Tuesday, January 27, 2026

જમ્બુ કાશ્મીરના શ્રીનગરના HMT વિસ્તારમાં સુરક્ષા જવાનો પર આતંકી હુમલો,...

જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે શ્રીનગરના એચએમટી વિસ્તારમાં ગુરુવારે બપોરે આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. આ દરમ્યાન 2 આવાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને આર્મી બેઝ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ બંને જવાનો શહીદ થયા છે. આ દરમ્યાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબં...

મુંબઈ હુમલાના 12 વર્ષ પર રતન ટાટાએ ફોટો શેર કરતાં બલિદાનની વાત કહી

બરાબર 12 વર્ષ પહેલાં આજના દિવસે જ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઇમાં કેટલીય જગ્યાઓ પર ગોળી વરસાવી હતી. આ આત્મઘાતી હુમલામાં આતંકીઓએ તાજ હોટલને પણ નિશાન બનાવી હતી. કેટલાંય કલાકો સુધી અહીં આતંકવાદીઓએ હોટલમાં શોધી-શોધીને નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા હતા. મુંબઇ હુમલાની વરસી પર તાજ હોટેલના પેરેન્ટ ગ્રૂપ ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાએ ખૂબ જ ભાવુક પ...

લોકડાઉનમાં ભલે ઉદ્યોગો બંધ રહેલા છતાં પણ પ્રદૂષણ યથાવત: WMO રિપોર્ટ

સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું છે. એટલે વાતાવરણમાં ઘણો ફરક પડી જશે, પરંતુ યુનાઈટેડ નેશન્સની હવામાન એજન્સીનું માનીએ તો લોકડાઉનના કારણે ભલે ઉદ્યોગ એકમો બંધ રહ્યા, તેમ છતાં ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ ફરક પડયો નથી. કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર દ્યટાડો થયો છે, પરંતુ કલાઈમેટ ચેન્જ માટે જવાબદાર મુખ્ય પરિબળ ગ્રીનહાઉ...

ઓછા ઇન્વેસ્ટમેન્ટથી ઘરની છત પર કરી શકો છો લાખોની કમાણી, આ ચાર ઓપ્શન અપ...

મોબાઈલ ટાવર જો તમારી બિલ્ડિંગની છત ખાલી છે તો તમે તેને મોબાઈલ કંપનીઓને ભાડા પર આપી શકે છે. મોબાઈલ ટાવર લગાવ્યા બાદ તમારે કંપની તરફથી દર મહીને કેટલીક રકમ આપવામાં આવે છે. તે માટે તમારે સ્થાનીય નગર નિગમ પાસેથી મંજૂરી લેવી પડશે. સોલર પેનલ સોલર પ્લાંટના બિઝનેસથી કરો કમાણી સરકાર પણ તેને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં જો તમારી બિલ્ડિ...

Whatsappનું Disappearing Message ફીચર શું છે? કેવી રીતે વાપરવું જાણો

Whatsappનું Disappearing Message ફીચર આખરે ભારતમાં ઉપલબ્ધ થઇ ગયુ છે. આ ફીચરને હવે તમામ પ્લેટફોર્મ એન્ડ્રોઇડ, iOS, KaiOS વેબ અને ડેસ્કટૉપ પર ઉપયોગ કરી શકાય છે. જો કે યુઝર્સ આ ફીચરને ફોનમાં મેનુઅલી ઑન કરવુ પડશે. Whatsappનું કહેવુ છે કે આ ફીચર દ્વારા તમામ મેસેજ (મીડિયા ફાઇલ પણ) 7 દિવસની અંદર આપમેળે જ ગાયબ થઇ જશે. તેને વન ઑન વન ચેટ સાથે સાથે ગ્રુપ ચ...

ભારતના સ્વદેશી GPS એટલેકે IRNSS(NAVIK)ને મળી વૈશ્વિક માન્યતા, દુનિયામા...

IRNSS એ ભારતની GPS સિસ્ટમ છે. જે રીતે અમેરિકાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)નો ઉપયોગ દિશા-સ્થળ શોધવા માટે થાય છે, એવી જ રીતે IRNSS નેવિગેશન માટે ઉપયોગી છે. ભારતે વિકસાવેલી સ્વદેશી દિશાશોધન પ્રણાલી ‘ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS)’ને  આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. ઈસરોએ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોનું ઝૂંડ ગોઠવીને આ સુવિધા વિકસાવી છે. આવ...

ગાંધી શ્રમ સંસ્થાનનાં ગોટાળા બહાર આવ્યા, ગુજરાત વિશ્વ વિદ્યાલયના કુલપત...

અમદાવાદ, 22 નવેમ્બર 2020 ગુજરાત માહિતી આયોગના ચુકાદામાં રાજ્ય સરકારની અમદાવાદમાં ડ્રાઈવઈન રોડ પર આવેલી મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનનાં ગોટાળા બહાર આવ્યાં છે. વારંવાર ચેતવણી અપાયા છતાં એમએસડબલ્યૂ અંગે યુનિવર્સિટીના આદેશોનું પાલન નહીં કરવા બદલ એમજીએલઆઈને ગંભીર ઠપકો અપાયો છે. જોડાણ આપવામાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યા જવાબદાર ઠરી શકે...

આપના LPG સિલેંડર પર હવે લઈ શકાશે ઇન્સ્યોરન્સ કવર: વિસ્ફોટ અને નુકશાન પ...

LPG સિલેંડરથી થયેલી કોઈ દુર્ઘટનાના કારણે જ પરિવારના સભ્યો ઘાયલ અથવા તેમની મૃત્યુ પણ થઈ શકે છે. તે સાથે જ ઘરેલુ પ્રોપર્ટીનું પણ નુકસાન થવાનો ખતરો બનેલો રહે છે. એવામાં જરૂરી છે કે, LPG સિલેંડર માટે પણ એક ઇન્સ્યોરન્સ કવર વિશે પહેલાથી જ જાણી લેવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી અપ્રત્યાષિત સ્થિતિનો સામનો કરવમાં સરળતા રહે. ગેસ સિલેંડર ધમાકાના કારણે લાગનારી ઈ...

ચેન્નાઈની યાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર ગો બેક અમિત શાહ હેશ ટેગ ટ્રે...

અમિત શાહની શનિવારની ચેન્નાઈની યાત્રા વિશે રાજકીય વર્તુળોમાં ઉત્તેજના હતી ત્યારે સોશિયલ મીડિયા પર ગો બેક અમિત શાહ હેશ ટેગ ટ્રેન્ડ કરતું હતું. શુક્રવાર સાંજથી જ ટ્વિટર પર અમિત શાહ અને ભાજપ વિરોધી ટ્વિટ્સ તથા મીમ્સનો મારો ચાલુ થઈ જતાં શનિવાર સવારથી જ આ હેશ ટેગ ટ્રેન્ડિંગમાં હતું અને આખો દિવસ ટ્રેન્ડિંગમાં રહ્યું. બપોર સુધીમાં જ ચાર લાખ કરતાં વધારે ટ્વ...
વરુણાસ્ત્ર Varunastra Torpedo 2

દુશ્મન જહાજનો વિનાશ કરી શકતો સ્વદેશી ટૉર્પીડો વરુણાસ્ત્ર નેવીમાં સામેલ...

ભારતીય નૌસેનાનું સ્વદેશી ટૉરપીડો વરુણાસ્ત્ર તૈયાર થઈ ગયુ છે. વરુણાસ્ત્રનો પહેલો જથ્થો નૌસેના માટે રવાના કરી દેવાયો છે. આને ચલાવ્યા બાદ 40 કિલોમીટર સુધી કોઈ પણ જહાજ અથવા સબમરીનની તબાહી નિશ્ચિત માનવામાં આવે છે. ભારત ડાયનામિક્સ લિમિટેડે જણાવ્યુ કે હેવીવેટ ટૉરપીડો વરુણાસ્ત્રના પહેલા જથ્થાને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી રહ્યુ છે. શનિવારે  સંરક્...

પંજાબમાં ખેડૂતોએ કર્યો નિર્ણય: 15 દિવસ માટે ‘રેલ રોકો આંદોલન’ મોકૂફ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે કિસાન સંગઠનોની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. પંજાબ સરકારની અપીલ પર ખેડૂતો 15 દિવસ માટે ‘રેલ રોકો આંદોલન’ બંધ કરવા તૈયાર થયા છે. જો કે, તેઓએ કહ્યું કે, માંગ નહીં પૂરી થાય તો ફરી પ્રદર્શન કરીશે.  મુખ્યમંત્રીએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ખેડૂત આંદોલનના કારણે છેલ્લા 52 દિવસથી પેસેન્જર ટ્રેન અને માલગાડીની અવ...

ગુજરાત બાદ હવે પાડોશી રાજ્ય પણ 8 શહેરોમાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વા...

દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ વધતા અનેક રાજ્યોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકાર પણ કડક પગલા લઈ રહી છે. રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. તેની સાથે જ માસ્ક નહીં પહેનારને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે પાટનગર જયપુરમાં ધારા 144 લગાવવામાં આવી...

કોરોનાનો કહેર: કેનાડાના ટોરોન્ટો શહેરમાં સોમવારથી 28 દિવસ માટે લોકડાઉન...

દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8889 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે કોરોના વાયરસનો કહેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં 28 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં 3,25,711 કોરોના...

ગોવાના દરિયાકિનારે ઝેરી જેલીફિશનો આંતક: બે દિવસોમાં 90 લોકોને જેલીફિશે...

ગોવા પોતાના સમુદ્રના કિનારોની ખૂબસૂરતી માટે જાણિતું છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ હવે અહીં મસ્તી ભારે પડી શકે છે. ગોવાના બીચો ઉપર ઝેરી જેલીફિશનો આંતક વધી ગયો છે. બે દિવસોમાં 90 લોકોને જેલીફિશે ડંખ માર્યા હોવાની ઘટનાઓ બની છે. છેલ્લા બે દિવસમાં ગોવાના કેલંગ્યૂટ બીચ ઉપર જેલીફિશનો શિકાર થયેલા 55થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે કેન્ડોલિમ ...

ખાનગી કારમાં એકલા બેઠા હોય તો માસ્ક પહેરવું ફરજિયાત છે? જાણો કોર્ટે શુ...

18 નવેમ્બરના રોજ દિલ્હી સરકારે એક બંધ કારમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક લાગુ ન કરવા બદલ 500 રૂપિયા દંડને પડકારતી અરજી પર આ સોગંદનામું આપ્યું હતું. દિલ્હી સરકારે હાઈકોર્ટમાં પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, કારને ખાનગી વાહન ગણાવીને રસ્તા પર માસ્ક લગાવવાનું ટાળી શકાય નહીં. અરજદારે 10 લાખ રૂપિયાનું વળતર માંગ્યું હતું. દિલ્હી સરકારે દિલ્હી હાઈકો...