Kutch farmers have been fighting against soda ash and power plant for two years कच्छ के किसान GHCL सोडाएस और पावर प्लांट के खिलाफ दो साल से लड़ रहे हैं
અમદાવાદ, 5 ડિસેમ્બર 2024
ગીર સોમનાથના સુત્રાપાડામાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ (GHCL) કંપનીએ માંડવીના બાડા ગામના દરિયા કિનારે પોતાનું સોડાએશનું કારખાનું નાખી રહી છે. પ્રોજેક્ટના લીધે 1200 લોકોને પ્રત્યક્ષ અને 3000 લોકોને પરોક્ષ રોજગાર મળશે. પણ હજારો લોકોની ખેતી અને પશુપાલનની રોજગારી છીનવી લેશે. કચ્છના માંડવી તાલુકાના બાડા ગામ આસપાસના 10 ગામમાં પર્યાવરણ, દરિયાઈ જીવ-સૃષ્ટિ, ખેતી અને પશુપાલન ખતમ થઈ જશે. 20ગામમાં લોકો વિરોધ કરી રહ્યા છે.
1304 એકર અને રૂ.3500 કરોડનું રોકાણ
દરિયા કિનારા 1340 એકરમાં સોડાએશનું કારખાનું નાખશે. કંપનીએ 70 ટકાથી વધુ જમીન સંપાદિત કરી લીધી છે. રૂ. 3500 કરોડના મૂડીરોકાણ સાથે GHCL કેમિકલ પ્લાન્ટ નાખી રહી છે. વાર્ષિક 11 લાખ ટન સોડા એશ, વાર્ષિક 5 લાખ ટન ડેન્સ સોડા એશ અને વાર્ષિક 2 લાખ ટન બેકિંગ સોડાનું ઉત્પાદન કરશે. જીએચસીએલ કંપનીને જમીન અને અન્ય મંજૂરી આપવા માટે ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકાર કામ કરી રહી છે. જીએચસીએલ કંપની સામે ગામડાઓની પ્રજામાં ખૂબ વિરોધ છે.
વીજ મથક
સોડા એશ પ્લાન્ટ સાથે સોડિયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા) અને કોલસા આધારિત 120 મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ બનાવશે.
વાયબ્રંટ ગુજરાત
કંપનીએ 2017માં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ગુજરાત સરકાર સાથે MoU કર્યા હતા. વાયબ્રંટ ગુજરાતના સરકારી તાયફાને પડકારતાં હોય તેમ ગામમાં કંપનીની કોઈપણ સહાય ન લેવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો હતો. તો અમુક ગામડાઓમાં કંપનીના પ્રવેશ નિષેધનાં બેનર પણ લગાડવામાં આવ્યા હતા. આ કંપની સૂત્રપાડાનો પ્લાન્ટ 35 વર્ષથી ચલાવે છે, જ્યાં પર્યાવરણના પ્રશ્નો ઉભા થયા છે.
200 કરોડની ખેતી
માંડવીમાં ગામમાં સમૃદ્ધ, બાગાયતી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન થાય છે. અહીં 40 કિલોમીટર પર ગૌતમ અદાણીનું મુંદ્રા બંદર છે. ખેતીથી સમૃદ્ધ હોવાથી વાર્ષિક રૂ.200 કરોડથી વધારે ટર્ન ઓવર ધરાવે છે. લોકો જમીન અને મકાનના માલિક મટીને ગુલામ જેવા બની જશે.
ગૌચર જમીન આપી
કંપનીએ 70 ટકાથી વધુ જમીન સંપાદિત કરી લીધી છે. ચાર ગામની 5 હજાર પશુ અને ગાયો ચરિયાણ કરે છે. બાડા ગામમાં 2715 પશુધન સામે 305 એકર ગૌચર જમીન છે, જે ત્રીજા ભાગની જ છે. સરકાર ગૌચર નીમ કરે. કલેકટરને અરજી આપી હતી. કંપનીને જેટલી જમીન આપે એટલી જમીનનું બીજું ગૌચર 1 કિલોમીટરમાં આવે. કંપનીઓ પાસેથી ગૌચર અને સાંથણીની જમીનો પરત મેળવીને પંચાયતોને સોંપણી કરવામાં આવે. પછાત વર્ગ અને ગરીબ વર્ગને સાંથણીની જમીન આપવામાં આવે.
20 ગામનો વિરોધ
મોટા લાયજા, મેરાઉ, બાયઠ, દેઢીયા, ઉનડોઠ, ભીંસરા, ગોધરા, ભોજાય, માપર, બાંભડાઈ, ચાંગડાઈ, મોડકુબા, કોકલીયા, પાંચોટીયા, કાઠડા, ભાડા, જનકપુર અને વિંઢ ગામોના લોકો અને અન્ય 20 ગામોના જૈન મહાજનો વિરોધ કરી રહ્યા છે.
પાણીનો ખતરો
કંપનીને ભૂગર્ભ જળ નહીં પણ સમુદ્રનું ખારું પાણી મીઠું બનાવી જળનો ઉપયોગ કરવા મંજૂરી મળી છે. રોજનું 16 લાખ ક્યુબિક મીટર સમુદ્રી પાણીના ઉપયોગ સામે દૈનિક 15.80 લાખ ક્યુબિક મીટર પાણીનું જરૂરી શુદ્ધિકરણ કરીને પાઈપલાઈનથી સમુદ્રમાં છોડી દેવાશે. એમોનિયા યુક્ત પાણી સમુદ્રી જીવ સૃષ્ટિ માટે ખતરો સાથે સમુદ્રમાં છોડાનારું પાણી સંપૂર્ણ શુધ્ધ નહીં જ હોય, તેની PH લેવલ અલગ હશે. પોરબંદરમાં આવું જ થઈ રહ્યું છે. વપરાયેલું ભારે ગરમ પાણી પુન: ઠંડું કરી ભૂગર્ભમાં પાણીની પાઇપલાઇન વાટે દરિયામાં છોડાશે. જેથી દરિયાઈ જીવસૃષ્ટિના નુકસાન નહીં કરે એ વાત કંપની કરે છે. પણ લોકો તે વાત પાયાવિહોણી ગણાવી હતી.
10 હજાર પશુથી રોજગારી
કારખાના વિસ્તારમાં 10 હજાર પશુ છે. તેના ગોચર છે. કંપનીને ગોચર ફાળવી દીધું છે. ગોચર તથા પર્યાવરણ નાશ પામવાથી ખેતીવાડી અને પશુપાલનને નુકસાન થશે. જેમાં સારી રોજગારી છે. પર્યાવરણના ભોગે રોજગારીની જરૂર નથી. નવી રોજગારી નહીં મળે, રોજગારી છે તે પણ છીનવાઇ જશે.
જોહુકમી
કંપની અંગે પર્યાવરણ અને સામાજિક અસર અંગે લોક સુનાવણી થઈ હતી. જેમાં જીએચસીએલ સામે મોટો વિરોધ થયો હતો. તેથી લોક સુનાવણી રદ કરવી પડી હતી. અધિક કલેક્ટરે આ સુનાવણી રદ કરી હતી. ભારે આક્રોશથી સુનાવણી પડતી મૂકી હતી. પહેલી લોક સુનાવણી 15 મિનિટમાં જ રદ્દ કરાવી હતી. બીજી વખત સરકારે લોક સુનાવણી કરી હતી. પર્યાવરણ અંગે અધુરપ ભરેલો અહેવાલ હોવા છતાં જોહુકમી અને પોલીસ બળથી સુનાવણી કરી હતી. સતત 11 કલાક સુધી પોતાના વાંધા રજૂ કરતાં છેલ્લા અધિકારીઓએ થાકીને જબરદસ્તી સુનાવણી પૂરી કરી હતી. છતાં લોક સુનાવણીમાં 5 હજાર લોકોએ વિરોધ કર્યો હતો.
તો કંપનીએ ચાલ ચાલીને કંપનીના સમર્થનમાં કેટલાક લોકોને ભેગા કરીને વેલકમ GHCLના નારા લગાવ્યા હતા.
નાયબ જિલ્લા પોલીસ વડા, 150 પોલીસકર્મીની ફોજ સરકાર ખડકી દીધી હતી. ટીયર ગેસ, વોટર કેનન પણ તૈયાર રખાયા હતા.
પ્રમાણ આપો
અધિકારીઓ અને કંપનીએ પોતાને સુરક્ષા માટે ભય લાગતો હતો. સુનાવણીના મંચથી 30 ફૂટ દૂર ફેન્સીંગ કરી દઈને લોકો વિરોધી કામ કર્યું હતું. આ કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ શરૂઆતથી જ જૂતા, ચપ્પલ, બોટલ, ગમછા અને હાથ-માં-જે-આવે-તે સ્ટેજ પર ફેંકવાનું શરુ કર્યું હતું. હિંસા વચ્ચે લોક સુનાવણી સતત ચાલુ રાખી હતી. સવારે 11 વાગ્યે શરૂ થયેલી લોક સુનાવણી છેલ્લે રાત્રે 9.40 વાગ્યે અધિકારીએ પૂર્ણ જાહેર કરી હતી. ગ્રામજનોના વાંધા અને અરજીઓ બાકી હોવા છતાં અધિકારીઓએ જબરદસ્તી સુનાવણી પૂરી કરી હતી.
નોંધ મૂકવાની હતી
18 ઓક્ટોબર 2022માં સુનાવણી સમિતિના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી ચેતન મીષણે જાહેર કર્યું હતું કે, તમામ રજૂઆત મિનિટ ટુ મિનિટ નોંધણી કરી અહેવાલ પર્યાવરણ બોર્ડમાં મૂકવામાં આવશે.
નનામી કાઢી
2022માં સ્થાનિક લોકોએ નનામી કાઢીને સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. ખેતી, શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા અને જીવદયા ક્ષેત્રે ખૂબ વિકસિત છે, કંપનીની કોઈપણ લોલીપોપ અમને નથી જોઈતી. કંપનીના કાચા માલ, પથ્થર તેમજ મીઠાના હજારો ટનના ટ્રાન્સપોર્ટથી આવન-જાવનથી ભારે પ્રદૂષણ થશે. નિરમા કંપની સામે આંદોલન કરી ચૂકેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાએ પણ વિરોધ કીરને કહ્યું હતું કે, કોઈ પણ હિસાબે આ રોકવું જ પડશે. માંડવીના ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે લોક વિરોધી બની જઈને કંપનીની તરફેણમાં નિવેદન આપ્યું હતું. તેઓ વિકાસના નામે વિનાશ ઈચ્છતાં હોય એવું લોકો માની રહ્યા હતા.
અસર
સોડા એશના પ્લાન્ટથી નુકસાન ભરપાઈ કરવું મુશ્કેલ છે. ખેતીના ઝાડ, ખેતરના છોડ, ચેર, પશુ, માછલી, જળચરના મોત થશે. લોકોના કાન માટે આફત આવશે. જમીનની ફળદ્રુપતા ખતમ થઈ જશે. હવા ઝેરી બની જશે.
બે બીચ ખતમ થશે
કુદરતી સુંદરતા ધરાવતા માંડવીના બે બીચ છે. એક માંડવી શહેર નજીકનો છે. બીજો આસાર માતા (નાના લાયજા) નજીકનો બીચ છે. આસાર માતા બીચ આ કંપનીની કારખાનાથી માત્ર 5 કિલોમીટર દૂર છે. તેથી પ્રદૂષણના કારણે સુંદર દરિયા કિનારો ખતમ થઈ જશે.
કાચો માલ નથી
આ વિસ્તારમાં રસાયણ આધારિત ઉદ્યોગ નથી. સોડાએસ બનાવવા માટેનો જરૂરી કાચો માલ અહીં નથી. છતાં જીએચસીએલ કંપની સોડાએસ બનાવવા માટેનો પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યો છે. સોડાએસ બનાવવા માટે ચૂનાનો પથ્થર, મીઠું અને કોલસો જરૂરી છે. જે આ તાલુકામાં ક્યાંય નથી. માલ અહીં લાવવામાં આવે તેનાથી માર્ગોમાં પ્રદૂષણ થશે.
અગાઉ વિનાશ વેર્યો
જીએચસીએલનું એક કારખાનું સુત્રાપાડામાં છે જ્યાં દરિયાઈ પર્યાવરણ અને ખેતીને ખતમ કરી દીધી છે. ગાંડો બાવળ પણ ઉગતો બંધ થઈ ગયો છે. ગટરોમાં ગેસ નીકળી રહ્યો છે. આજુબાજુના ગ્રામજનો કેન્સર જેવી બિમારીના ભોગ બન્યા છે. સુત્રાપાડામાં જીએચસીએલ કંપની ગુજરાત સરકારના જીપીસીબી બોર્ડની આપેલી નોટિસોની પણ સરેઆમ અવહેલના કરી રહી છે.
જુઠાણું
બાડા ગામની આસપાસ નર્મદાના પાણી મળે છે. જીએચસીએલ કંપનીએ કલમ 80 જી હેઠળ પ્રસ્તાવિત પ્લાન્ટની જગ્યા બિનઉપજાઉ બતાવેલી છે. જે સરકાર સામે જુઠ્ઠું બોલે છે.
કંડલા કેમ નહીં
કંડલા અને મુન્દ્રા પોર્ટ પાસે પૂરતી જમીન ઘણી છે. ત્યાં કારખાના નાખવાના બદલે બાડાના પર્યાવરણને બાડુ કરવાનું કાવતરું દેખાય છે.
કાચબાના જન્મનું સ્થાન
માંડવીથી અબડાસા સુધીનો દરિયાઈ વિસ્તાર પ્રદૂષણ મુક્ત રહ્યો છે. આ દરિયા કિનારા પર દરિયાઈ કાચબાની અનુસૂચિ 1 પ્રમાણે 3 પ્રજાતીઓ ઓલિવ રીડલી, ગ્રીન સી અને લેધર બેક છે. જે ઈંડા મૂકવા અહીં આવે છે. બાડા, લાઇટ હાઉસ, સૂથરી સાથે મળીને 6 જગાએ ઈંડા મૂક્યા હતા. દરિયા કાંઠાને ઇકો સેંસેટિવ જોન જાહેર કરવાની માંગણી છે.
કોલેજ સામે પ્રદૂષણ
ગુજરાતમાં મરીન સાયન્સના અભ્યાસ માટે માંડવીમાં એક જ સરકારી વિજ્ઞાન કોલેજ આવેલી છે. જેમાં ભારતના વિદ્યાર્થીઓ દરિયાઈ જીવોના અભ્યાસ માટે ભણવા આવે છે. કારખાનાથી કોલેજને પણ અસર થશે.
મોરની 500 વસાહતો
કારખાનું આવવાનું છે તેની આસપાસ રાષ્ટ્રીય પક્ષી મોરની 500 વસાહત છે. વન વિભાગ દ્વારા શિડયુલ 1ના સરિસૃપો, પક્ષીઓ, વગેરેની વસાહતો જૂના મોટા તળાવ વિસ્તારમાં છે. આ બધી વિગતો જીએચસીએલ કંપનીએ છુપાવેલી છે. સમુદ્રકાંઠે લાખ્ખો યાયાવર પંખીઓ આવે છે. બાડાના સરપંચ વેલજી કોલી જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમે કુદરતના ખોળે રહેતાં હતા. હવે તે ખોળો છીનવાઈ જવાની ભીતિ છે. ગામમાં અશાંતિ સર્જાવાની ચિંતા છે.
નીરી ખોટી
કંપની માટે નીરી (NEERI) સંસ્થાને અભ્યાસ અહેવાલ તૈયાર કર્યો છે. દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવા અહેવાલ બનાવવાની માન્યતા નીરીને નથી. માન્યતા વગરની સંસ્થાના ખોટા અહેવાલ આપ્યા છે. અગાઉ ખોટા અહેવાલ માટે ભારત સરકારના મંત્રાલય દ્વારા નિરી સંસ્થાને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલી હતી. પર્યાવરણીય ઇ આઈ એ રીપોટ સરકારને તદ્દન ગેરમાર્ગે દોરે તેવા છે. અભ્યાસ કર્યા વગર અહેવાલ બનાવેલા છે. સ્થાનિક, કોસ્ટલ ઝોન, ફોરેસ્ટ વગેરે કોઈ જ ખાતાઓની કોઈ પરવાનગી કે સ્થાનિક લોકોના કોઈ મંતવ્યો લીધેલા નથી. નીરીનો અહેવાલ સાવ ખોટો છે.
લોક સુનાવણી વખતે કંપની માટે EIA તૈયાર કરનાર એજન્સી પાસે સરકાર માન્ય હોવાનું એક્રેડિશન સર્ટિફિકેટ ન હોવાનો દાવો કરી ગ્રામજનોએ સર્ટીફીકેટની માંગ કરી હતી, જે કંપની છેલ્લે સુધી આપી શકી ન હતી.
ઘોરાડ પક્ષી નાશ પામશે
4 ઘોરાડ પક્ષીઓ બચ્યા છે, જે આ વિસ્તારમાં છે. ઘોરાડ પક્ષી અભયારણ્ય કારખાનાની નજીક આવે છે. વીજ લાઈનો જમીનની અંદર કરવાના સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે. ખેડૂતોને પક્ષીની સુરક્ષા માટે વીજળીના જોડાણની લાઈનો આપવામાં આવતી નથી. ઘોરાડ પક્ષીના રક્ષણ માટે બાડા, બાંભડાઇ ગામના ઘાસિયા મેદાનો છે. કારખાનું આવતા ઘોરાડ પક્ષી સામે ગંભીર અસર થશે.
ટનલ બનાવશે
કાંઠા પટ્ટીના ગામો ઉપર સેલ્ટર બેલ્ટના જંગલો છે. જે કુદરતી આફતોથી રક્ષણ આપે છે. અહીં જીએચસીએલ કંપની ટનલ નાખવાની છે. ગ્રીન હાઉસથી ગ્લોબલ વોર્મિંગ પેદા થાય છે. જીએચસીએલ પણ ગ્રીન હાઉસ ગેસ પેદા કરનારી કંપની છે. ખેતી પડી ભાંગશે અને વૃક્ષોનું નિકંદન નીકળી જશે.
ચેરના જંગલો
બાડા ગામની નજીક નાડ તરીકે ઓળખાતો મોટો વિસ્તાર ચેરીયાના વાવેતર માટે અત્યંત અનુકૂળ છે. ચેરીયાના જંગલ બનાવી શકાય તેમ છે. જેથી કાંઠાનું વાવાઝોડા અને દરિયાના મોજાથી રક્ષણ અને સમુદ્રી જીવો પેદા થતાં માછલીનું ઉત્પાદન વધારી શકાય તેમ છે.
ગોએન્કા વિપશ્યના સંસ્થા
ગોએન્કા દ્વારા સ્થાપિત વિશ્વપ્રસિદ્ધ વિપશ્યના સંસ્થા આવેલી છે. જ્યાં સમગ્ર દેશ અને વિશ્વમાંથી લોકો મનની શાંતિ માટે આવે છે. વિપશ્યના એ પ્રાચીન ભારતની અનોખી ભેટ છે. આધુનિક વિજ્ઞાન પણ છે જેનો ઉપયોગ યુવાન અને વૃદ્ધ લોકોને તેમના જીવનમાં તણાવ અને તકલીફનો સામનો કરવામાં મદદ કરી શકે છે. કચ્છના નામાંકિત લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. સોડા એશનો પ્લાન્ટ વિશ્વભરમાંથી વિપશ્યના માટે આવતા લોકોની શાંતિ છીનવી લેશે. લોકોની સાધના ભંગ કરવાનું કામ સોડા એશ પ્લાન્ટ કરશે. પ્લાન્ટના કારણે ઘોંઘાટ એટલો વધી જશે કે લોકો વિપશ્યના માટે માંડવીના બાડા ગામમાં આવવાનું પણ બંધ કરી શકે છે. પ્રદુષણ અને ઝેરી પર્યાવરણ વિપશ્યના કેન્દ્ર માટે નુકસાન સાબિત થશે.
GHCL કંપનીએ ભાજપને રૂ. 50 લાખનું ચૂંટણી ફંડ આપ્યું હતું.
કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર્યાવરણ બચાવવાની આ મુહીમમાં સ્થાનિકોની સાથે છે અને સરકારને અનુરોધ કરે છે કે, કચ્છમાં ગૌધન,પશુપાલન,ખેતી, પર્યાવરણ અને વિપશ્યના સેન્ટરને નાબૂદ થતું અટકાવવા માટે જી.એચ.સી.એલ કંપનીને ફાળવવામાં આવેલી જમીન તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે.
એક તરફ સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ લાખથી વધુ ઝાડને કાપી નાખવા માટે અધિકૃત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ગ્રીન કવર ઓછું થતું જાય છે.
કાયદાનો ભંગ કરી સ્વાન-GHCL કંપનીને 30 વર્ષ માટે રૂપાણીએ ફરી જમીન આપી
કાયદાનો ભંગ કરી સ્વાન-GHCL કંપનીને 30 વર્ષ માટે રૂપાણીએ ફરી જમીન આપી