વિશ્વના સૌથી મોટા ગુજરાતના સૂર્ય અને પવન ઉર્જા પાર્કનો વિવાદ

गुजरात में दुनिया के सबसे बड़े सौर और पवन ऊर्जा पार्क पर विवाद, Controversy over world’s largest solar and wind power park in Gujarat
ગાંધીનગર, 16 મે 2023
વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે સૂર્ય ઉર્જા – વિન્ડ પાર્ક બની રહ્યો છે જે ડિસેમ્બર 2026માં પૂરો થઈ જશે. 90 હજાર કરોડથી 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. 50 ટકા વીજળી ડિસેમ્બર-2024 સુધીમાં મળથી થશે. 25,000 મેગાવોટની ફાળવણી વિવિધ ડેવલપરોને કરવામાં આવી છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા 30 કિ.મીના એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. માર્ગનું કામ પૂરું થાય તેની સાથે જ ઉત્પાદન શરૂ કરી દેવાનું હતું. મોદીના મિત્ર અદાણી કંપની અને બીજી જગ્યાએ રિલાયંસને જમીનો આપી છે.

ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) 10,000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા સ્થાપશે. તેમાં 8,000 મેગાવોટ સોલર અને 2,000 મેગાવોટ વિન્ડ પાવર જનરેશન થશે. આ માટે અદાણી જૂથ રુ. 30,000 કરોડ રોકાણ કરી રહી છે.

શું છે વિવાદ?
આ પણ વાંચો ચોંકાવનારો અહેવાલ ……….
https://allgujaratnews.in/gj/pm-modi-to-lay-foundation-of-worlds-largest-power-park-what-is-the-controversy/

કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું દબાણ
https://allgujaratnews.in/gj/modi-pressure-to-give-600-sq-km-of-desert-land-of-kutch-to-power-companies/

25 જાન્યુઆરી 2019ના દિવસે જયારે આ પાર્ક માટે લેન્ડ એલોટમેન્ટ પોલિસી જાહેર થઈ હતી તેમાં ક્યાંય રુ 2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની વાત નહોતી. 14 સપ્ટેમ્બર 2020ના રોજ નીતિમાં સુધારો કરીને રુ 2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટનો નિયમ ઉમેરાયો.

જોકે આશ્ચર્યની વાત એ છે કે કેટલીક કંપનીઓએ આ નિયમ ઉમેરાયો અગાઉ જ આ ડિપોઝિટ ભરી દીધી હતી. આ મુદ્દે સોલર પાવર ફેસીલીટેશન કંપનીએ મૌન જાળવ્યું છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચીફ પ્રોજેક્ટ ઓફિસર રાજુ મિસ્ત્રીએ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે અને આ મુદ્દે મંત્રી સાથે વાત કરવા જણાવ્યું છે. MD એસ બી ખ્યાલીયાએ પણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અહીં સૂર્ય ઉર્જા કંપનીઓ GPSL ઉપર શંકાની સોય તાકી રહી છે.

ગુજરાતની સૂર્ય ઉર્જા-વિન્ડ હાઇબ્રીડ નીતિ
ડિસેમ્બર 2020 માં, રાજ્ય સરકારે 2022 સુધીમાં 30,000 મેગાવોટ ઉત્પાદનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા પરના નિયંત્રણો દૂર કરવા માટે નવી નીતિની જાહેરાત કરી હતી. કચ્છનું રણ, લગભગ 72,600 હેક્ટર અથવા 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જેને વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ સોલાર-વિન્ડ પાવર પાર્ક તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાત સોલર/વિન્ડ હાઇબ્રિડ આરઇ પાર્ક (30 GW)
30 GW હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, કચ્છ, ગુજરાત. 15-06-2021 સુધીની પ્રોજેક્ટ સ્થિતિ જાહેર કરી હતી જેમાં, સરકારની પડતર જમીન નીતિ હેઠળ કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિઘકોટ BSF ચોકી પર એક વિશાળ 30 GW RE પાર્કની ઓળખ કરવામાં આવી હતી.

રૂ. 1.5 લાખ કરોડના મેગા-સાઇઝના રોકાણ સાથે 30 GW છે. સરકારે સિંગાપોરના કદની સમકક્ષ 726 ચોરસ કિમી જમીન અલગ રાખી છે અને તે સૌથી મોટો સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે.

NTPC એ જાહેરાત કરી હતી કે સરકારી માલિકીની કંપનીને ખાવડા ખાતે 4,750 મેગાવોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપવા માટે સરકાર પાસેથી મંજૂરી મળી છે.

પાર્કના બે ઝોન છે. પ્રથમ ઝોનમાં 49,600 હેક્ટર જમીન પર હાઇબ્રિડ પાર્ક બનશે. બીજો ઝોનમાં 23,000 હેક્ટર જમીન પર ફક્ત વિન્ડ પાવર આધારિત વીજલી પેદા થશે.

ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખાવડા ગામ અને વિઘાખોટ ગામ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. હાઇબ્રિડ પાર્ક આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ફક્ત છ કિલોમીટર દૂર છે. જ્યારે વિન્ડ પાર્ક આંતરરાષ્ટ્રીય સરહદથી 1થી 6 કિલોમીટરના અંતરે આવેલો છે.

ખાવડા ખાતે 1 લાખ હેક્ટર જમીન પડતર પડી હતી. જેમાંથી 72,600 હેક્ટર જમીન પર સંરક્ષણ મંત્રાલયે સોલર પાર્ક બનાવવાની મંજૂરી આપી હતી. જે સરહદ પર બાઉન્ડ્રી જેવું કામ કરશે.
રાજ્ય સરકાર માટે 300 હેક્ટર અનામત રાખવામાં આવી છે. 10 GWના 3 પૂલિંગ સબ-સ્ટેશન માટે જમીન છે. પાર્કની અંદરના રસ્તાની સાથે ટ્રાન્સમિશન લાઇન માટે જરૂરી (1500 મીટર) માર્ગ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. પાણી માટે કંપનીઓએ તેમના પાર્ક વિસ્તારમાં ખારા ભૂગર્ભજળ ડિસેલિનેશન પ્લાન્ટ્સ સ્થાપશે.

27,700 મેગાવોટ RE ક્ષમતા માટે 6 ડેવલપર્સ કંપનીઓને 72,400 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી.
ડેવલપરોએ નવો એપ્રોચ રોડ એટલે કે 31.12.2021ના પૂર્ણ થયા પછી 3 વર્ષમાં 50% ક્ષમતા અને 5 વર્ષમાં 100% ક્ષમતા વિકસાવવાની શરત છે.

ફાળવેલ જમીનમાં પાર્ક ડેવલપર્સ સોલર-વિન્ડ હાઇબ્રિડ કેપેસિટી (MW)નું નામ (હે.)
1 ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની લિમિટેડ (GIPCL) 2375(MW) 4750 હેક્ટર જમીન આપી છે.
2 ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) 3325(MW) 6650 હેક્ટર જમીન આપી છે.
3 નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) 4750(MW) 9500 હેક્ટર જમીન આપી છે.
4 અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) 9500(MW) 19000 હેક્ટર જમીન આપી છે.
5 સર્જન રિયાલિટી લિમિટેડ (SRL) 4750(MW) 9500 હેક્ટર જમીન આપી છે.
6 સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI) 3000(MW) (ફક્ત પવન) 23000 હેક્ટર જમીન આપી છે.
કુલ 27700 મેગાવોટ 72400 હેક્ટર જમીન આપી છે.
પાર્કમાં કઈ કંપનીઓ કેટલું વીજ ઉત્પાદન કરશે?

પાવર ઇવેક્યુએશન અને ટ્રાન્સમિશન સિસ્ટમનું આયોજન CEA અને CTU (PGCIL) દ્વારા કરવામાં આવ્યું છે. લોકેશન સ્ટડી અને રૂટ સર્વે કરાયો હતો. ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. ટ્રાન્સમિશન સ્કીમના વાસ્તવિક અમલ માટે કંપનીઓએ કનેક્ટિવિટી અને લોંગ ટર્મ ઓપન એક્સેસ (LTA) માટે CTUને અરજી દાખલ કરવી પડશે અને તેના માટે CTU સાથે કરાર કરવાનું નક્કી કરાયું હતું.

વિકાસકર્તાઓ દ્વારા અરજી કરવા અને લાગુ પડતા શુલ્કની ચુકવણી પર DISCOM (PGVCL) દ્વારા બાંધકામ શક્તિ પ્રદાન કરવામાં આવશે.

2030 સુધીમાં દેશમાં 4 લાખ 50 હજાર મેગાવોટ (450 ગીગાવોટ) વીજળીના ઉત્પાદન કરવાનું નક્કી કરાયું છે.

ગ્રીન હાઇડ્રોજન
જાહેર ક્ષેત્રની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન કચ્છના રણમાં ખાવડામાં 4750 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપી રહી છે. કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી NTPC એનર્જી લિ. દ્વારા આ પ્લાન્ટ સ્થપવામાં આવે છે. NTPC RELની યોજના આ પાર્કમાંથી વ્યાવસાયિક ધોરણે ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાની છે.

2032 સુધીમાં 60 GW રિન્યુએબલ ઊર્જા ક્ષમતાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે. 2021માં રાજ્યની માલિકીની પાવર મેજર પાસે નિર્માણાધીન 70 પાવર પ્રોજેક્ટ્સમાં વધારાની 18 GWની ક્ષમતા સાથે 66 GWની સ્થાપિત ક્ષમતા છે.

ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
રિન્યુએબલ એનર્જી પાર્કના વિકાસ માટે 6,000 હેક્ટર જમીન બનાસકાંઠા જિલ્લામાં ફાળવવાનું નક્કી કર્યું છે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં હાઇ પાવર્ડ કમિટી (HPC)ની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. સરકારી બંજર જમીન ફાળવવામાં આવશે. કચ્છ પ્રદેશના નાના રણમાં આવેલી છે. ગુજરાતે એવી વ્યૂહરચના અપનાવી છે કે જેના હેઠળ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે જમીન આપી શકાય. રિલાયંસના પ્રોજેક્ટની ક્ષમતા 9,000 મેગાવોટ હશે. રિલાયન્સે ગુજરાત માટે રૂ. 5.955 લાખ કરોડની રિન્યુએબલ એનર્જી યોજનાની જાહેરાત કરી હતી.

ગુજરાતમાં સૂર્ય ઉર્જા ઉત્પાદન
પાટણના ચારણકા સૂર્ય ઉર્જા પાર્ક ખાતે 730 મેગાવોટની ક્ષમતા ધરાવતા પાર્કમાં 36 કંપનીઓ દ્વારા 100 ટકા ક્ષમતા વીજ ઉત્પાદન કરવામાં આવી રહી છે. 3 વર્ષમાં ચારણકા સૂર્ય ઉર્જા પાર્ક ખાતે 2,514.71 મિલિયન યુનિટ વીજળી મળી હતી.

રાધાનેસડા સૂર્ય ઉર્જા પાર્ક ખાતે 500 મેગાવોટ વીજળી પેદા કરે છે. રાધાનેસડા પાર્ક ખાતે 1,258.18 મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થયું છે.
ધોલેરા ખાતે 300 મેગાવોટ સૂર્ય ઉર્જા પાર્ક વીજળી પેદા કરી રહ્યો છે. 3 વર્ષમાં ધોલેરા પાર્ક ખાતે 504.79 મિલિયન યુનિટ વીજળી મળી હતી.
છેલ્લા બે વર્ષમાં આ ત્રણેય સૂર્ય ઉર્જા પાર્ક દ્વારા 4,304.68 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરાયું હતું.

આ પણ વાંચો
કચ્છના વિશ્વના મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટથી 9 કરોડ વૃક્ષોનો ફાયદો

કચ્છના વિશ્વના મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટથી 9 કરોડ વૃક્ષોનો ફાયદો, રૂપાણીની શ્રેષ્ઠતા

દેશના સૂર્ય ઉર્જા પાર્ક
ભડલા સોલર પાર્ક રાજસ્થાનના ભડલા ગામ ખાતે 5,783 હેક્ટર જમીનમાં કુલ ક્ષમતા 2,245 મેગાવોટ છે.

પવાગડ સોલર પાર્ક કર્ણાટકના તમાકુરુ જિલ્લામાં 13,000 એકર જમીનમાં 2,050 મેગાવોટનો પ્લાન્ટ છે.
આંધ્ર પ્રદેશના પનમ મંડલ ખાતે કૂરનૂલ સૂર્ય ઉર્જા વીજ મથક 1,000 મેગાવોટ 2,400 હેક્ટર જમીન પર છે. વરસાદના પાણીમાંથી ખાસ તળાવો બનાવવામાં આવ્યા છે, આ પાણીથી જ સોલર પેનલને સાફ કરવામાં આવે છે.

આંધ્ર પ્રદેશના એનપી કૂંતામાં અનંતપુરમ અસ્ટ્રા મેગા સોલર પાર્ક 3,207 હેક્ટર જમીનમાં 2018 સુધીમાં 750 મેગાવોટની ક્ષમતા હતી.

દુનિયાના 10 મોટા સોલર એનર્જી પાર્ક:
1) ભડલા સોલર પાર્ક, જોધપુર રાજસ્થાન, વિસ્તાર: 5,700 હેક્ટર, ક્ષમતા : 2,245 મેગાવોટ
2) ગોલમુડ ડેઝર્ટ સોલર પાર્ક, સ્થળ : ગોલમુડ, ચીન, ક્ષમતા : 1,800 મેગાવોટ,
3) પવાગડ સોલર પાર્ક, તમાકુરુ-કર્ણાટક, 5,260 હેક્ટર, 2,050 મેગાવોટ વીજળી.
4) બેનબાન સોલર પાર્ક , પશ્ચિમી ઇજિપ્ત (રણ), 3,700 હેક્ટર, 1,650 મેગાવોટ વીજળી.
5) ટેંગર ડેઝર્ટ સોલર પાર્ક, ઉત્તર-મધ્ય ચીન, 4,300 હેક્ટર, 1,547 મેગાવોટ વીજળી.
6) નૂર અબુ ધાબી, યુનાઇટેડ આરબ ઇમારત (UAE), 8 ચોરસ કીલોમીટર, 1,177 મેગાવોટ વીજળી.
7) મહમ્મદ બિન રસીદ અલ મકતુમ સોલર પાર્ક, યુનાઇટેડ આરબ ઇમારત, 7,700 હેક્ટર, 1,012 મેગાવોટ વીજળી.
8) કૂરનૂલ અલ્ટ્રા મેગા સોલર પાર્ક, સ્થળ : પનમ મંડલ, આંધ્રપ્રદેશ, 2,400 હેક્ટર, 1,000 મેગાવોટ વીજળી.
9) ડેટોંગ સોલર પાવર પ્રોજેક્ટ, ચીન, 1,000 મેગાવોટ વીજળી.
10) એનપી કૂંતા અલ્ટ્રા પાવર પ્લાન્ટ, અનંતપુર, આંધ્રપ્રદેશ, 3,207 હેક્ટર, 900 મેગાવોટ વીજળી.

ગુજરાતમાં 6 માર્ચ 2023 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 18762.40 મેગાવોટ સાથે દેશમાં મોખરે હતું. દેશની સરખામણીએ 15.3 ટકા હતી. જેમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 52 ટકા અને સૌરઊર્જા 46 ટકા જેટલી ક્ષમતા રાજ્યમાં છે.
ઉર્જા પ્રોજેક્ટ હેઠળ 9712.06 મેગાવોટ, સૌર ઊર્જા પ્રોજેક્ટ હેઠળ 8640 મેગાવોટ, વિન્ડ સોલાર હાઇબ્રીડ માં 238.94 મેગાવોટ, બાયો માસમાં 81.55 મેગાવોટ, સ્મોલ હાઇડ્રો પાવરમાં 82.15 મેગાવોટ અને વેસ્ટ 3 એનર્જીમાં 7.50 મેગાવોટ મળી કુલ 18,764.4 ક્ષમતા છે.

ભારત વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા મારફતે 500 ગીગા વોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરશે. ગુજરાત 90 ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય છે. ભારતે વીજ ઉર્જાની જરૂરિયાત માટે કુલ સ્થાપિત ક્ષમતા પૈકીના 50% સ્થાપિત ક્ષમતા પુન: પ્રાપ્ય ઉર્જા મારફતે પૂર્ણ કરાશે. જેમાં ગુજરાત પણ વર્ષ 2030 સુધીમાં આ લક્ષ્યાંક પૂર્ણ કરશે. દેશમાં પ્રોજેક્ટ કાર્બન એમિશન પૈકી 1 બિલિયન ટનનો ઘટાડો કરાશે. દેશનાઅર્થતંત્રની કાર્બન ઈન્ટેસીટી 45 ટકા જેટલી ઘટાડશે.

ભારતની વર્ષ 2030 સુધીમાં નેટ ઝીરોને લક્ષ્યાંક હાંસલ કરાશે. નેટ ઝીરો એટલે કે કોઈપણ કંપની 100 ટન કાર્બન ઉત્સર્જન કરે તો તેની સામે વૃક્ષો વાવીને અથવા કાર્બન કેપ્ચર કરે અથવા રીન્યુએબલ એનર્જીની સ્થાપના કરી નેટ ઝીરો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળતો અટકાવે એ માટે પણ પ્રાધાન્ય આપી આયોજન કરાશે.

વીન્ડિ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટની મંજૂરી માટે નોડલ એજન્સી તરીકે જેડાને નિયત કરાઈ છે. વીન્ડ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટના વિકાસકારો દ્વારા જેટકો પાસેથી આ પ્રોજેક્ટ દ્વારા થનાર વીજ ઉત્પાદનને સહાય કરવા માટેની મંજૂરી તથા હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવનાર જમીનનો કાયદેસરનો કબજો મેળવી નિયત કરવા અરજીપત્રકમાં અરજી કરવા જેડા દ્વારા વિકાસકારને હાઇબ્રીડ પ્રોજેક્ટ આપવાની મંજૂરી આપવામાં આવે છે.
આવા વિન્ડક સોલાર હાઇબ્રીડ પ્લાન્ટની રાત દિવસ વીજ ઉત્પાદન થાય છે અને વીન્ડ સોલાર હાઇબ્રીડ વિકાસને પ્રોત્સાહન આપવાથી વીજ વિતરણ માળખાનો પણ શ્રેષ્ઠ અને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય. આ પાવર પોલિસી હેઠળ અત્યાર સુધીમાં 238.88 મેગાવોટ કેપીસીટીના હાઇબ્રીડ પ્રોજેક્ટ કાર્યરત થયા છે. જેમાં મોરબીમાં 133.70 મેગાવોટ, જામનગરમાં 55.50 મેગાવોટ, અમરેલીમાં 22.50 મેગાવોટ અને રાજકોટમાં 27.18 મેગાવોટ ની ક્ષમતા છે.

રાજ્યમાં સૌ પ્રથમવાર સ્મોલ હાઇડ્રોપાવર પોલિસી વર્ષ 2005થી અમલી બનાવી છે. ત્યારબાદ બીજી પોલીસી વર્ષ 2016થી અમલી છે. આ સ્મોલ પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં 116.06 મેગાવોટ ની ક્ષમતા વાળા 24 પ્રોજેક્ટ નોંધાયા છે. તે પૈકી 82.15 મેગાવોટ ની ક્ષમતા ધરાવતા 18 પ્રોજેક્ટ કાર્યાન્વીત થયા છે જ્યારે 33.91 મેગાવોટની ક્ષમતા ધરાવતા 6 પ્રોજેક્ટ અમલી કરણ હેઠળના વિવિધ તબક્કે છે.