Tuesday, August 5, 2025

ગુજરાત ભાજપે જાહેર કરેલો વેક્સિનનો સચ્ચાઈનો વીડિયો ખોટો નિકળ્યો, પાટીલ...

અમદાવાદ, 19 મે 2021 ગુજરાત ભાજપે આજે 19 મે 2021 સવારે તેના આધિકારિક સોશીયલ મીડીયા પ્લેટફોર્મસ પર ખોટી માહિતી જાહેર કરી હોવાનો ઘટસ્ફોટ સોશિયલ મિડિયા નિષ્ણાંત પાર્થેશ પટેલે કર્યો છે. નરેન્દ્ર મોદીના ફેસ બુક અને પેજ હેન્ડલ કરી ચૂકેલા પાર્થેશે ભાજપની પોલ પકડી છે. વેક્સિન અંગે સરકાર પર ઉઠતા સવાલો પર જે ફેકટ ચેક વીડિયો રિલીઝ કર્યો તેમાં તમામ મા...

વાવાઝોડા પહેલા આંબા પરથી કેરી ખરી ગઈ, ખેડૂતોને 2 હજાર કરોડના નુકસાનની ...

ગાંધીનગર, 17 મે 2021 વાવાઝોડું ત્રાટકે તે પહેલાં ભારે પવનથી આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે. જેથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રૂપિયા 6 હજાર કરોડ જેટલી કેરી પાકે તેવો અંદાજ હતો. જેમાં 50 ટકા કેરી આંબા પરથી ઉતારીને બજારમાં વેચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. આમ રૂપિયા 3 હજાર કરોડની કેરી વેચાઈ ગઈ હતી. હવે 3 હજાર કરોડની કેરી આંબા પર હતી. જ...

ગુજરાતમાં ડાયાબિટીશના 30 લાખ દર્દીઓમાં કોરોના પછી વધારો, રેમડેસિવિર કે...

ગાંધીનગર, 17 મે 2021 અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં 80થી 83 ટકા દર્દીઓમાં ઓબેસિટી, ડાયાબિટીસ, કૅન્સર, કિડની, બીપીના રોગો રહ્યાં છે. જેમાં ડાયબિટીસના દર્દીઓને સુગર વધઘટ સતત થયા કરતું જોવા મળ્યું છે. ગુજરાતમાં 30 લાખ ડાયાબિટીશના દર્દીઓ છે જેમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કારણે 8511 લોકો મોતને ભેટ્યા છે. ગુજરાત રાજ્યમાં કુલ 5.50 લાખ દર્દીઓને હોસ્પિટ...

મગફળી કેટલી વાવવી જોઈએ તે અમેરિકાએ જાહેર કર્યું, ગુજરાતના કૃષિ વિભાગે ...

ગાંધીનગર, 17 મે 20201 વિશ્વમાં જેટલી મગફળી પાકે છે તેમાં ગુજરાતના ખેડૂતોનો સૌથી મોટો હિસ્સો રહેલો છે. તેથી ગુજરાતના ખેડૂતો વિશ્વમાં ક્યાં કેટલી મગફળીનું વાવેતર આ વર્ષે થયું છે કે થવાનું છે તે અંગે જાણકારી રાખે તો તેમને ઘણો ફાયદો થઈ શકે છે. કારણ કે ખેડૂતો હવે કપાસ છોડીને મગફળી તરફ આ વર્ષે વધારે જુકાવ રાખશે. ગયા વર્ષે ગુજરાતની મગફળી અને બીયાંની ભ...

શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ લેવા...

ગુજરાતમાં નવા જ પ્રકારની ભાલિયા ઘઉંની બજાર વ્યવસ્થા કોરોનાના કારણે તૂટી ગઈ ગાંધીનગર, 15 મે 2021 અમદાવાદ આસપાસના ખેતરોમાં કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે.  ગુજરાતની આગવી ઘઉંની જાત ભાલિયા બ્રાંડ સામે ખતરો ઊભો થયો છે. ખેત બજારો બંધ હોવાના કારણે ઘઉંના ભાવ તૂટી ગયા છે. 20 કિલોનો 280થી 300 ભાવ અત્યાર...

અમરેલી વિધાનસભા વિસ્તારમાં 2350ના મોત, કોંગ્રેસના સરવેમાં પહેલા દિવસે ...

ગાંધીનગર, 14 મે 2021 વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કહે છે કે, અમે લોકોના મોતની સાચી વિગતો મળે અને તેમને સરકાર સહાય કરે તે માટે સરવે શરૂ કર્યો છે. જેમાં પહેલા જ દિવસે 11500 લોકોએ ઓન લાઈન અરજી કરી છે. રોજ સરેરાશ 10 હજાર લોકોની અરજી આવે છે. ગ્રામીણ ગુજરાતની હાલત ખરાબ છે. વિધાનસભાનું સોશિયલ ઓડિટ 20 દિવસથી વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યને સોશ...

ગુજરાતમાં 48 લાખ ટન ઘઉંનું ઉત્પાદન, ટેકાના ભાવે ખરીદી માત્ર 1 ટકો, પંજ...

ગાંધીનગર, 14 મે 2021 3500 કિલો હેક્ટરે ગણતાં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટનના ઉત્પાદનની શક્યતા હતી. લગભગ એટલું ઉત્પાદન 2021ના શિયાળામાં થયું છે. તેની સામે ગુજરાતના ઘઉં પકવતાં ખેડૂતો પાસેથી માત્ર 0.49 લાખ ટન ઘઉંની ખરીદી અત્યાર સુધી કરવામાં આવી હોવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. જે 1 ટકો ખરીદી પણ થતી નથી. 10 મે 2021 સુધીમાં ઘઉંની ખરીદી રાજ...

મ્યૂકર માઈકોસિસ ખતરનાક હદે વધી રહ્યો છે, રાજકોટમાં સૌથી વધુ દર્દી, ઈન્...

ગાંધીનગર, 13 મે 2021 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સોમવારે મ્યૂકર માઈકોસિસના 105 દર્દી દાખલ હતા. 2 દિવસમાં નવા 86 કેસ આવેલા છે. તેના 3 ગણાં રાજ્યમાં બીજા સ્થળોએ મળીને કુલ 800 દર્દી હોઈ શકે છે. રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના વિવિધ શહેર જિલ્લામાંથી આ રોગના નવા દર્દીઓનો ધસારો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યો છે. અમદાવાદમાં મ્યૂકર માઈકોસિસના 191 દર્...

ટામેટાના ભાવ 2 રૂપિયે કિલો, મિનરલ વોટરથી સસ્તા ટામેટા ખેતરમાં ફેંકી દે...

ગાંધીનગર, 12 મે 2021 ડીસેમ્બર અને માર્ચ-એપ્રિલમાં 50 હજાર હેક્ટરમાં ટામેટાની ખેતી થાય છે. એપ્રિલમાં ગુજરાતમાં ટામેટાની આવક શરૂ થઈ ત્યાં ભાવ ગગડી ગયા હતા. ગુજરાતમાં બન્ને ઋતુમાં 10થી 14 લાખ ટન ટામેટા પાકે છે. હાલ 4 લાખ ટન ટામેટા પાકે એવો મોલ ખેતરોમાં ઊભા છે. એક હેક્ટરે 43500 લિટર પાણી સાથે 29 ટન ટામેટા પાકે છે. આમ એક કિલો ટામેટા પેદા કરવા માટે 15 લ...

રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સર...

ગાંધીનગર, 10 મે 2021 ગુજરાતની વડી અદાલતે સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડાઓ છુપાવે છે. એવા સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા તમામ મૃતકના પરિવારોને સરકારની રૂપિયા 4 લાખની સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરિવારો છે, એમની માહિતી મેળવવામાં આવશે. એ માહિતી એકત્રીત કરીને સરકારને સુપ્રત કરવામાં આવશે. જેથી કરીને આ પરિ...

નર્મદા નહેર બન્યા પછી ચોખાનું વાવેતર વધ્યું

ગાંધીનગર, 9 મે 2021 ચોમાસાના વહેલા અણસાર મળી રહ્યાં છે ત્યારે આ વખતે 2021-22માં ગુજરાતમાં અનાજના પાકમાં હંમેશની જેમ ચોખાનું વાવેતર સૌથી વધું રહેશે. ગયા વર્ષે 2020-21માં કૃષિ વિભાગે 8.37 લાખ હેક્ટરમાં 19.44 લાખ ટન ચોખાના ઉત્પાદનની શક્યતા જાહેર કરી હતી. જે હેક્ટર દીઠ 2322 કિલોના ઉત્પાદનનો હતો. ઉનાળામાં ડાંગરનું વાવેતર ગુજરાતમાં થાય છે પણ તે ચોમાસાની...

12 મહિના કેરી આપતો આંબો ખેડૂતે વિકસાવ્યો, ગુજરાતમાં 1200 કલમો ઉછેરી

https://youtu.be/1G3ymsXhjBI ગાંધીનગર, 7 મે 2021 ખેડૂત શ્રીકિશન સુમનએ કેરીની સદાબહાર જાત વિકસાવી છે, જે વર્ષના બાર મહિના આંબા પર ફળ આપે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે કેરી ઉતારીને ખાઈ શકાય છે. મોટાભાગની જાતોના આંબા વર્ષમાં માત્ર એક જ વાર ફળ આપે છે. પરંતુ 'સદાબહાર' જાત 15 વર્ષથી આ ખેડૂત વિકસાવી રહ્યાં હતા. જે 12 મહિના ફળ આપે છે. ખેડૂત વિજ્ઞાની...

જૈવ વિવિધતાની આગવી ખેતી, ગુજરાતના ગીરમાં 8 હજાર જાતના આંબા

ગાંધીનગર, 6 મે 2021 ગુજરાતનું વન વિભાગ હેરીટેઝ વૃક્ષો જાહેર કરવાથી આગળ વધી શક્યું નથી. કૃષિ વિભાગે આજ સુધી જીનોટાઇપ્સ વૃક્ષો કે છોડ જાહેર કરી શક્યું નથી. સદીઓથી ઉગાડવામાં આવતાં ફળ અને છોડને જૈવ વિવિધતા જાહેર કરવામાં આવતાં નથી. બીજા રાજ્યોમાં ખેડૂતોના ખેતરમાં ઉગેલા સારી જાતના ફળના વૃક્ષોને ઓળખીને તેને જૈવ વિવિધતા સાથે જીનોટાઇપ્સ વૃક્ષો જાહેર કરીન...

ગુજરાતમાં 23 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી છતાં આગળ વધી નહીં

ગાંધીનગર, 5 એપ્રિલ 2021 ગુજરાતમાં 23 વર્ષથી નાજૂક ફળ સ્ટ્રોબેરીની ખેતી સાપુતારા પાસે ખેડૂતો કરી રહ્યાં છે. ખેતીની શરૂઆત સોમાભાઈ ઝીપાર્યાભાઈ પવાર 9574278441 ખેતી કરે છે. ડાંગના આહવાના લાહાનદબાસ ગામના સોમાભાઈ પાસે 8 હેક્ટર જમીન છે. તેઓ કદાચ પહેલા ખેડૂત હશે કે જેમણે પહેલી વખત ટ્રોબેરીની ખેતી કરી હોય. સ્ટ્રોબેરી હૃદયના આકારના ફળ છે. નાજુક, હળવા અને...

જે કામ રૂપાણી સરકાર ન કરી શકી તે કામ ગુજરાતના ગામડાંના લોકોએ કરી બતાવ્...

ગાંધીનગર, 4 મે 2021 બે જ દિવસમાં ગુજરાત રાજ્યના 248 તાલુકાની 14246 ગ્રામ પંચાયતોમાં 10,320 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કામ કરી રહ્યાં છે. જેમાં 1.05 લાખ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાએ આ રીતે આખા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભરડો લીધો છે. ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી,સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન...