મોદી નીતિથી સૂર્ય ઊર્જાના પ્રોજેક્ટો અટવાયા, લક્ષ્યાંક અધુરા રહેતાં ગુજરાતના અર્થતંત્રને ફટકો

ગાંધીનગર, 2 જૂન 2023

વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે સૂર્ય ઉર્જા – વિન્ડ પાર્ક બની રહ્યો છે. જે ડિસેમ્બર 2026માં પૂરો થવાનો હતો. રાજ્ય સરકારે 2022 સુધીમાં 30,000 મેગાવોટ ઉત્પાદનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા પરના નિયંત્રણો દૂર કરવા માટે નવી નીતિની જાહેરાત કરી હતી. પણ આ પ્રોજેક્ટો ખોરંભેં પડી ગયા છે. તેથી સરકાર ફરી એક વખત નીતિ બદલી રહી છે.

ગુજરાતનું અર્થતંત્ર
સૂર્ય ઊર્જાની મોદી નીતિ ખોટી પડતાં ગુજરાતના વિશ્વના સૌથી મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટમાં વિલંબ થઈ ગયો છે. તેથી ચીનથી આયાત વધારવા માટે ભારત વેરો ઘટાડવા વિચારી રહ્યું છે. દેશની સાથે ગુજરાતમાં સૌર ઊર્જા કાર્યક્રમની ગતિ ધીમી પડી છે. તેથી ભારત ચીનથી આયાત કરવા માટે સોલાર પેનલ પર લાગતો વેરો ઘટાડવાનો વિચાર કરી રહ્યું છે. આયાત વેરો 40 થી 20 ટકા અને જીએસટીને 12 થી 5 ટકા પર લાવવા પર વિચાર કરી રહી છે.

અદાણીનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ ગુજરાતમાં ચાલી રહ્યો છે. ફિનલેન્ડની સોલાર પાવર કંપનીની પેટાકંપની ફોર્ટમ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં બનાવવામાં આવી રહેલો સોલાર પ્રોજેક્ટ કેટલાક મહિનાઓથી વિલંબમાં છે.

1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ સાથે 50 ટકા વીજળી ડિસેમ્બર-2024 સુધીમાં મળવાની હતી. ઉત્પાદન શરૂ કરી દેવાનું હતું. મોદીના મિત્ર અદાણી કંપની અને બીજી જગ્યાએ રિલાયંસને જમીનો આપી છે. સમગ્ર દેશના સોલાર રૂફટોપ વીજ ઉત્પાદનમાં 22 ટકા જેટલો હિસ્સો માત્ર ગુજરાતનો છે. એટલે કે ગુજરાત સોલાર રૂફ્ટોપ થકી વીજ ઉત્પાદનમાં પ્રથમ છે. હવે તેમાં અવરોધ ઊભા થયા છે.

રીન્યુએબલ એનર્જીથી 12267 મેગાવોટ ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે. 2022 સુધીમાં 20 હજાર મેગાવોટ કરવાનું હતું, હવે એક વર્।નો વિલંબ થયોછે. 2030 સુધીમાં 67 હજાર મેગાવોટ વીજળી પેદા કરવાની હતી. હવે નહીં થાય. જેમાંથી 20 હજાર મેગાવોટ વીજ અન્ય રાજ્યોને આપવાની હતી, હવે તે કામ અટકી પડ્યું છે.

500 કિલોવોટથી 4 મેગાવોટની ક્ષમતાના નાના સૂર્ય ઉર્જાના પ્રોજેકટ માટે રાજ્યમાં ઓક્ટોબરથી ડિસેમ્બર 2020 સુધીના 3 મહિનામાં 5192 પ્રોજેક્ટ માટે મંજૂરી માંગવામાં આવી હતી. હવે કોઈ આવી ઝડપે મંજૂરી માંગતું નથી.

ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) 10,000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા સ્થાપશે. તેમાં 8,000 મેગાવોટ સોલર અને 2,000 મેગાવોટ વિન્ડ પાવર જનરેશન થશે. આ માટે અદાણી જૂથ રુ. 30,000 કરોડ રોકાણ કરી રહી છે.
ખાવડા ખાતે 1 લાખ હેક્ટર જમીન પડતર પડી હતી. જેમાંથી 72,600 હેક્ટર જમીન પર સંરક્ષણ મંત્રાલયે સોલર પાર્ક બનાવવાની મંજૂરી આપી હતી.

ગુજરાતમાં કઈ કંપનીઓને અસર
સોલર-વિન્ડ હાઇબ્રિડ કેપેસિટી (MW)
1 ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની લિમિટેડ (GIPCL) 2375(MW)
2 ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) 3325(MW)
3 નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) 4750(MW)
4 અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) 9500(MW)
5 સર્જન રિયાલિટી લિમિટેડ (SRL) 4750(MW)
6 સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI)
કુલ 27700 મેગાવોટ 72400 હેક્ટર જમીન આપી છે.

GST
GST દર ઘટાડવા GST કાઉન્સિલને અપીલ કરવામાં આવશે. વાસ્તવમાં, એપ્રિલ 2022 માં, સરકારે સોલર પેનલની આયાત પર 40 ટકા ટેક્સ અને સોલર સેલની આયાત પર 25 ટકા ટેક્સ લગાવ્યો હતો. જેથી દેશની અંદરપેનલનું ઉત્પાદન થાય, પણ દેશના ઉત્પાદકો આ પેનલ્સ અને કોષોની માંગને પહોંચી વળવા માટે પૂરતું ઉત્પાદન કરી શક્યા નથી. મોદીની વિચારસરણી ખોટી હતી. પુનઃપ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક હાંસલ થઈ રહ્યો નથી.

સૌર પ્રોજેક્ટ સૌર પ્રોજેક્ટ
40 ટકા આયાત કર લાદવાથી દેશમાં સોલાર પ્રોજેક્ટની શરૂઆત પર અસર પડી હતી. જેના કારણે આ ઉત્પાદનોની અછત સર્જાઈ હતી અને સોલાર પ્રોજેક્ટનું કામ ધીમી પડી ગયું હતું. જેના કારણે ભારત સૌર ઉર્જા ઉત્પાદનના પોતાના લક્ષ્યાંકો પણ હાંસલ કરી શક્યું નથી. 2022માં 100 ગીગાવોટ સોલાર પાવર ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય હતું, પરંતુ કેટલાક અહેવાલો અનુસાર માત્ર 63 મેગાવોટ જ હાંસલ કરી શકાયું હતું. આ પ્રોજેક્ટથી લગભગ 2,00,000 ઘરોને વીજળી મળવાની છે.

આ પણ વાંચો ….. શું છે વિવાદ?
https://allgujaratnews.in/gj/pm-modi-to-lay-foundation-of-worlds-largest-power-park-what-is-the-controversy/

કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું દબાણ
https://allgujaratnews.in/gj/modi-pressure-to-give-600-sq-km-of-desert-land-of-kutch-to-power-companies/

માંગ
ભારતીય સોલાર કંપનીઓએ આ વર્ષના સામાન્ય બજેટ પહેલા જ સરકાર પાસે આ ટેક્સ દર ઘટાડવાની માંગ કરી હતી. કંપનીઓએ જણાવ્યું હતું કે 40 ટકા આયાત કર લાદવાને કારણે દેશમાં સોલાર પ્રોજેક્ટ્સની રજૂઆતને અસર થઈ હતી.

GST દર પણ આ સમસ્યાનો મોટો ભાગ છે. લગભગ ચાર વર્ષ પહેલા સૌર પ્રોજેક્ટ્સ પર GST માત્ર પાંચ ટકા હતો, જે પછીથી વધારીને 8.9 ટકા અને પછી 12 ટકા કરવામાં આવ્યો. કંપનીઓ તેને પાંચ ટકા પર લાવવાની માંગ કરી રહી હતી.

સોલાર માર્કેટ પર ચીનની પકડ
આખી દુનિયામાં 80 ટકા સોલર કમ્પોનન્ટ્સ માત્ર ચીનમાં જ બને છે, તેથી આજે પણ ચીન આંતરરાષ્ટ્રીય સોલાર માર્કેટ પર ઊંડી પકડ ધરાવે છે. એક રિપોર્ટ અનુસાર, 2020-21માં ભારતે ત્રણ અબજ ડોલરની કિંમતની સોલર પેનલની આયાત કરી હતી અને આમાંથી 90 ટકાથી વધુ પેનલ ચીનમાંથી આવી હતી.

ભારતે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી 500 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્‍યાંક રાખ્યો છે, જે હાલમાં એક અહેવાલ મુજબ 180 ગીગાવોટ છે.

સૂર્ય અને પવન વીજળીમાં 25 હજાર મેગાવોટ સાથે ગુજરાત પ્રથમ રાજ્ય બનશે – નીતિન પટેલ

https://allgujaratnews.in/gj/gujarat-to-become-first-state-with-25-thousand-mw-in-solar-and-wind-power-nitin-patel/ 

કચ્છમાં મોટો સૂર્ય ઊર્જા પ્લાન્ટ નાંખવાનું શરૂં થયું

https://allgujaratnews.in/gj/the-launch-of-a-major-solar-power-plant-in-kutch-has-begun/

વિશ્વના સૌથી મોટા ગુજરાતના સૂર્ય અને પવન ઉર્જા પાર્કનો વિવાદ

https://allgujaratnews.in/gj/controversy-over-worlds-largest-solar-and-wind-power-park-in-gujarat/ 

સૂર્યશક્તિ કિસાન યોજના શરૂ

https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%b6%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf-%e0%aa%95%e0%aa%bf%e0%aa%b8%e0%aa%be%e0%aa%a8-%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6/

ધોલેરામાં 20 કંપીનીઓ સૂર્ય ઉર્જા માટે તૈયાર

https://allgujaratnews.in/gj/%e0%aa%a7%e0%ab%8b%e0%aa%b2%e0%ab%87%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-20-%e0%aa%95%e0%aa%82%e0%aa%aa%e0%ab%80%e0%aa%a8%e0%ab%80%e0%aa%93-%e0%aa%b8%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af/ 

ગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે સૂર્ય અને પવન ઉર્જાના ૬ એમ.ઓ.યુ

https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a7%e0%aa%b0%e0%aa%b2%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d/ 

ઓએનજીસીએ હજીરામાં સૂર્ય ઉર્જા માટે ઠેકો જાહેર કર્યો

https://allgujaratnews.in/gj/%e0%aa%93%e0%aa%8f%e0%aa%a8%e0%aa%9c%e0%ab%80%e0%aa%b8%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b9%e0%aa%9c%e0%ab%80%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af/  

સૂર્ય ઉર્જામાં વિશ્વમાં નંબર 1 બનવા માંગતા અદાણી, ગેસમાં ફસાતા નોટિસ

https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af-%e0%aa%89%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/  

ઘરની છત પર સૂર્ય ઊર્જા પેદા કરવા એક લાખ લોકોએ માંગણી કરી

https://allgujaratnews.in/gj/one-million-people-demanded-to-generate-solar-energy-on-the-roof-of-the-house/ 

ગુજરાતમાં 50 હજાર ઘરના છાપરા પર સૂર્ય ઊર્જા, દેશમાં સૌથી વધું

https://allgujaratnews.in/gj/solar-energy-on-the-roof-of-50-thousand-houses-in-gujarat-the-largest-in-the-country/  

ઘરના છાપરા પર 500 મેગાવોટ સૂર્ય ઉર્જા કોણે પેદા કરી ?

https://allgujaratnews.in/gj/who-generates-500-mw-of-solar-energy-on-the-roof-of-a-house/  

1.10 લાખ ઘર સૂર્ય ઊર્જા પ્લાન્ટથી 558 મે.વો. વીજળી પેદા કરી, દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય

https://allgujaratnews.in/gj/1-10-lakh-houses-from-solar-power-plant-558-mw-gujarat-the-first-state-in-the-country/ 

એશિયાનો સૌથી મોટો સૂર્ય ઊર્જા પ્રોજેક્ટ ગુજરાતમાં કે MPમાં ? શરૂ થયાને 6 મહિના પછી મોદી ઉદઘાટન કરશે

https://allgujaratnews.in/gj/asias-biggest-solar-project-in-gujarat-or-rajasthan-modi-will-inaugurate-the-project-6-months-after-it-was-launched/ 

દેશમાં પેદા થતી પવન અને સૂર્ય ઉર્જામાં ગુજરાતનો ફાળો 13 ટકા થઈ ગયો, 10 વર્ષમાં 65 ગીગાવોટ વીજળી પેદા થશે

દેશમાં પેદા થતી પવન અને સૂર્ય ઉર્જામાં ગુજરાતનો ફાળો 13 ટકા થઈ ગયો, 10 વર્ષમાં 65 ગીગાવોટ વીજળી પેદા થશે

ગુજરાતમાં 3 મહિનામાં સૂર્ય ઉર્જાના નાના 5 હજાર પ્રોજેક્ટ બનાવવા સરકારની મંજૂરી માંગી

https://allgujaratnews.in/gj/seeked-government-approval-for-construction-of-5000-small-solar-energy-projects-in-gujarat/ 

ગુજરાતના એક લાખ ખેડૂતોને સૂર્ય યોજનાની સરકારી સહાય 1600 કરોડ મળશે

https://allgujaratnews.in/gj/one-lakh-farmers-of-gujarat-will-get-rs-1600-crore-government-assistance-for-surya-yojana/

કચ્છના વિશ્વના મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટથી 9 કરોડ વૃક્ષોનો ફાયદો, રૂપાણીની શ્રેષ્ઠતા

કચ્છના વિશ્વના મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટથી 9 કરોડ વૃક્ષોનો ફાયદો, રૂપાણીની શ્રેષ્ઠતા