ગાંધીનગર, 20 એપ્રિલ 2023
વિશ્વ આરોગ્ય સંગઠ્ઠને વર્ષ 2030 સુધીમાં ટીબી મુક્ત વિશ્વનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ભારતમાં 2025માં ટીબી નાબુદ કરવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ગુજરાત સરકારે 2022માં રાજ્યને ‘ટીબી મુક્ત’ બનાવવાની જાહેરાત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. ‘ટીબી નિર્મૂલન’ની દિશામાં અગ્રણી રાજ્ય બનવાની શેખી મારી હતી. ક્ષય દૂર થવો તો બાજુ પર છે પણ નાના બાળકોને હવે ક્ષય થવા લાગ્યો છે.
ટીબી હવા દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. જ્યારે ચેપગ્રસ્ત લોકો ખાંસી, છીંક કે થૂંકે છે ત્યારે તેઓ ટીબીના જંતુઓ પણ હવામાં છોડે છે. ટ્યુબરક્યુલોસીસ (ક્ષય) એ ટી.બી. તરીકે ઓળખાય છે. ટી.બી. એ બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. “માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસીસ” નામના બેક્ટેરિયા તેના માટે જવાબદાર છે.
વિજય રૂપાણીનો ટીબીનો પરપોટો ફોડતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 19 એપ્રિલ 2023માં જાહેર કર્યું કે, ગુજરાતમાં 1 લાખ વ્યક્તિએ ક્ષય-ટીબીના 137 દર્દીઓ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ક્ષય નિયંત્રણ કાર્યમાં સ્હેજ પણ ઢીલ કરવાની નથી. લક્ષ પ્રાપ્તિ માટે આવી જ ગંભીરતાથી કામ ચાલુ રાખવાનું છે.
તમાકુ ન પીતા હોવા છતાં ગુજરાતમાં 21 હજાર મોતને ભેટે છે
કેન્સરના કારણે 22 વર્ષથી ગુજરાતના બાદરપુરા ગામે તમાકુ છોડ્યું, ખેતી અને વેપાર છોડ્યા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, અધિક નિયામક ડૉ. આર.બી.પટેલ, સંયુક્ત નિયામક ડૉ. ટી.કે.સોની, ડૉ. પંકજ નિમાવત અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જવાબદાર છે.
ગુજરાતમાં એપ્રિલ 2023માં ટીબીના 83,693 દર્દીઓ છે. તે પૈકીના 70,350 દર્દીઓ 3672 નિ-ક્ષય મિત્ર યોજનામાં છે. જે છ થી નવ મહિનાની નિયમિત સારવાર અને પોષણક્ષમ આહારથી ટીબીના દર્દીઓ સાજા થઈ રહ્યા છે. ટીબીના દર્દીની 15-20 દિવસ સુધી નિયમિત સારવાર પછી બીજાને ચેપ લાગવાની સંભાવના થોડી ઓછી થઈ જાય છે. 306 ટીબી કેન્દ્ર છે. તમામ હોસ્પિટલ્સમાં ટીબીની સારવાર નિશુલ્ક ઉપલબ્ધ છે. ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની કીટ અપાય છે.
ખેતરોમાં 10 હજાર ટન જંતુનાશકો અને 4 લાખ ટન તમાકુના ઉત્પાદનથી ગુજરાત કેન્સરમાં નંબર 1
https://allgujaratnews.in/gj/pesticide-gujarat-cancer/
ભારતમાં વસ્તીના લગભગ 40% લોકો ટી.બી.થી ચેપગ્રસ્ત છે જેને સુષુપ્ત ટી.બી. કહેવાય છે. જયારે કોઈ કારણસર રોગ પ્રતિકારકશક્તિ ઓછી થાય ત્યારે આ સુષુપ્ત ટી.બી. સક્રિય થાય છે. આવા 2.80 કરોડ લોકો સુષુપ્ત ક્ષય ધરાવે છે.
ગુજરાતમાં 2021માં ટીબીના લગભગ 1.6 લાખ નવા દર્દી હતા. વધીને 2 લાખ થવાની સંભાવના હતી.
વિશ્વ- ભારત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના (WHO) ના રિપોર્ટના આધારે, વિશ્વમાં આશરે 1કરોડ 4 લાખ દર્દીઓ ટી.બી.થી પીડાય છે, ભારતમાં આશરે 30 લાખ ક્ષયના દર્દી છે.
ગુજરાતમાં તમાકુની સૌથી સારી ઉત્પાદકતાં છતાં ખેતી ખોટમાં, વાવેતર અને ઉત્પાદકતા આ રીતે ઘટી રહી છે
તમાકુથી ટીબી
મુખ્ય કારણ તમાકું પણ છે.
અમદાવાદ
અમદાવાદ મોંઢાના કેન્સરને મામલે સમગ્ર વિશ્વમાં મોખરે છે. કેન્સરના કુલ કેસમાંથી 56 ટકા કેસ તમાકુ સંબધિત છે. જેમાંથી 70 ટકા મોઢા અને ગળાના ભાગમાં થાય છે. મહિલાઓમાં 18.6 ટકા કેસ તમાકુ સંબધિત છે, જેમાંથી 60 મોંઢા-ગળાના ભાગે થાય છે.
2022માં અમદાવાદમાં એક વર્ષમાં ટી.બી.ના 18 હજાર ઉપરાંત કેસ, 1 હજારથી વધુનાં મોત થયા હતા. સાદા ટી.બી.થી 965, હઠીલા ટી.બી.થી 79 દર્દીનાં મોત મૃતકોમાં 14 વર્ષ સુધીનાં 18 બાળકોને થવા લાગ્યો છે. અમદાવાદ શહેરમાં વર્ષ- 2019માં 21,457 વર્ષ-2020માં 15,034 અને વર્ષ- 2021માં 18,471 ટી.બી.ના દર્દી મળી આવ્યા હતા. જેમાં પ્રાઈવેટ સેકટરના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. 2021માં 14 વર્ષ સુધીના 943 બાળક ટી.બી.સંક્રમિત હોવાનું જાણવા મળતા તેમને સારવાર આપવામાં આવી હતી. દરમ્યાન એક વર્ષમાં આ વય જુથના 18 બાળકનાં ટી.બી.ના રોગથી મોત થયા હતા.
કેન્સરના 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની હોવાનું ચોંકાવનારુ તારણ
લોકોમાં તમાકુનું સેવન અને ધૂમ્રપાનનું વ્યસન ટીબીના ચેપનું પ્રમાણ વધારી રહ્યું છે.
2014થી જાહેર થઈ ગયું હતું કે તમાકુના સેવનના કારણે ક્ષય રોગ થવાની શક્યતા બે ગણી વધી જાય છે.
ગુજરાતમાં તમાકુનો ઉપયોગ કરનારા 60 ટકા પુરૂષો છે અને 8.40 ટકા મહિલાઓ છે. 13થી 15 વર્ષના બાળકોમાં 19 ટકા તમાકુ કે તેની બનાવટ ખાય પીવે છે. ગુજરાતમાં 51 ટકા પુરૂષોમાં અને 17 ટકા મહિલાઓમાં કેન્સર થવા પાછળનું કારણ તમાકુ છે. હવે તેમાં ક્ષય રોગ પણ ઉમેરાયો છે. તમાકુના કારણે હ્દય રોગ, લકવો, અસ્થમા, નપુંસકતા જેવા અનેક રોગ થાય છે. WHO ના તારણ મુજબ ૨૦૩૦ સુધીમાં આ ૧૦ કરોડ લોકોને ભરખી જશે. તમાકુ કેન્સર સિવાયના કેટલાય અન્ય રોગો માટે જવાબદાર છે. એક સિગારેટનું ધુમ્રપાન કરવાથી આશરે 30 મિનિટ માટે બ્લડ પ્રેશરમાં 5થી 10% વધારો થાય છે. તેથી ગુજરાત પોલીસે જાહેર સ્થળે તમાકુ પીવા કે ખાવા પર પ્રતિબંધ મૂક્યો છે. પણ અમલ થતો નથી.
કેન્સર માટે જવાબદાર 43 સંયોજક (કાર્સિનોજેનિક) પદાર્થો તેમજ નિકોટિન અને ટાર સહિત અન્ય 400 ટોક્સિન ધુમ્રપાન દરમ્યાન શ્વાસમાં લેવાય છે. નિકોટિન માનસિક ઉતેૈજના કરે છે અને ધુમ્રપાનની લત તરફ દોરી જાય છે. ટારનાં ગઠ્ઠાં ફેંફસામાં જામે છે અને શરીરની શ્વાસ લેવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. એનાથી ફેંફસા અને ગળાનું કેન્સર, હૃદયનાં રોગો, શ્વાસ લેવામાં મુશ્કેલી, શ્વાસનળી અને ફેંફસાની સમસ્યાઓ પેદા થાય છે. નિષ્ક્રિય ધુમ્રપાન દ્વારા પણ નોન-સ્મોકર્સ (ખાસ કરીને બાળકો)ને આ બિમારીઓ થવાનું જોખમ છે. 8% લોકો પેસિવ સ્મોકિંગ ના લીધે બીમારીનો ભોગ બની રહ્યા છે .
અમદાવાદમાં 25 લાખ લોકો તમાકુ ખાય છે પણ દંડ માંડ 110ને
ભારતમાં રોજ 1400થી વધુને ટી.બી.નો ચેપ લાગે છે. એક અભ્યાસ પ્રમાણે ભારતમાં ટીબીનો વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રમાણ છે. દર વર્ષે 4 લાખ 80 હજાર લોકોનો ટી.બીના કારણે ભોગ લેવા છે. WHOના કહેવા પ્રમાણે 2021માં કુલ 1.6 મિલિયન લોકો ટીબીથી મૃત્યુ પામ્યા હતા. (જેમાં 187,000 HIV ધરાવતા લોકોનો પણ સમાવેશ થાય છે). વૈશ્વિક સ્તરે, ટીબીએ મૃત્યુનું 13માં ક્રમાંકે આવતું મુખ્ય કારણ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ 2010 માં વડોદરામાં સંશોધન કર્યું હતું કે ક્ષય ધરાવતાં તમામ લોકો તમાકુનું સેવન કરતાં હતા. સારવારના અંતે 67.3% દર્દીઓને સમજાવટ બાદ તમાકુ છોડી દીધું હતું.
દેશમાં થયેલા સંશોધન પ્રમાણે ટીબીના 40% દર્દીઓ તમાકુના વ્યસની છે, તેમાંથી 20%ને ફરીથી ટીબી થઈ રહ્યો છે. જે લોકો તમાકુ અને ધુમ્રપાનનું સેવન કરે છે તેમને ટીબીનો ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. બિકાનેર સહિત રાજ્યભરમાં 42 હજાર લોકો પર કરવામાં આવેલા સર્વે મુજબ 15 થી 49 વર્ષની વયના 46.9 ટકા લોકો કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. જેમાં બીડી, સિગારેટ, હુક્કા, ચિલ્લુમ, પાન, ખૈની, ગુટખા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉંમરની લગભગ છ ટકા છોકરીઓ અને મહિલાઓ પણ તમાકુનું સેવન કરે છે. દેશમાં 27 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે. દર વર્ષે 9.30 લાખ મૃત્યુ ધૂમ્રપાનને કારણે થાય છે. 9.50 લાખ મૃત્યુ ધૂમ્રપાન વિનાના તમાકુને કારણે થાય છે. WHO ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં 30 વર્ષથી વધુ ઉંમરના લોકોના કુલ મૃત્યુમાંથી 7 ટકા કારણો તમાકુના કારણે છે. ડબ્લ્યુએચઓના નિષ્ણાતોનું કહેવું છે કે યુવાનોમાં સિગારેટ પીવાનું વ્યસન ટીબીની બીમારીનું કારણ બની રહ્યું છે. યુવાનોમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાને કારણે દવાની અસર જોવા મળી રહી છે, પરંતુ આગામી 10 વર્ષમાં તેની અસર ઘટી શકે છે.
તપાસ
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી સ્ટેટ ટી.બી. ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન સેન્ટરના ડાયરેક્ટર ડૉ. પ્રણવ પટેલ છે. 30 હજાર ટી.બી. દર્દીઓના સ્પેશીમેન (ગળફાની તપાસ) સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે. 1 લાખ થી વધુ દર્દીઓના સ્પેશીમેન સેમ્પલ લઇને રાજ્ય સરકાર દ્વારા ઉપલ્બધ કરાવેલ અત્યાધુનિક ટેકનોલોજીયુક્ત CB-NAAT અને TRUENAT મશીનમાં ટેસ્ટીંગ થાય છે. દર વર્ષે ગંભીર ટી.બી. રોગની સ્થિત ઘરાવતા 3500 દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અત્યંત મોંધી બેડાક્યુલીન અને ડેલામેનીડ દવાઓ વિનામૂલ્યે અપાય છે. દર્દીઓને નિ:ક્ષય પોષણ યોજનામાં દર મહિને 500 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
સરકાર ઠન ઠન ગોપાલ: દારૂની જેમ હવે તમાકુ પર પણ કોવિડ સેસ
તમાકુ ખાવાથી થતાં મોતની વિશ્વની વિગતો, નેતાઓ અને અધિકારીઓ પાસે હતી, પણ અમદાવાદની વિગતો ન હતી
તમાકુ ખાવાથી થતાં મોતની વિશ્વની વિગતો, નેતાઓ અને અધિકારીઓ પાસે હતી, પણ અમદાવાદની વિગતો ન હતી
ભાજપ સરકાર આવી પછી તમાકુના વાવેતરમાં ખેડૂતોએ નીતિ બદલી
તમાકુની ખેતીમાં પાણી ભરાતાં નાશ
એન્ડોસલ્ફાન જંતુનાશક દવાથી કેન્સર, માનસિક-જન્મની વિકૃતિઓ, 15 અહેવાલમાં સ્ફોટક વિગતો
https://allgujaratnews.in/gj/pesticide/