હળદરના નકામા પાનમાંથી તેલ કાઢવાની ટેકનિક વિકસાવતાં ધોરાજીના ખેડૂત

ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2021

2021માં ગુજરાતમાં હળદરનું 4500 હેક્ટર વાવેતર થયું છે. હળદર અનેક રોગોમાં વપરાય છે. તેનું તેલ ગાંઠમાંથી બને છે. તેના પાન ખેડૂતો ફેંકી દેતાં હોય છે, પણ ગુજરાતના ધોરાજીના ખેડૂત હરસુખ હીરપરાએ હળદરના લીલા છોડના પાનમાંથી તેલ કાઢવાની નવી ટેકનોલોજી વિકસિત કરી છે. તેઓ હળદરના પાનમાંથી તેલ કાઢીને એક કિલોના રૂ.900ના ભાવે વેચે છે.

ખેડૂતો પાનને ફેંકી દે છે કે ખાતર બનાવે છે. નવી ટેકનિકથી હવે તે વેસ્ટથી બેસ્ટ બની ગઈ છે. બાયપ્રોડક્ટ બની છે.

હળદરના પાનમાંથી તેલ નિકળે એ અસમાન્ય બાબત છે. તેઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી છે. લીલા પાનના જથ્થામાંથી 1 ટકા તેલ કાઢે છે. લીલા પાનમાંથી તેલ 1 ટકો નિકળે છે પણ પીળા પાનમાંથી એટલું તેલ નિકળતું નથી.

તેલનો રંગ પારદર્શક હોય છે. તેલનો ઉપયોગ સાબુ બનાવવામાં, પીઠી ચોળવા, ખુશબુ માટે, ચહેરાનો રંગ ઉઘાડવા વપરાય છે.

આયુર્વેદિક દવા

આયુર્વેદિક દવા બનાવવા માટે તેલ વપરાય છે. આયુર્વેદિક વસ્તુઓ બનાવવા, દવા બનાવવા માટે ભરપૂર ઉપયોગ થાય છે.

હોટેલોમાં વધું વપરાશ

તેલ સૌથી વધું વપરાશ હોટેલમાં છે. શાક, દાળ કે ભાતમાં તે એક ટીપું નાંખવાથી અનોખી ખુશ્બુ આવે છે. આ સુશ્બુ હોટેલના કાયમી ગ્રાહકો બનાવી આપે છે. જાણીતી હોટેલ પોતાની નામના મેળવવા હળદરના તેલનો ઉપયોગ કરે છે.

મસાલા ઉદ્યોગ

ગુજરાતની ઘણી મસાલા કંપનીઓ કે વેપારી હળદરની ખૂશ્બુ વધારવા માટે આ તેલ વાપરે છે. મસાલા ઉદ્યોમાં તે સારા એવા પ્રમાણમાં વપરાય છે. હળદરની ફ્લેવર વધારવા ઉપયોગ થાય છે.

હાઈડ્રો વોટર

પાનમાંથી તેલ બનાવતી વખતે તેમાંથી તે પાણી નિકળે તે પણ ઘણું ઉપયોગી છે. હાઈડ્રો વોટરમાં  હળદળની સુગંધ આવે છે. તે ખાવાપીવાની વાનગીઓમાં વાપરી શકાય છે.

ખેતરમાં જંતુ નાશક

હાઈડ્રો વોટરનો ઉપયોગ ખેતીમાં કરી શકાય છે. તેનું પાણી ફૂગ કે ફૂગજન્ય રોગને નાબૂદ કરવા માટે વપરાય છે. તેના વપરાશથી નાની જીવાત કે ફૂદાનો નાશ કરી શકાય છે. ખેતરમાં તે પંપથી સીધું જ છાંટી શકાય છે.

હળદરના એક કિલોના રૂ.300 મળે પણ તેની સાથે તેલના 500થી 900 કિલાના ભાવે મળે છે. વળી હાઈડ્રોવોટરને પણ ખેડૂતો વેંચી શકે છે.

હળદર પાકની વચ્ચે મેન્થા ઉગાડવામાં આવે તો ખેડૂતોને સારો ફાયદો થાય છે.

મશીન

હળદર કાઢવા માટે જે મશીન આવે છે તે સ્ટેનલેશ સ્ટીલનું 5થી 8 કલાકમાં 300 કિલો પાનથી તેલ અલગ કરી શકે એવું રૂપિયા 2.50 લાખમાં આવે છે. 500 કિલોનું એસએસનું 4 લાખમાં આવે છે. એરોમેટીક મીશન હેઠળ સરકાર 5 લાખ રૂપિયા સુધીના મશીન પર 50 ટકા સબસિડી આપે છે. બળતણ તરીકે લાકડા, ઈલેક્ટ્રિસીટી કે ગોબર ગેસ વાપરી શકાય છે.

સબસિડી

આર્યુવેદીક કે એરોમેટીક ખેતી કરવા માટે ગુજરાત સરકાર એક હેક્ટર દીઠ રૂપિયા 12500ની સબસિડી 4 હેક્ટર સુધી આપે છે.

ખેડૂતો પાન બળી મૂકે છે

હળદરના પાનનો નિકાલ કરવો ખેડૂતો માટે માથાનો દુખાવો છે. કારણ કે પાન કાઢવા માટે સારી એવી મજૂરી ચૂકવવી પડે છે. તેથી ખેડૂતો તેને ખેતરમાં જ રાખી મૂકે છે અને સુકાય જાય એટલે જમીન પર સળગાવી નાંખે છે. પાનમાંથી કોઈ આવક નથી, પણ ખર્ચ થાય છે.

હળદર કરતાં 5 ગણાં પાન

એક છોડમાં હળદરની ગાંઠ 400 ગ્રામ નિકળે છે. તેનું 4થી 5 ગણું પાનનું વજન હોય છે. હળદર 80 ટકા પાકી જાય પછી કાપણીના એક અઠવાડિયા પહેલા લીલા પાન કાઢી શકાય છે. તેથી તેલ નિકળવાની શક્યતા વધી જાય છે. એક એકરમાં 1600 મણ પાન નિકળી શકે છે.

ઉત્પાદન વધારો

ભારતીય મસાલા સંશોધન સંસ્થાએ ઓછા પાણીએ 30 ટકા વધું જંગી ઉપજ આપતી, ટૂંકા ગાળામાં પાકી જતી હળદરની નવી જાત IISR PRAGATI (પ્રગતિ) વિકસાવી છે. હળદરના ઉત્પાદનમાં ગુજરાત પાછળ છે. ગુજરાતનો વેપાર બે ગણો થઈ શકે તેમ છે. જેમાં તેલ કાઢવાનું પ્રમાણ વધી શકે છે. 200થી 180 દિવસમાં પાક થાય છે. હેક્ટરે દીઠ 38 ટન જંગી ઉત્પાદન આપે છે. અનુકૂળ પરિસ્થિતિ મળે તો 52 ટન જેટલું કલ્પનાતીત ઉત્પાદન આપે છે. ખાસ કરીને ગ્રીન હાઉસમાં નિયંત્રિત વાતાવરણમાં તે વધું ઉત્પાદન આપે છે.

ગુજરાતમાં વાવેતર

ગુજરાતમાં 4005 હેક્ટર વિસ્તારમાં પીળી હળદળનું વાવેતર થાય છે. જેમાં અંદાજે 80 હજાર ટન હળદર પેદા થાય છે. સરેરાશ 19.70 ટન એક હેક્ટર દીઠ પેદા થાય છે. તેના 4 ગણા પાન થઈ શકે છે. ગુજરાતના લોકો બહારની હળદરનો પાઉડર ખાય છે. હળદર તો મોટા ભાગે લીલી હળદર તરીકે વેચાય છે. જ્યારે પાઉડર માટે બીજા રાજ્યો પર આધાર રાખવો પડે છે.

આ પણ વાંચો 

રોગોને રોકતી પીળી ગુણવાન હળદર, ગુણીયલ ગુજરાતે આયાત કરવી પડે છે, ઉક્પાદનમાં 10 વર્ષમાં 273 ટકાનો વધારો

લાખોની નોકરી છોડી આણંદના એન્જિનિયરે ઓર્ગેનિક હળદરની ખેતી શરૂ કરી, વાર્ષિક 1.25 કરોડનું ટર્નઓવર

હળદરના ફાયદા

હળદર નિયમિત લેવાથી 14 બીમારીઓ થતી નથી.

વિશ્વમાં હળદર પર 56 હજાર પ્રયોગો થયા છે.

વિશ્વની સૌથી મોંઘી દવામાં હળદર વપરાય છે.

કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

મેદસ્વિતા, એન્ટિસેપ્ટિક, ઘાની રૂઝ, રક્ત શુદ્ધિ,  વજન ઓછું થશે, મેદ ઘટે, સૌંદર્યવર્ધક, મધુપ્રમેહ, મૂત્રમાર્ગ, ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ, લીવર, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળું, મોંનાં ચાંદાં, અવાજ બેસી જવો, રોગપ્રતિરોધક, પીરિયડ, પેટમાં કીડા, વણજોઇતા વાળ, સ્ટ્રેચ માર્ક્સ, દાંત, સુસ્તી, લોહીની ઉણપ, મગજ, યાદશક્તિમાં ફાયદાકારક છે.

દેહનો રંગ સારો કરનાર, લોહી પાતળું, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ, અપચાનો નાશ કરે છે.

રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

શેકેલી હળદર સાથે કુવારપાઠાનો ગર્ભ હરસ મટાડે છે.

મધ કે ગરમ દૂધ કે અડધી ચમચી હળદર, અરડુસીનો રસ ત્રણ ચમચી, એક ચમચી મધ સાથે કફ, ગળાના રોગ, કાકડા, ઉધરસ, સળેખમ મટે છે.

લીલી હળદર ચાવીને ખાવાથી, રાતે સૂતી વખતે સૂચવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.

આમળાં સાથે સમાન લેવાથી પ્રમેહ મટે છે.

હળદર, ગોળ, ગોમુત્ર લેવાથી એક વર્ષમાં હાથીપગામાં રાહત થાય છે.

હળદર, ફટકડી, પાણીથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.

હળદર, મીઠું, પાણીનો લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.

હળદર, લોધરના લેપથી સ્તનનો સોજો મટે છે.

સાકર સાથે ચુસવાથી અવાજ, સ્વર સારો થાય છે.

એક મહીનામાં ટોક્સીક દૂર કરવામાં મદદ કરે છે.

આમળા સાથે ઉકાળો લેવાથી શરીરની બળતરા ઓછી થાય છે.

શુદ્ધ ઘીમાં હરસ-મસામાં રાહત કરે છે.

સુખડ, રસાંજનનું ચૂર્ણ, ગુલાબજળથી ખીલ ગાયબ થાય છે.

મુલતાની માટી, ચંદન, ગુલાબજળનો પેક કાળા ડાઘ, ચકામા, કુંડાળા કરચલી દૂર કરે અને ત્વચા સુંદર બને છે.

લીમડાના પાનની રાખ, મધ કે પાણી સાથે લેપથી ગુમડાં જેવા મોટા, પાકેલા ખીલ પણ મટે છે.

ખતરો

ઉપાય માટે વૈદ્ય કહે તેમ જ કરો.

વધુ પડતી હળદર નુકશાનકારક છે.

કક્યુર્મિન રોજ 500 થી 1000 મિલીગ્રામથી વધવું ન જોઈએ. એક ગાંઠમાં 200 મિલીગ્રામ હોય છે.

કન્ક્યુર્મિનનું પ્રમાણ શરીર માટે યોગ્ય માનવામાં આવે છે. રોજ 500 મિલીગ્રામ હળદર વાજબી છે.

વધુ હળદર પેટને ખરાબ, પિત્ત, પાચનતંત્ર, ડાયેરિયા, ગેસ, કબજીયાત, ઉબકા, ઉલ્ટી થઈ શકે છે.

બ્લડ સુગર ઓછી થઈ શકે.

કિડનીમાં પથરી હોય તો ન લો, 2% ઓક્સાલેટ નપકસાન કરે છે.

ગર્ભવતી મહિલા, બાળકોને સ્તનપાન, ગર્ભના બાળકને નુકસાન કરી શકે છે.

કમળામાં ન વાપરો.

શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે. તમે જો નિશ્ચિત માત્રથી વધુ પ્રમાણમાં હળદર ખાઈ રહ્યા ચો તોત તમને ઉબકા આવવા કે ઉલ્ટી ત્વની સમસ્યા પણ સર્જાઈ શકે છે. ઉપરની જાણકારી માટે વૈદ્યની સલાહ લઈને પછી જ ઉપયોગ કરવો.