધિકારી એલક્ઝાન્‍ડર કિન્‍લોક ફોર્બ્સ તથા કવિ દલપતરામે સાથે મળી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્‍થાપના કરી. વર્ષ ૧૮૫૧માં પ્રથમ કન્‍યા શાળા શરૂ કરવામાં આવી તે માટે આર્થિક સહાય શહેરના બહાદુર શેઠાણી હકકુંવરબાએ કરી હતી પછી આ શાળાનું વ્‍યવસ્‍થિત મકાન વર્ષ ૧૮૫૨માં શેઠ મગનલાલ કરમચંદની આર્થિક સહાયથી બન્‍યું હતું.

ત્‍યારબાદ ૧૮૫૩માં કંટ્રોલબોર્ડના પ્રમુખ ચાર્લ્સ વુડના આદેશથી અંગ્રેજ સરકારે એજ્યુકેશન બોર્ડ શરૂ કર્યું. જેના પ્રથમ પ્રમુખ તરીકે થિયોડર સી. હોપની નિમણૂંક થઇ. તેમણે દુર્ગારામ મહેતાજી, મહિપતરામ રૂપરામ જેવા આઠ સભ્‍યોની કમિટી બનાવી.

વર્ષ ૧૮૫૫-૫૬માં શિક્ષકોની તાલીમ માટે ઘીકાંટા ડાહ્યાભાઇ શેઠની વાડીમાં ગુજરાત નોર્મલ સ્‍કૂલ શરૂ કરાઇ તેના હેડ તરીકે મહિપતરામ રૂપરામ નીલકંઠની પસંદગી કરી. તેમને ટ્રેનિંગ માટે ૧૮૬૦માં ઈંગ્‍લેન્‍ડ મોકલવામાં આવ્‍યા હતા.

ઇ.સ. ૧૮૮૨થી પ્રાથમિક કેળવણીનો વહીવટ સ્‍થાનિક સંસ્‍થા અમદાવાદ મ્યુનિસિપાલિટીને માથે આવ્‍યો. શરૂઆતમાં મહિપતરામ ત્‍યારબાદ પ્રો. અંબાજી કાથવટે સ્‍કૂલ કમિટીના ચેરમેન બન્‍યા હતા.

સને. ૧૯૨૪-૨૫માં અમદાવાદ શહેરમાં માત્ર ૮૮ પ્રાથમિક શાળાઓ હતી. જેમાં ૫૯૯ શિક્ષકો કાર્ય કરતા હતા. આ શાળાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્‍યા ૧૪૫૦૯ હતી. તેજસ્‍વી બાળકોને સને ૧૯૨૪-૨૫ વર્ષમાં જુદા જુદા ૧૨ ટ્રસ્‍ટો દ્વારા શિષ્‍યવૃત્તિ અને ઇનામો આપવામાં આવતા. શિક્ષણ સાથે સાથે બાળકોમાં રાષ્‍ટ્રપ્રેમ અને દેશદાઝ તેમજ વફાદારીના ગુણો ખીલવવા મ્‍યુનિ. સ્‍કૂલ બોર્ડે સને ૧૯૩૮-૩૯ના વર્ષમાં હિંદુસ્‍તાન સ્‍કાઉટ એસોશીએશનની સ્‍થાપના કરી.

રાષ્‍ટ્રીય પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાના પગલે સને ૧૯૩૯-૪૦ના વર્ષમાં શાળાઓમાં હિંદુસ્‍તાનીનું શિક્ષણ ફરજિયાત કરવા નાના પાયે ૬ શાળાઓ શરૂ કરવામાં આવી હતી પણ તેમાં ઝાઝી પ્રગતિ મળી નહિ. સને. ૧૯૪૨ના રાષ્‍ટ્રવ્‍યાપી આઝાદીની ચળવળમાં ભાગ લેનાર શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્‍યા.

તા. ૧૫/૦૪/૧૯૪૬થી કમિટી ઓફ મેનેજમેન્‍ટની જગ્‍યાએ નવું પ્રજાકીય બોર્ડ ચૂંટી કાઢવામાં આવ્‍યું, જેમણે ઉપરોક્ત તારીખથી શિક્ષણનો દોર સંભાળી લીધો. નવા બોર્ડના ચેરમેન તરીકે શ્રી મગનભાઇ પ્ર. દેસાઇ તથા વાઇસ ચેરમેન તરીકે શ્રી ઠાકોરભાઇ ઠાકોરની નિમણૂક થઇ.

સને ૧૯૪૬ના ઓગષ્‍ટ મહિનાથી તાલીમ પામેલા શિક્ષકો માટે રૂા. ૪૦-૦૨-૫૦-૦૩-૮૦-૦૪-૧૦૭ અને બિનતાલીમી શિક્ષકો માટે રૂા. ૩૫-૧-૪૦ના પગારનું માળખું તૈયાર કરવામાં આવ્‍યું.

સને ૧૯૪૨ની ચળવળમાં ભાગ લેનાર બરતરફ કરાયેલ આશરે ૨૦૦ શિક્ષકોને ૧૯૪૬ની સાલમાં માનભેર ફરજ પર લેવામાં આવ્‍યા. ગુજરાત સરકારે પણ આવા શિક્ષકોનું સ્‍વાતંત્ર્ય સેનાની તરીકે બહુમાન કર્યું હતું.

અંગ્રેજોએ ફરજિયાત શિક્ષણ કર્યું

વર્ષ ૧૯૪૬-૪૭માં આ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્‍યા ૪૧૬૬૨ હતી અને રેશનકાર્ડની યાદી મુજબ અમદાવાદ શહેરની વસ્‍તી ૭,૫૦,૦૦૦ માણસોની હતી. આ સમયે લોકોને શિક્ષિત બનાવી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે આખા મુંબઇ ઇલાકામાં સરકારએ ફરજિયાત કેળવણીનો અમલ કર્યો.

સને ૧૯૪૬-૪૭ના અહેવાલ મુજબ ૧૪૩૯ શિક્ષકો શૈક્ષણિક કાર્યમાં રોકાયેલા હતા. સને ૧૯૪૭માં મહાત્‍મા ગાંધીજીની આગેવાની નીચે દેશની આઝાદીની રાષ્‍ટ્રવ્‍યાપી ચળવળને લીધે લોકો સત્‍યાગ્રહ અને જેલ ભરો આંદોલનની અહિંસક લડતમાં જોડાયા હતા. જેને લીધે પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્‍યા ઘટવા લાગી.

સને ૧૯૪૭ના અહેવાલ મુજબ પ્રાથમિક શિક્ષણ માટે ૧૪૨ શાળાઓ ભાડાના મકાનમાં બેસતી અને ૩૯ શાળાઓના મકાનો મ્‍યુનિસિપાલિટીની પોતાની માલિકીના હતા. જેનો વહીવટ કમિટી ઓફ મેનેજમેન્‍ટ દ્વારા થતો હતો. આ અરસામાં શિક્ષણનો વ્યાપ વધતાં સ્‍કૂલ બોર્ડ સંચાલિત ગુજરાતી માધ્‍યમ સહિત કુલ ૨૦૭ શાળાઓ ચાલતી હતી.

શિક્ષણ સમિતિમાં ૧૦ વર્ષની નોકરીવાળા શિક્ષકોને શારીરિકશિક્ષણની તાલીમ લેવા માટે શહેરના મ્‍યુનિસિપલ વ્‍યાયામ વિદ્યાલયોમાં મોકલવામાં આવતા હતા.

મહાત્‍મા ગાંધી તથા પૂજ્ય કસ્‍તૂરબા શિક્ષણ સમિતિ સંચાલિત અમરપુરા હિંદી શાળાની મુલાકાત લીધી હતી. પૂજ્ય બાપુએ સ્‍વહસ્‍તાક્ષરમાં સ્‍વચ્‍છતા અંગે લખેલ લખાણ શાળાના કાર્યાલયમાં જોવા મળે છે.
કાંકરિયા વ્‍યાયામ વિદ્યાલય ખાતે સને ૧૯૫૦માં મ્‍યુનિસિપલ સ્‍કૂલ બોર્ડ દ્વારા આયોજિત બાળકોના સંઘ વ્‍યાયામનું નિરીક્ષણકાર્ય તત્‍કાલીન માનનીય વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નિહાળ્યું હતું અને બાળકોના સુંદર કાર્યથી પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે મોરારજી દેસાઇ(મુંબઇ ઇલાકાના ગૃહ સચિવ), શાળા સમિતિના ચેરમેન મગનભાઇ દેસાઇ તથા વાઇસ ચેરમેન કૃષ્‍ણલાલ ટી. દેસાઇ ઉપસ્‍થિત રહ્યા હતા.

શિક્ષણની સાથે સાથે રોજી-રોટીના પ્રશ્નને પણ હલ કરી શકાય અને બાળકોમાં સ્‍વદેશીની ભાવના જાગે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પોતાની શાળાઓમાં કાંતણ-વણાટ ઉદ્યોગ ૧૯૫૨-૫૩માં શરૂ કર્યો અને બુનિયાદી શિક્ષણની શરુઆત થઇ.

સને ૧૯૫૩-૫૪માં શાહપુર દરવાજા બહાર પ્રાથમિક શાળાના મકાન માટે અંબાલાલ નારણદાસે રૂા. ૫૧,૦૦૦/-નું દાન આપેલ સને. ૧૯૫૫ના વર્ષમાં જેશીંગભાઇ ઉજમશી શાળાના મકાનનું ઉદ્દઘાટન શહેરના જાણીતા ઉદ્યોગપતિશ્રી કસ્‍તુરભાઇ લાલભાઇના હસ્‍તે તા. ૦૩/૧૨/૧૯૫૫ના રોજ કરવામાં આવ્‍યું.

સને ૧૯૫૬ના વર્ષમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં યોજાયેલ નાટ્ય સ્‍પર્ધા પ્રસંગે લોકસભાના અધ્‍યક્ષશ્રી ગણેશ વાસુદેવ માવલંકર ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે દેશભક્તિની ઝલક રજૂ કરતાં નાટકો નિહાળી તેઓશ્રી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા. સને ૧૯૫૭ના વર્ષમાં ખાડિયા કન્‍યાશાળાના મકાનનું ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું. સને ૧૯૫૭ના વર્ષમાં પૌષ્‍ટિક આહાર તરીકે દૂધ વિતરણ યોજના અમલમાં આવી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોની વકતૃત્વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું. વિજેતા શિક્ષકોને સ્‍કૂલ બોર્ડ પૂર્વ સભ્‍ય પી. જી. માવલંકરના હસ્‍તે તા. ૦૫/૧૦/૧૯૬૧ના રોજ ઇનામ વિતરણ કરવામાં આવ્‍યું. સને ૧૯૬૬માં વ્‍યાયામ વિદ્યાલય ખાતે લોકસેવક અને સાંસદ ઇન્‍દુલાલ યાજ્ઞિકે બાળકોની રેલીને સંબોધન કર્યું હતું.

શિક્ષણની ગુણવત્તા સાથે સંકળાયેલ મહત્વં પરિમાણ શિક્ષકસજ્જતા છે. જે તાલીમ અને માર્ગદર્શન દ્વારા જાળવી શકાય તે બાબતને લક્ષ્‍યમાં લઇ સ્‍કૂલ બોર્ડ દ્વારા ૧૯૬૮માં પોતાનું આગવું તાલીમ કેન્‍દ્ર શરુ કરવામાં આવ્‍યું, જેને નૂતન તાલીમ વિભાગ તરીકે ઓળખાવાયું. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયો તથા હાર્ડ સ્‍પોટને ધ્‍યાનમાં લઇ નૂતન તાલીમ વિભાગ દ્વારા શિક્ષકો માટે તાલીમની વ્‍યવસ્‍થા કરવામાં આવી. નૂતન તાલીમ વિભાગમાં નિયુક્ત અધ્‍યાપકો દ્વારા માત્ર જરૂરિયાત પૂરતું છતાં અસરકારક તાલીમ યોજવાનું પ્રવીધાન કરવામાં આવ્‍યું.

તા. ૧૩/૧૦/૧૯૭૨ના રોજ નગરપતિ કૃષ્‍ણવદન જોષીની ઉપસ્‍થિતિમાં જિલ્‍લા ભારત સ્‍કાઉટ ગાઇડ રેલી પ્રસંગે સ્‍કાઉટ ગાઇડ સંઘના પ્રમુખ પી. જી. માવલંકરનું શાસનાધિકારી સી.એમ. મહેતાના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તા. ૧૫/૦૨/૧૯૭૩ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત બાળકોના સાંસ્‍કૃતિક મહોત્‍સવમાં નગરપતિ કૃષ્‍ણવદન જોષીના હસ્‍તે ઇનામ વિતરણ કરવામાં આવ્‍યું. સને. ૧૯૭૩-૭૪માં પ્રાવિણ્ય શિષ્‍યવૃત્તિમાં પાસ થનાર બાળકોને રાજ્યના શિક્ષણમંત્રી ગોરધનદાસ ચોખાવાલાના હસ્‍તે ઇનામ વિતરણ કરવામાં આવ્‍યું હતું. સને ૧૯૭૪-૭૫માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ખોખરા શાળા નં. ૧માં રાજ્યપાલ  કે. કે. વિશ્વનાથના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું.

સરદાર પટેલ જન્‍મ શતાબ્દિ નિમિત્તે અધ્‍યયન મંડળ તરફથી મ્‍યુનિ. શાળાઓમાં આપેલ ફોટાની અનાવરણવિધિ ગુજરાતના રાજ્યપાલ કે. કે. વિશ્વનાથના શુભ હસ્‍તે સને ૧૯૭૪-૭૫માં કરવામાં આવી. સને ૧૯૭૬માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ નમૂનાઓના ઉદ્યોગમેળા પ્રદર્શનનું ઉદ્દઘાટન તથા નિરીક્ષણ મેયર વાડીભાઇ કામદારે કર્યું હતું.
અમદાવાદ શહેર ગરવી ગુજરાતનું મહાનગર છે. આ ઔદ્યોગિક અને ઐતિહાસિક મહાનગરમાં પ્રાથમિક શિક્ષણની જવાબદારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સને ૧૯૨૦થી ઉપાડી લીધી છે.
હાલમાં સપ્ટેમ્‍બર – ૨૦૧૧ની સ્‍થિતિએ ગુજરાતી, હિન્‍દી, ઉર્દૂ, મરાઠી, સિંધી, તામિલ અને અંગ્રેજી એમ કુલ સાત માધ્‍યમની કુલ ૪૬૪ શાળાઓ મ્‍યુનિસિપલ સ્‍કૂલ બોર્ડ દ્વારા ચલાવાઇ રહી છે. આ શાળાઓમાં કુલ ૧,૬૦,૮૮૨ વિદ્યાર્થીઓને ૪૦૦૫ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાઇ રહ્યું છે.

બાળક એ પરમાત્‍માનું બીજું સ્‍વરૂપ છે. તેનામાં નાનપણથી જ ઈશ્વર પ્રત્‍યે શ્રધ્ધા, આત્‍મવિશ્વાસ અને પરોપકારી જીવન જીવવા માટેની તાલીમ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આપે છે. જેને સ્‍કાઉટ-ગાઇડ પ્રવૃત્તિના નામે ઓળખવામાં આવે છે. તેનું સંચાલન મ્‍યુનિ. સ્‍કૂલ બોર્ડ જિલ્‍લા ભારત સ્‍કાઉટ ગાઇડ સંઘ ૧૯૬૧થી કરે છે. આ પ્રવૃત્તિ માટે સંસ્‍થાનું પાલડી ખાતે તમામ સુવિધાવાળું પોતાનું મકાન છે. આ ભવન સ્‍વ. મેયરશ્રી રફીયુદ્દીન શેખ સ્‍કાઉટ ભવન નામે ઓળખાય છે. અહીં તાલીમ પામેલા શિક્ષકો અને બાળકોએ જિલ્‍લા – રાજ્ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે વિજેતા બની સ્‍કૂલ બોર્ડનું નામ રોશન કર્યું છે.

૧૦૦ વર્ષથી વધુ વર્ષ પહેલાનું સ્‍થાપના વર્ષ ધરાવતી શાળાઓની યાદી

અ.નં. શાળાનું નામ શાળાનું સરનામું સ્‍થાપનાનું વર્ષ
૧ નરોડા શાળા નં. ૪ ભરવાડ વાસની સામે, નરોડા ૧૮૫૬

૨ સરસપુર શાળા નં. ૧ તળિયાની પોળ, સરસપુર ૧૮૬૨

૩ અસારવા શાળા નં. ૪ આચાર્યની બેઠક, અસારવા

૧૮૬૬

રાણીપુર શાળા નં. ૨

રાણીપુર ગામમાં

૧૮૭૬

રાયખડ ઉર્દૂ શાળા નં. ૪

હંસરાજ પ્રાગજી હોલ, પાનકોરનાકા

૧૮૮૦

નરોડા શાળા નં. ૨

નરોડા ગામ, ઝોનલ ઓફિસ સામે

૧૮૮૪

ખાડિયા શાળા નં. ૧૪

બઉવાની પોળ, ખાડિયા

૧૮૮૯

સૈજપુર શાળા નં. ૧

આર્યસમાજ મંદિર સામે, સૈજપુર

૧૮૯૨

કાલુપુર શાળા નં. ૮

જાગૃત પોળ, કાલપુર

૧૮૯૯

૧૦

અસારવા ઉર્દૂ શાળા નં. ૨

ઇદગાહ પુલ નીચે, અસારવા

૧૯૦૦

૧૧

જમાલપુર શાળા નં. ૨૬

પગથિયા પાસે, જમાલપુર

૧૯૦૪

૧૨

અસારવા શાળા નં. ૩

આચાર્યની બેઠક, અસારવા

૧૯૦૪

૧૩

શાહપુર ઉર્દૂ શાળા નં. ૧

રંગીલા ચોકી પાસે, લાલશાળા, શાહપુર

૧૯૦૫

૧૪

કાલુપુર શાળા નં. ૧૯

ભંડેરીની પોળ, કાલુપુર

૧૯૦૮[:]