ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020
25 ઓગસ્ટે 2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા લાઠીચાર્જ ટીવી પર જોઈને લોકોએ તોફાનો કર્યા હતા. 25, 26, 27 ઓગસ્ટે ભાજપના એક નેતાની સુચનાથી પોલીસે પાટીદારોના ઘરમાં ઘુસીને અત્યાચાર કરીને મારવામાં આવ્યા હતા. મહિલાઓ પર અત્યાચાર કર્યા હતા.
તે અંગે પાટીદારો યુનાઈટેડ નેશનમાં 25 માર્ચ 2016ના રોજ ફરિયાદ કરી હતી. મુંજ કમિશન રચાયું તે અંગે કંઈ થયું નથી. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી હતી તેમાં સરકારે કંઈ કર્યું નથી. મહિલા પંચ, માનવ અધિકાર પંચ, પોલીસ કમિશનમાં ફરિયાદો થઈ હતી. જે અંગે કોઈ પગલાં લેવાયા નથી.
યુ.એન. – યુનાઈટેડ નેશનમાં ‘પાસ’ પ્રવક્તા વરુણ પટેલ દ્વારા આ મુદ્દે તપાસ કરવા એક અરજી કરવામાં આવી હતી. તમામ પૂરાવા અને વિડિયો આપવામાં આવી હતી.
તે અરજી પછી યુનોએ ભારતના માનવ અધિકાર આયોગને એક પત્ર લખી તપાસ કરવા જણાવ્યું હતું. આ પત્રના 2 મહીના બાદ અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશનમાં વરૂણ પટેલનો જવાબ લેવાયો હતો. પત્ર 2 મહીના પહેલા મોકલવામાં આવ્યો હતો, પણ જવાબ 2 મહિના બાદ લેવામાં આવ્યો હતો. પોલીસે તેઓ અહેવાલ શું આપ્યો તે અંગે કોઈ વિગતો જાહેર કરી નથી. બોપાલ પોલીસ તે અંગે અત્યંત ગુપ્તતા રાખી રહી છે.
25, 26 અને 27 ઓગસ્ટમાં ગુજરાતભરમાં પાટીદારો પર દમન થયું હતું. લોકોને અભદ્ર ભાષા બોલી મારપીટ થઇ હતી. સરેઆમ માનવાધિકારનું ઉલ્લંઘન થયું હતું.
જો સાચો જવાબ આપાયો હોય તો પાટીદારો પર દમનના મુદ્દે યુનોમાં ભારત સરકાર, ગુજરાત સરકાર અને પોલીસની મુશ્કેલી વધે તેમ હતી. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કંઈ કરવા તૈયાર ન હતા.
8 જાન્યુઆરી 2021 સુધી આ અંગે વરૂણ પટેલને કોઈ જાણકારી આપવામાં આવી નથી. તેઓ રાહ જોઈ રહ્યાં છે. પુંજ પંચ અંગે પણ માંગણી કરવામાં આવી છે.