[:gj]ડીસામાં સરકારી કચેરીઓના જ લાખો રૂપિયાના વેરા બાકી હોય ત્યાં?[:]

[:gj]ડીસા, તા.૦૫

ડીસા નગરપાલિકા શહેરમાં આવેલી રહેણાંક કોમર્શિયલ આવાસો તેમજ સરકારી કચેરીઓ  પાસેથી દર વર્ષે  સફાઈ લાઈટ અને અન્ય  વેરાઓ ઉઘરાવવામાં આવે છે.  તેમાંય દર વર્ષે વેરા સમયસર ભરપાઈ  થાય તે માટે  ૧૦ ટકાનું વળતર પણ આપવામાં આવે છે.  તેમ છતાં અમુક રીઢા બાકીદારો આ વેરો ભરવામાં ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. પાલિકા દ્વારા રહેણાંક કે કોમર્શિયલ ધારકો ને જો વેરો સમયસરના ભરે તો આકરા પગલાં લેવા આવે છે. જેમાં નગરપાલિકા દ્વારા આવા  બાકીદારોના રહેણાંક મકાનના પાણીના જોડાણ તેમજ દુકાન પણ શીલ મારવાની આકરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ ડીસામાં આવેલી અનેક સરકારી કચેરીઓના વર્ષો જુના બાકી વેરા હોવા છતાં પાલિકા તંત્ર માત્ર નોટિસ ફટકારી સંતોષ માની લેતી હોય છે.  ડીસામાં સરકારી  બાકી મિલકતો વેરાના વાત કરીએ તો ડીસામાં આવેલ ઉત્તર પોલિસ મથક, દક્ષિણ પોલીસ મથક, તાલુકા  પોલીસ મથક અને પોલીસ ક્વાર્ટરના મિલકતના રૂપિયા ૨૫૨૨૫૭૫/-  તેમજ સરકારી મોર્ડન  સ્કૂલના ૧૩૫૩૫૯/- જેટલા વેરાની રકમ બાકી હોવા બાબતે પાલિકા દ્વારા અવાર નવાર નોટિસ પાઠવવા છતાં આ બાબતે સરકારી તંત્રનુ પેટનું  પાણી પણ હલતું નથી અને વેરા ભરપાઈ કરવામાં ભારે ઉદાસીનતા દાખવી રહ્યું છે જેની શહેરની વિકાસ પ્રક્રિયા ઉપર વિપરીત અસરો પડી રહી છે.

 [:]