ગાંધીનગર, 1 જાન્યુઆરી 2021
જામનગર જિલ્લાના જામનોધપુરના અમરાપર ગામની સરકારી જમીન પર લાખોટન કિંમતી ખનીજ કાઢી લેવામાં આવ્યું છે. જે અંગેની ફરિયાદ જામનગર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી છે. જેની તપાસ કરવા માટે માંગણી થઈ છે. ખોટા નકશાઓ બનાવી, તે આધારે ખાણની લીઝ મંજુર કરાવી રાજયની માલીકીની જમીનમાંથી ખનીજ મેળવી લેવામાં આવેલું છે. તે ખનીજની કુલ કિંમત રૂ.120 કરોડ થવા જાય છે .
જમીનનું રેકર્ડ બદલી દેવાયું. જ્યાં જમીન નથી ત્યાં જમીન બતાવી, જ્યાં ખાણો નથી ત્યાં ખાણો બતાવીને જમીનને નકશામાં બદલી નાંખવામાં આવી છે. જમીનનું રેકર્ડ ઉપર સ્થળાંતર કરી દેવાયું છે. સરકારી રેકર્ડમાં ખોટા નકશાઓ ઊભા કરી દેવાયા છે. ખોટા રેકર્ડ બનાવી દેવાયા છે. ખોટા રેકર્ડને ખરા તરીકે ઉપયોગ સરકાર પોતે કરી રહી છે.
જામનગ૨ જિલ્લાના જામજોધપુર તાલુકાનું અમરાપર ગામમાં ખુબજ લાઈમ સ્ટોન ખનિજથી ભરેલો વિસ્તાર રાજ્યના ખાણ ખનિજ વિભાગે જાહેર કર્યો છે. તેની સાથે ત્યાં ભાજપના ગુંડાઓએ સરકારી જમીન પર ખનિજ ચોરી કરી લીધી છે. સરકારી દફતરે આ વિગતો નોંધાયેલી છે. તેમ છતાં જિલ્લાના ટોચના બે અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી કે તે અંગે બન્ને બોલવા તૈયાર નથી.
જામનગર કલેકટર અને એસપીને Feb.17,20,માં જામજોધપુરના અમરાપર ગામથી રૂ. 120 કરોડનું ખનીજ ખોદીકાઢવાની ફરિયાદ થઈ હતી તે અંગે શું થયું? જણાવો. @CMOGuj @CollectorJamngr @dgpgujarat @SP_Jamnagar
— All GUJARAT NEWS (@allgujaratnews) December 25, 2020
પર્વતની ખીણમાં જમીન
અમરાપર ગામથી થોડે દૂર પર્વતની ખીણમાં રેવન્યુ સર્વે નંબર 465 મોટા ખરાબા સ્વરૂપની જમીન છે. આ સર્વે નંબરના માપણી ન થયેલા પૈકી નંબરોના સ્થળ ફે૨ફા૨ કરી, તે જમીનને અન્ય સ્થળે નકશાઓ દર્શાવીને ખનીજ ચોરી કરવાનું મોટું કૌભાડ રૂપાણી સરકારમાં ભાજપના નેતાઓ દ્વારા ચાલી રહેલું છે. સાંથણીની જમીનો કાગળ પર દસ્તાવેજો બનાવી લેવાયા છે. જે ખનીજથી ભરેલા સમૃદ્ધ વિસ્તારના નકશા બતાવી દઈને ખનિજો ખોદી કાઢવામાં આવ્યા છે.
ભાજપના નેતાની સંડોવણી
આ કૌભાડમાં જામજોધપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મળતીયાઓ અને માપણી કચેરીના કર્મચારીઓ સંડોવાયેલા હોવાની લેખીત ફરિયાદ અમરાપરના જીવાભાઈ નાથાભાઈ ખુંટીએ કરી છે.
રેવન્યુ ખાતામાં સલીમના નામે જમીન
અમરાપરના જુના રે.કરવે નંબર 465 પૈકી 87 વાળી જમીન સલીમ અબ્દુલ્લાખાંના નામે, રેવન્યુ ખાતા નંબર 381ની હતી. સલીમ અબ્દુલ્લાખ વિગેરેએ ખાણ ખનીજ વિભાગમાં 465 પૈકી 87 વાળી જમીનનો જમીનનો નકશો રજુ કરેલો હતો. જમીન ખાગેશ્રીની નજીક અને પરવડામાં નજીક છે. 22 વીઘા જમીન છે.
ફોજદારી અને રેવન્યુ ગુનો
ભાજપના નેતાઓનું પૂર્વ આયોજીત કાવત્રુ છે. મોટા પાયે ખનીજ ચોરી કરીને ફોજદારી ગુનો કર્યો છે. આઈ.પી.સી. કલમ : 465, 467, 468, 474, 120 બી, 114 વિગેરે મુજબનો ગુનો કરેલો હોવાની ફરિયા કરવામાં આવી છે. જેમાં રૂપાણી સરકારે બનાવેલો નવો જમીન માફિયાનો કાયદો અહીં લાગુ પડે છે.
એક વર્ષ થયું છતાં કોઈ કાર્યવાહી નહીં
1 જાન્યુઆરી 2020ના દિવસે ફરિયાદ કરી તેને બરાબર એક વર્ષ થયું છે. તેમ છતાં કલેક્ટર કે જિલ્લા પોલીસ વડા કે ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે જામનગર કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રવિ શંકર તથા જામનગરના પોલીસ અધીક્ષક દીપન ભદ્રનને ઈ મેઈલ કરીને આ અંગે allgujaratnews.in દ્વારા તપાસ અંગે જે વિગતો હોય તે 24 ડિસેમ્બર 2020ના રોજ જણાવવા કહેવામાં આવ્યું હતું. જે અંગે કોઈ જવાબ ન આવતા જાહેર ટ્વીટ પણ કરાયું હતું. તેથી ખરેખર આ બનાવમાં શું હકીકતો છે તે સરકારી તંત્રએ છૂપાવી છે.
પાંચ સત્તાવાળાઓને ઈ-મેઈલ કરીને વિગતો માંગવામાં આવી હતી.
ધારાસભ્ય શું કહે છે
જામજોધપુરના ધારાસભ્ય ચીરાગભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે, સરકારને કરોડો રૂપિયાનું નુકસાન આ શખ્સોએ કરેલું છે. તે ભરપાઈ કરવું જોઈએ. કૌભાંડ કરનારા જામજોધપુર ભાજપના નેતાઓ છે. 4 વર્ષથી આ જમીન અંગે સ્થાનિક લોકો ફરિયાદ કરી રહ્યાં છે. છતાં તેમાં કોઈ તપાસ થતી નથી. સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તે તુરંત વસુલ કરવું જોઈએ. સરકારના નેતા હેઠળ થઈ રહ્યું છે. સરકાર કોઈ પગલા લેતી નથી.