ઊંઝા એપીએમસી બજારમાં રૂ.15 કરોડના ગોટાળાનો આરોપ, ગુંડા ગેંગે કબજો લઈ વેપારીઓ પાસેથી ઉઘરાવાતાં હપ્તા

અમદાવાદ, 13 સપ્ટેમ્બર 2020

એશિયાની સૌથી મોટી ખેડૂતોની ચીજો વેચતી બજારમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધું આવક શેષની થાય છે. વર્ષે લગભગ રૂ.25 કરોડ રૂપિયા વેપારીઓ ખેડૂતો પાસેથી મેળવીને એપીએમસીમાં જમા કરાવે છે. તેની રસાદ વેપારીઓને આપવી કાયદાકીય છે. પણ તે આપવામાં આવતી નથી અને પૈસા બારોબાર ટેબલ નીચેથી લેવામાં આવે છે. 15 કરોડનો આવો ગફલો થયો હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ આરોપો સોશિયલ મિડિયામાં ફરતાં થયા હતા. જ્યારથી નારણ લલ્લુ પટેલે એપીએમસી છોડી ત્યારથી ઊંઝા બજારમાં પડતી શરૂં થઈ છે. તેઓ હતા ત્યાં સુધી કંઈ ખોટું થવા દીધું ન હતું. પણ હવે ઊંઝા બજાર પર અસામાજિક તત્વોનો કબજો આવી ગયો છે. ગુંડા ગેંગ વેપારીઓ પાસેથી હપ્તા ઉઘારાવીને પરેશાન કરી રહ્યાં છે ત્યાં એક બીજું કૌભાંડ બહાર આવ્યું છે. આ ગેંગ ભાજપના કેટલાંક નેતા સાથે જોડાયેલી છે અને ચૂંટણી જીતવામાં મદદ કરી છે.

આ અંગે ઊંઝા ગંજ બજારના મંત્રી વિષ્ણુ પટેલને ફોન પર પૂછતાં તેમણે કહ્યું હતું કે, રૂ.15 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ એક કર્મચારી દ્વારા મૂકવામાં આવ્યો છે. તેણે કચેરીમાં કેમેરા ગોઠવીને પૂરાવા એકઠા કર્યા હોવાનો તે આરોપ મૂકી રહ્યા છે. પણ અમારી વર્ષે રૂ.25 કરોડની આવકમાં 20 ટકાનો વધારો થયો છે. તો પછી ભ્રષ્ટાચાર કઈ રીતે હોઈ શકે ? તેમ વિષ્ણુ પટેલે જણાવ્યું હતું.

11 સપ્ટેમ્બર 2020માં 47 કર્મચારીઓએ સહી કરીને એક પત્ર લખ્યો છે.  પત્રમાં લખ્યું છે કે, ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં શેષ વસૂલાતમાં ગેરરીતિ કરનારા કર્મચારીઓ અને વેપારીઓ છે. તેથી બજાર સમિતિની પ્રતિષ્ઠાને હાની પહોંચી રહી છે. કર્મચારી સૌમિલ પટેલ કારકુન તરીકે કામ કરે છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેણે બજારની આબરૂને ધક્કો પહોંચાડ્યો છે. ભૂતકાળમાં પણ તેમણે ગેરરિતીઓ કરેલી છે. આવો

પણ ખરેખર શું છે

સૌમિલ પટેલ સામે એટલા માટે પત્ર લખવામાં આવ્યો છે કારણ કે તેમણે બજાર સમિતિના પદાધિકારીઓ અને ભાજપના ધારાસભ્ય આશા પટેલ દ્વારા શું કૌભાંડ કરવામાં આવ્યા છે તે અંગે તેમણે આક્ષેપો કરતી વિગતો સાથેના પત્ર દ્વારા સરકારને જાણ કરી છે. સરકારને પત્રો લખ્યા છે. આ કર્મચારી પાસે અનેક પૂરાવા છે.

ઊંઝા સહકારી બજારમાં મોટો ભ્રષ્ટાચાર બહાર આવેલો છે. બજાર  શેષ ઉઘરાવી બારોબાર ઉચાપત કરી છે. APMC ચેરમેન દિનેશભાઇ પટેલ અને ઉંઝાના ધારાસભ્ય આશા બેન પટેલ સાથે સાથે APMC ઉંઝા ના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલની સંડોવણી બહાર આવી છે.

અંદાજે 15 કરોડથી વધુની રકમ બારોબાર ઘર ભેગી કરવાનો APMCના શેષ વિભાગ આ કર્મચારીએ પૂરાવા સાથે વિગતો એકઠી કરી છે. તેમણે સીસીટીવી કેમેરા દ્વારા નાણાંકિય પુરાવા એકઠા કર્યા છે. મજૂરોની પોતાના મજૂરીના પૈસા બારોબાર ખવાઈ ગયા છે.

મંત્રીએ પોલીસને પત્ર લખ્યો

ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મંત્રી વિષ્ણુ મળી પટેલે તુરંત પોલીસને એક પત્ર લખ્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે, કચેરીમાં સીસીટીવી કેમેરા ગોઠવીને ગોપનીય બાબતો રેકર્ડ કરી છે. કારકુન સૌમિલ અમૃત પટેલ દ્વારા 8 સપ્ટેમ્બર 2020ના રોજ પોતાના ખર્ચે કચેરીમાં કેમેરા ગલાવીને કેટલીક બાબતો રેકોર્ડ કરી લીધી છે. તેમણે લગાવેલો કેમેરા કબજે કરેલો છે. તેણે નિવેદનમાં સહી તો કરી આપી પણ તે સહી થોડા સમયમાં જ ઉડી ગઈ એવી કેમિકલ વાળી હતી. ઉડી જાય એવી સહી કરી હતી. તેનો ફોટો મંત્રીએ પાડી લીધો હતો. તેની પાસે તે પૂરાવો છે. તેથી પોલીસ આ અંગે ફરિયાદ નોંધે. તેણે ઘણાં લાંબા સમયથી આ કેમેરા લગાવીને કચેરીમાં જે કૌભાંડ થતાં હતા તે રેકર્ડ કરેલા છે. જેમાં શેષની રકમ કોણ લેવા આવતું હતું તે પણ કેદ થયેલું છે.

કારકુન સૌમિલ અમૃત પટેલને નોટિસ

કારકુન સૌમિલ અમૃત પટેલે પોલીસને ઈ મેઈલ કરીને તેની પાસે વિડિયોમાં અનેક પૂરાવા હોવાનું જણાવ્યું છે. તેથી વિષ્ણું પટેલે સૌમિલ સામે પગલાં લેવા માટે નોટિસ 10 સપ્ટેમ્બર 2020માં આપી છે. મંત્રી વિષ્ણું પટેલ અને અધ્યક્ષ દિનેશ પટેલ સામે પુરાવા હોવાના ઈ મેઈલ અનેક સ્થળે કર્યા છે. 11 સપ્ટેમ્બરે બીજી એક નોટિસ આપી છે.

ગાંધીનગરમાં કેટલાંક લોકો મળી આવ્યા હતા. તેથી ગાંધીનગરથી તપાસ ન થાય તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે.

અંદરના વર્તુળો શું કહે છે ?

ઊંઝા પોલીસે હજુ એફઆઈઆર નોંધી નથી. જાણવા જોગ ગણેલું છે. 5 જણની ગેંક શેષની રકમ દર 15 દિવસે વેપારીઓ જમા કરાવે તે જમાં લેવાના બદલે ઘરે લઈ જતા હોવાનો આરોપ ઊંજા બજાર સાથે સંકળાયેલા પૂર્વ હોદ્દેદારો કહી રહ્યાં છે. પોલીસ સ્ટેશનને ઈ મેઈલ કરીને કોણ કેટલાં પૈસા લઈ ગયા છે તેની જાણ કરી છે. તે પોતે પોલીસ સમક્ષ હાજર થયો નથી. ભ્રષ્ટાચારની મોટી રકમ છે. કોને કેટલી રકમ આપી તે અંગે મેઈલમાં કહ્યું છે. આ ગેંગમાં એપીએમસીમાં જે હોદ્દેદાર છે તે સૌમિલના કુટુંબના પણ છે. કેટલાંક લોકો રૂ.1200 કરોડના વેરા ગોટાળામાં ભાગતા ફરી રહ્યા છે. વેપારીઓ પાસેથી પૈસા વસૂલતી ગેંગ આની પાછળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઊંઝા બજારમાં કોઈ કનુ પટેલને બારોબાર પૈસા આપવામાં આવતાં હતા. અધર ઈનકમ 8થી 10 કરોડ થતી હતી. તે અધર ઈનકમ કેટલી છે તે પોલીસ શોધી રહી છે. જોકે પોલીસ તપાસ ન કરે એવું હવે ઊંજાની ચોર ગેંગ ઈચ્છિ રહી છે.