ખેડૂત વિરોધી 3 કાયદા પહેલાં જ રૂપાણી APCM ને ખતમ કરી રહી છે

ગાંધીનગર, 25 માર્ચ 2021
ભાજપની રાજ્ય સરકાર ખેડૂતોને ધીમે ધીમે ખતમ કરી રહી છે. આ અંગેનો એક મજબૂત પૂરાવો કોંગ્રેસ પક્ષના થોડબંધ ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં આપ્યો છે. સરકાર 3 કાયદા દ્વારા APMCને ખતમ કરે તે પહેલાં ગુજરાતની ખેડૂત વિરોધી ભાજપની વિજય રૂપાણીની સરકારે ફંડ આપવાનું જ મોટા ભાગે બંધ કરી દીધું છે. હવે એપીએમસી આધુનિક નહીં રહે તો ખાનગી ખેત બજારો વધારે આધુનિક બનીને ખેડૂતોનો માલ લેવા લાગશે.

રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવાઓ કરે છે, પરંતુ બજાર સમિતિઓને આધુનિક બનાવવા માટે વર્ષ 2019માં માત્ર ત્રણ જ બજાર સમિતિઓને રૂપિયા 1.45 કરોડ અને વર્ષ 2020માં માત્ર 7 બજાર સમિતિઓને જ 1.94 કરોડ સહાય ચૂકવવામાં આવી છે.

વર્ષ 2020માં તો મોટાભાગની એવી બજાર સમિતિઓને છે કે જે વિસ્તારમાં વિધાસનભાની પેટા ચુંટણીઓ આવતી હતી તેવા વિસ્તારની બજાર સમિતિઓને જ સહાય ચૂકવવામાં આવી છે. બજાર સમિતિઓ આધુનિક થાય અને ખેડૂતોને લાભો મળે તે માટે સહાય ચૂકવવામાં સરકારને કોઈ રસ ન હોઈ તેવું આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે..

જીલ્લાનું નામવર્ષ ૨૦૧૯માં ચૂકવેલ સહાય રૂ.લાખમાં – વર્ષ ૨૦૨૦માં ચૂકવેલ સહાય રૂ.લાખમાં
સાબરકાંઠા00
અરવલ્લી00
નર્મદા00
તાપી00
અમદાવાદ00
બોટાદ022.62
બનાસકાંઠા00
કચ્છ00
ભરૂચ00
૧૦ડાંગ00
૧૧ખેડા00
૧૨મહિસાગર013.9
૧૩આણંદ00
૧૪સુરત00
૧૫સુરેન્દ્રનગર02.51
૧૬રાજકોટ500
૧૭જામનગર00
૧૮પોરબંદર00
૧૯જૂનાગઢ500
૨૦ગીરસોમનાથ00
૨૧નવસારી00
૨૨વલસાડ050
૨૩મહેસાણા00
૨૪ગાંધીનગર00
૨૫વડોદરા45.150
૨૬છોટાઉદેપુર05.85
૨૭પાટણ00
૨૮દાહોદ00
૨૯પંચમહાલ00
૩૦દેવભૂમિદ્વારકા00
૩૧મોરબી050
૩૨અમરેલી00
૩૩ભાવનગર048.75
કુલ145194