ગાંધીનગર, 20 માર્ચ 2021
ગ્રીન એનર્જી ક્લીન એનર્જીના નિર્માણ માટે રીન્યુએબલ એનર્જીના માધ્યમ થકી ગુજરાત દેશભરને રાહ ચીંધ્યો છે. હવે વિશ્વને રાહ ચિંધશે
સોલર રૂફ ટોપ સીસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યુ છે. 2020-21માં 2 લાખ સોલર રૂફ ટોપ સીસ્ટમ બનાવી છે. સોલાર રૂફ્ટોપ થકી ગુજરાતમાં હાલ 943 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સમગ્ર દેશના સોલાર રૂફટોપ વીજ ઉત્પાદનમાં 22 ટકા જેટલો હિસ્સો માત્ર ગુજરાતનો છે. એટલે કે ગુજરાત સોલાર રૂફ્ટોપ થકી વીજ ઉત્પાદનમાં પ્રથમ છે.
ગુજરાતનો 13 ટકા હિસ્સો
કોલસા આધારિત વીજ વપરાશને ધીરે ધીરે ઘટાડી ક્લીન એન્ડ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવા ગુજરાત સરકારે સોલાર પોલીસી બનાવાઈ છે. દેશની કુલ ઉત્પાદનમાં ગુજરાતનો 13 ટકા હિસ્સો છે. સૌર ઉર્જા, પવન ઉર્જા, ક્ષેત્રે નીતિઓ બનાવી છે. રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વૈશ્વિક ફલક પર સિદ્ધિ પ્રાપ્ત કરાવશે.
12267 મેગાવોટ ઉત્પાદન
વિન્ડ એનર્જી, સોલાર એનર્જી, બાયોમાસ એનર્જી અને મીની હાઇડેલ રીન્યુએબલ એનર્જીથી 12267 મેગાવોટ ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે. 2022 સુધીમાં 20 હજાર મેગાવોટ કરાશે. 2030 સુધીમાં 67 હજાર મેગાવોટ વીજળી પેદા કરાશે. જેમાંથી 20 હજાર મેગાવોટ વીજ અન્ય રાજ્યોને અપાશે.
જીસેકને સોલાર પ્રોજેક્ટસ
રાજ્ય સરકાર દ્વારા જીસેકને સોલાર પ્રોજેક્ટસના વિકાસ માટે જમીન ફાળવણી માટેની નીતિ બનાવવામાં આવી છે. જ્યાં વધારાની ક્ષમતા છે તેવા ગેટકો સબ સ્ટેશને 30 વર્ષ માટે એક રૂા.પ્રતિ હેક્ટરના ભાવે જમીન લીઝ પર આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 585 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું છે.
કચ્છ
રૂપિયા 1.50 લાખ કરોડના ખર્ચે વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટ રીન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ ખાતે બાંધકામ શરૂ થયું છે. પ્રતિવર્ષ 5 કરોડ ટન કાર્બન ડાયોકસાઇડને પેદા થતો અટકાવશે. 1 લાખ લોકોને રોજગારી મળશે. પર્યાવરણની દ્રષ્ટ્રીએ આ પ્લાન્ટથી 9 કરોડ વૃક્ષો જેટલો ફાયદો થશે.
ભારત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં ચોથા સ્થાને છે. છેલ્લા 6 વર્ષથી ઉર્જા ક્ષમતા 16 ગણી વધી છે. દેશમાં 36 હજાર મેગાવોટથી વધુ સૌર ઊર્જાની ક્ષમતા છે. તેમ ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું.