ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ 11 લાખ ખર્ચ

ગાંધીનગર, 16 માર્ચ 2020

કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિંહોને માટે નાણાં આપવા માટે થપ્પડ મારી રહ્યાં છે. જેનો અવાજ રિલાયન્સના ડાયરેક્ટરે પ્રશ્નો પૂછીને સંભળાવ્યો છે.

એક સિંહ પાછળ ખર્ચ

કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં 2967 વાઘ માટે રૂ. 1010.42 કરોડ અને 523 સિંહ માટે રૂ. 32 કરોડ આપ્યા છે. એક સિંહ પાછળ 3 વર્ષમાં રૂ. 6,11,854 ખર્ચ કર્યું છે. વર્ષે રૂ.2 લાખનું ખર્ચ કરે છે. જેમાં ગુજરાત સરકારનું ખર્ચ ગણવામાં આવે તો તે રૂ.6 લાખ થાય છે આમ ગુજરાતના એક સિંહ પાછળ રૂ.8 લાખનું ખર્ચ સરકારો કરી રહી છે.

એક વાઘ પાછળ ખર્ચ

એવું જ વાઘનું છે. વાઘ પાછળ સિંહ કરતાં 5.50 ગણુ ખર્ચ સરકારો કરી રહી છે. એક વાઘ પાછળ રૂ.34,05,527 ખર્ચ કર્યું છે. વર્ષે રૂ.11 લાખ સરકાર ખર્ચ કરે છે જે માણસ પાછળ થતાં ખર્ચ કરતાં વધું છે.

સિંહ કરતાં વાઘ પાછળ વધું ખર્ચ

કેન્દ્ર સરકાર દ્વારા પ્રયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ ટાઇગર માટે રૂ.1010.42 કરોડ અને એશિયાઇ સિંહો માટે રૂ. 32 કરોડનું ફંડ આપ્યું છે. કૂલ રૂ.1042 કરોડ ખર્ચ કર્યું છે.

કેન્દ્ર સરકારે એશિયાઇ સિંહોના સંરક્ષણ સહિત ગુજરાતમાં વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ 2016-17, 2017-18 અને 2018-19ના વર્ષ માટે અનુક્રમે રૂ. 4.98 કરોડ, રૂ. 5.59 કરોડ અને રૂ. 21.42 કરોડનું ભંડોળ આપ્યું હતું. સમાન સમયગાળા માટે, કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ ટાઇગ હેઠળ રૂ. 342.25 કરોડ, રૂ. 345 કરોડ અને રૂ. 323.17 કરોડનું ભંડોળ આપ્યું હતું.

મોદીની નીતિને ખૂલ્લી કરતાં નથવાણીએ જણાવ્યું હતું કે, “સિંહોના સંવર્ધન માટે આપવામાં આવેલા ભંડોળના આંકડામાં ગુજરાત સરકારે આપેલા ભંડોળનો સમાવેશ થતો નથી. રાજ્ય સરકારે થોડા સમય પહેલાં રાજ્યમાં સિંહોના સંવર્ધન માટેની લાંબાગાળાની પ્રવૃત્તિઓના અમલ માટે રૂ. 350 કરોડને મંજૂરી આપી હતી. પરંતુ, કેન્દ્રએ એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વધારે ભંડોળ ફાળવવાની જરૂર છે કારણ કે તે માત્ર ગુજરાતમાં ગીર અને જ જોવા મળે છે, જ્યારે વાઘ ભારતના ઘણાં રાજ્યોમાં અને એશિયાના ઘણાં દેશોમાં જોવા મળે છે.”

98 કરોડની સિંહ પાછળ ફાળવણી

ગંભીર રીતે લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓને બચાવવા માટે રીકવરી પ્રોગ્રામના ભાગરૂપે કેન્દ્ર પ્રાયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજનાના  એશિયાટી લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ અન્વયે 2018-19થી શરૂ કરીને 2020-21 સુધીના ત્રણ વર્ષ માટે રૂ. 97.85 કરોડની ફાળવણી ધરાવતા એશિયાટીક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો.

સિંહ કરતાં વાઘ વધ્યા

સિંહોની સંખ્યા વર્ષ 2005ના 359થી 45.68 ટકા વધીને વર્ષ 2015માં 523 થઈ હતી, જ્યારે વાઘની સંખ્યા છેલ્લી ત્રણ વસતી ગણતરીમાં વર્ષ 2010માં 1706માં 73.91 ટકાના વધારા સાથે વર્ષ 2018માં 2967 થઈ હતી. આમ સિંહ કરતાં વધની વસતી વધારવામાં સફળતા મળી છે. જે ગુજરાતની 25 વર્ષથી શાસન કરતા ભાજપ અને નરેન્દ્ર મોદી માટે મોટી લપડાક છે.

માનવ શિકારની સહાય

માનવ મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. 5 લાખ, ગંભીર ઇજા માટે રૂ. 2 લાખ અને નજીવી ઇજા માટે રૂ. 25,000 કરવામાં આવી છે, જ્યારે મિલકત/પાકને થયેલા નુકસાનનો ખર્ચ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ ચૂકવવાનો રહે છે.

પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ માર્ચ 16, 2020ના રોજ રાજ્યસભામાં કેટલીક માહિતી આપી હતી.