[:gj]પનીર બનાવતાં નિકળતા પાણીનું સ્વાદીષ્ટ પીણું આણંદના વિજ્ઞાનીએ બનાવ્યું [:]

[:gj]પનીર બનાવતા પાણીમાંથી પીણું બનાવાયું, આણંદ ડેરી વૈજ્ઞાનીની શોધ

નવા જ પ્રકારનું પીણું આણંદના વિજ્ઞાનીઓએ તૈયાર કર્યું છે તેનો અખતરો કરવાની ભલામણ કરી છે. પનીર, શ્રીખંડ, લસ્સી બનાવતાં મોટા પ્રમાણમાં પાણી નિકળે છે જે ફેંકી દેવામાં છે. (whey)  છાશ – ફાડેલા દૂધનું અથવા દહીંનું પાણી  ફેંકવાના બદલે તેનો ઉપયોગ કરીને આ પાણીમાંથી પોષણયુક્ત પીણું તૈયાર કરવાની નવી પદ્ધતિ શોધવામાં આવી છે.
આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના ડેરી ટેકનોલોજી વિભાગના પીન્કલ પટેલે લીંબુંનો ઉપયોગ આછ-છાસના પાણીમાં કરીને પીણું બનાવવાની નવી પદ્ધતિ વિકસિત કરી છે. આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા કાર્બોનેટ લાઈમ વ્હે બેવરેજ બનાવવાની પદ્ધતિ વિકસાવી છે જેમાં ડી-ફેટેડ લેક્ટોઝહાઈડ્રોલાઈઝ્ડ વ્હેમાં 4.5 ટકા લાઈમ રસ તથા 8થી 10 ટકા ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે.
ઘરે અને ડેરીમાં જ્યારે પનીર, શ્રીખંડ, લસ્સી, દહીં, દૂધ ફાડીને બનાવાતી મીઠાઈ બનાવવામાં આવે છે ત્યારે તેમાંથી 90 ટકાથી વધું પાણી નિકળે તે ફેંકી દેવામાં આવે છે. પણ હવે તે પાણીમાંથી સ્વાદિષ્ટ પીણું બનાવવાની રીત શોધવામાં આવી છે.
કાર્બોનેટેડ લાઈમ વ્હે બેવરેજના સ્વાદમાં સુધારો કરવા માટે તેમાં 0.5ટકા મીઠું તથા 0.5 ટકા આદુનો પાઉડર ઉમેરી 1.5 કિલોગ્રામ-સેમી2ના દબાણે કાર્બોનેશન કરવાની કૃષિ વિશ્વ વિદ્યાલયે ભલામણ કરી છે. બનાવેલા કાર્બોનેટેડ લાઈમ વ્હે-બેવરેજને પેટ બોટલમાં 100 પી.પી.એમ. સોડિયમ બેન્ઝોએટ પ્રિઝર્વેટિવ ઉમેરી ફ્રીજના 4થી9 સે. તાપમાને 75 દિવસ સુધી અને 35થી39 સે. તાપમાને 21 દિવસ સુધી સાચવી શકાય છે. તેમ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના ડેરી ટેકનોલોજી વિભાગના, ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય દ્વારા ભલામણ કરી છે.
લીંબુનો રસ (4.5%), ખાંડ (10%), આદુનો રસ (1%) અને મીઠું (0.6%) નો ઉપયોગ કરીને સ્વીકૃત ગુણવત્તાવાળા કાર્બોનેટેડ લીંબુ છાશવાળા પીણાં (લેક્ટોઝ હાઇડ્રોલિસિસ સાથે) તૈયાર કરી શકાય છે. તાપમાને (7 ± 1 ° સે) 49 દિવસ સુધી તૈયાર છાશ પીણું સ્વીકાર્ય હતું. છાશ પીણાંની કિંમત 200 મિલી દીઠ 5.33 છે. ડેરી ઉદ્યોગ, ખાસ કરીને પનીર, કેસિન, છાના અને પનીરના ઉત્પાદનમાં રોકાયેલા લોકો કચરાના નિકાલની સમસ્યાઓ ઘટાડવા અને આવક પેદા કરવા માટે મૂલ્ય વર્ધક ઉત્પાદન તરીકે આ તૈયારીનો ઉપયોગ કરી શકે છે.
છાશ, ચીઝ, છના અને પનીરના ઉત્પાદન દરમિયાન નિકળતું પાણી એ ખૂબ પૌષ્ટિક બાય-પ્રોડક્ટ છે. પૌષ્ટિક ઉપયોગ માટે, કાર્બોનેટેડ લીંબુ પીણા માટેની તકનીક વિકસાવવામાં આવી છે. જેમાં લીંબુનું પાણી 4થી 5.5 ટકા સુધી ઉમેરીને તથા 8થી 12 ટકા ખાંડ ઉમેરીને પીણું બનાવાયું છે. કાર્બોનેટેડ લીંબુ – છાશ પીણાંમાં રેફ્રિજરેટેડ તાપમાન (7 થી 10 ° સે) પર 49 દિવસ સુધી સાચવી શકાય છે.

છાશ ઉચ્ચ જૈવિક મૂલ્યવાળા પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે જે સમૃદ્ધ એમિનો એસિડ પ્રોફાઇલવાળા સંપૂર્ણ, ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન છે. છાશમાં ઘણા કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય છે જે ઇલેક્ટ્રોલાઇટ્સ, વિટામિન્સ, એમિનો એસિડ્સ અને અન્ય કાર્બનિક ઘટકોના મોટાભાગના નુકસાનને બદલી શકે છે.
પીણું ખોરાકને પચાવવા, શરીરનું તાપમાન નિયમન કરવા, ડિહાઇડ્રેશન અટકાવવા, તરસ છીપાવવા અને માનસિક તણાવ દૂર કરવા માટે ઊર્જા અને પાણી પ્રદાન કરે છે. છાશયુક્ત પીણાને અસલી તરસ છીપાવનાર, શક્તિ, પ્રેરણાદાયક, આરોગ્યપ્રદ અને પૌષ્ટિક તરીકે માન્યતા આપવામાં આવી છે.[:]