કેળની ભારે નુકસાનીએ ખેડૂતની કેડ ભાંગી નાખી, એમઆરપી રાખો પણ એમએસપી નહીં

ગાંધીનગર, 25 મે 2021

ગુજરાતના કેળા પકવતાં ખેડૂતોને દરિયા કાંઠે ભારે મોટું નુકસાન થયું છે. દરિયા કાંઠે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં 70થી 90 ટકા સુધી નુકસાન વાવાઝોડા વિસ્તારમાં થયું છે. જેમાં સૌથી વધું નુકસાન વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિતના 9 જિલ્લામાં 57518 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 30 હજાર હેક્ટરમાં નુકસાન થયું હોવાનું ખેડૂતોનો અંદાજ છે. 20 લાખ ટન કેળા ને કેળને નુકસાન હોઈ શકે છે. 6થી 7 લાખ થડ અને પાનને નુકસાન થયું હોવાનું ખેડૂતોના અનુભવ આધારે કહી શકાય છે. જે થડ તૈયાર કરવામાં હવે 14 મહિનાનો સમય લાગશે.

2 હજાર કરોડનું નુકસાન

કિલોના રૂપિયા 4થી 20 સુધી ભાવ ખેડૂતોને મળતો હોય છે. કૂલ રૂપિયા 2 હજાર કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં 500-700 કરોડનું નુકસાન થયું હોવાનું ખેડૂતોનું માનવું છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 1300 – 1400 કરોડનું નુકસાન થયું હોવાનું ખેડૂતોનું માનવું છે.

માત્ર 1250 વળતર

33 ટકાથી વધુ નુકસાન થયેલા ખેડૂતને 1250 એક એકરે નુકસાની વળતર મળશે. ખેડૂતોને હાલ ભાવ એક કિલોના માત્ર રૂપિયા 4 મળી રહ્યાં છે. આમ ભાવમાં મોટો ફટકો પડ્યો છે.

એમઆરપી આપો

એમએસપી સમિતિના સભ્યો એવા ખેડૂતોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે, બાગાયતમાં લઘુત્તમ ટેકાના ભાવો નહીં પણ  એમએસપી સમિતિએ એમ આર પી – લઘુત્તમ કિંમત નક્કી કરવી જોઈએ. કારણ કે બાગાયતી પાકમાં સૌથી વધું રોકાણ થાય છે. લાંબા ગાળાનું રોકાણ થાય છે. તેથી એમઆરપી હોવી જોઈએ, એમએસપી ન હોવી જોઈએ.

70 હજાર હેક્ટરમાં કેળા

ગુજરાતમાં સરેરાશ 40 ટકા જેવું નુકસાન કુલ કેળાના ઉત્પાદનમાં થયું હોવાનું ખેડૂતો કહી કહી રહ્યાં છે. એ હિસાબે કુલ 70 હજાર હેક્ટર કેળના બગીચા હતા. જેમાં વર્ષે 46 લાખ ટન કેળાનું ઉત્પાદન થાય છે.

એક હેક્ટર દીઠ 1130 કેળના ઝાડ

એક હેક્ટરે 6 બાય 6 ફૂટમાં 1220થી 1240 કેળાના થડ વાવેલા હોય છે. એક થડ પર એક લુમ તૈયાર કરવાનો ખર્ચ રૂપિયા 120 થાય છે. જેમાં ભરૂચ સહિતના 7 જિલ્લાઓમાં હેક્ટરે 33 ટકાથી 90 ટકા સુધી થડ પડી ગયા છે. સરેરાશ 400-500 થડની આવે છે.

પાન તૂટી જતા ઉત્પાદન ઘટશે

કેળ પડી જવા ઉપરાંત તેના પાન તૂટી ગયા છે. કેળના પાન મોટા હોય છે. જેના દ્વારા કેળાનું ઉત્પાદન મળતું હોય છે. ભારે પવનના કારણે પાન ફાટી ગયા છે. તેથી કેળ ખોરાક નહીં બનાવી શકે. તેથી લાંબા ગાળે ઉત્પાદન ઓછું થશે. કેળાની ગુણવત્તા નહીં આવે. આમ લાંબા ગાળાનું નુકસાન થયું છે.

હેક્ટર દીઠ 60 હજાર ખર્ચ

કેળમાં 14 મહિને કેળા કપાય છે.  ભરૂચના ખેડૂતો 10 મહિનામાં કેળા પકવે છે. તેઓ 26 મહિનામાં 3 વખત કેળા પકવે છે. એકર જમીન તૈયાર કરવામાં 12 હજાર ખર્ચ થાય છે. એકરમાં ડ્રીપ પાઈપ 2400 મીટર જોઈએ છે. 12 રૂપિયા મીટર એક પાઈપનો ખર્ચ થાય છે. હેક્ટર દીઠ 60 હજારનો ખર્ચ કેળની ખેતીમાં થાય છે.

કેળાના પ્રદેશ ભરૂચની કેળે ખેડૂતની કેડ ભાંગી નાખે

ભરૂચના ખેડૂત ધીરેન દેસાઈ કહે કે હું 40 વર્ષ કેળા પકવું છું, આવી નુકસાની ક્યારેય જોઈ નથી. ભરૂચમાં 33 ટકાથી 90 ટકા નુકસાન થયું છે. ખુલ્લા કેળ હોય તો 400-500 થડ પડી ગયા છે. 33 ટકાથી 90 ટકા નુકસાન છે.

66.54 ટન હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન થાય છે. ભરૂચમાં સૌથી વધું 73 ટન હેક્ટર દીઠ કેળા પાકે છે.

એક ખેડૂતને 40 લાખનું નુકસાન

ઝઘડીયાના ઈન્દોર ગામના એક ખેડૂતે 40 રૂપિયાનો એક ટીસ્યુ વેરાઈટી પીળા કેળાના છોડ વાવેલા તે  4 એકર પડી ગયા છે. 35થી 40 લાખનું માત્ર આ એક ખેડૂતને થયું છે.

ભરૂચ

ગુજરાતમાં સૌથી વધુ કેળા ભરુચમાં પાકે છે. જ્યાં 12 હજાર હેક્ટરમાં 9 લાખ ટન કેળા પાકે છે. ભરૂચના ખેડૂત ધીરેન દેસાઈ કહે કે, નર્મદા નદીના કાંઠે સૌથી વધું કેળા પાકે છે. 20 કિલોના રૂપિયા 80 છે. ભારતમાં  4 રૂપિયે કિલો થયા છે. 10 દિવસ પહેલા 210 ભાવ હતો. અંકલેશ્વર, દરિયા કાંઠાના ભરૂચના અને નદી કાંઠે ભારે નુકસાન થયું છે. બારડોલીમાં ભારે નુકસાન થયું છે. વાપી, વલસાડથી લઈને આણંદ સુધી કેળને નુકસાન છે.

આણંદમાં ઓછું નુકસાન

આણંદના બોરીયા ગામના  કેળાના ઉત્પાદક કેતન પટેલ કહે છે કે, ખેડા અને આણંદ 5થી 10 ટકા નુકસાન છે. બે દિવસ કેળાનો ભાવ નીચો રહ્યો હતો. 20 કિલોના 200 રૂપિયા ભાવ ખેડૂતોને મળે છે. એક કિલોના રૂપિયા 10 હાલ મળે છે.

નદી કિનારે સૌથી વધું કેળા પાકે છે

નવસારી – મધુમતી અને બીજા 3 નદીના કાંઠે 3183 હેક્ટરમાં કેળા છે.

તાપી નદી – નિઝર, તાપી નદીના ઉદગમ સ્થાન મહારાષ્ટ્રથી સુરત સુધી કેળા થાય છે. ગલા, કરજણ, બોધાન, ભૈરવ, કામરેજ કેળાના મુખ્ય વિસ્તારો છે. 18 હજાર હેક્ટરમાં કેળા પાકે છે.

બારડોલી- એના અને ડુંગરામાં મોટું વાવેતર છે. 1 હજાર હેક્ટર છે.

નર્મદા- રાજપીપળાથી લઈ ભરૂચ સુધી નર્મદા નદીના 21 હજાર હેક્ટરમાં કેળા પાકે છે.

મહિસાગર – ખાનપુર, સારસાર, બોરીયા, પેટલાદ, અંકલાવ, આસોદર કેળાના વિસ્તારો છે. 15 હજાર હેક્ટરમાં કેળા પાકે છે.

ભાવનગર – મહુવામાં ભારે મોટું નુકસાન થયું છે. 1750 હેક્ટર કેળા છે.

ભાવનગર 1753, જૂનાગઢ 550, સોમનાથ 700, અમરેલી 230 હેક્ટરમાં કેળા પાકે છે.

કેળના વાવેતર 2020 બાગાયત વિભાગ)
નુકસાન જિલ્લાની કેળનું કેળનું વાવાઝોડા
24 મે 2021 કૂલ વાવેતર ઉત્પાદન હેક્ટરે ટકા
વિજ્જો જમીન હેક્ટર મેટ્રિક ટન નુકસાન
સુરત 251300 8692 613829 60%
નર્મદા 113000 9240 662323 55%
ભરૂચ 314900 12286 896878 70%
ડાંગ 56500 31 1208
નવસારી 106800 3183 176657 60%
વલસાડ 164300 1075 61006 75%
તાપી 149100 1293 77580 60%
દક્ષિણ ગુ. 1663700 1293 77580
અમદાવાદ 487400 149 72
અણંદ 183800 12710 826143 20%
ખેડા 283500 990 56143 20%
પંચમહાલ 176200 417 15888
દાહોદ 223600 7 182
વડોદરા 304700 6344 431963 35%
મહિસાગર 122400 50 2075
છોટાઉદેપુર 206600 6950 483025
મધ્ય ગુ. 1988200 27617 1822630
બનાસકાંઠા 691600 18 651
પાટણ 360400 0 0
મહેસાણા 348100 2 82
સાબરકાંઠા 271600 45 1925
ગાંધીનગર 160200 0 0
અરાવલી 202700 75 3180
ઉત્તર ગુજ. 2034600 140 5838
કચ્છ 733500 2685 152777
સુરેન્દ્રનગર 621000 0 0
રાજકોટ 536300 39 1400 40%
જામનગર 366200 3 126
પોરબંદર 110900 5 150
જૂનાગઢ 358700 550 26538 80%
અમરેલી 538200 229 8006 80%
ભાવનગર 454700 1753 84109 90%
મોરબી 347000 8 307
બોટાદ 199700 0 0
સોમનાથ 217000 695 35590 90%
દ્વારકા 229600 13 572
સૌરાષ્ટ્ર 3979300 5980 309574
ગુજરાત કૂલ 9891500 69537 4627523