શ્વેતક્રાંતિને બનાવી સફેદ ઝેરની ક્રાંતિ
મોદીનું ભારત: વિશ્વમાં ભેળસેળયુક્ત દૂધનો સૌથી મોટો ઉત્પાદક
લેખક – દિલીપ પટેલ
નિરીક્ષણ અને પરીક્ષણ પ્રણાલી અત્યંત નબળી છે. કૃષિ મંત્રાલય અને ડેરી બોર્ડના ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતના દૂધ અર્થતંત્રમાં 500 મિલિયન લિટરનો “નકલી ગાળો” છે. ભેળસેળ યુક્ત દૂધનું સામ્રાજ્ય ખીલી રહ્યું છે.
“સફેદ જુઠ્ઠાણા” સામે આંદોલન શરૂ કરે. આત્મનિર્ભર બનવા માંગે છે, તો પહેલા આ 500 મિલિયન લિટર જુઠ્ઠ દૂધને બંધ કરવું પડશે.
દેશમાં દરરોજ આશરે 14 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે, જ્યારે વપરાશ 65 કરોડ લિટર સુધી પહોંચી ગયો છે. બાકીના 50 કરોડ લિટર બનાવટી છે.
આ દૂધ નથી, પરંતુ એક રાસાયણિક કોકટેલ છે જે દરરોજ આપણા બાળકોના શરીરમાં તેમના ગ્લાસ દૂધ દ્વારા ખવડાવવામાં આવી રહ્યું છે. દેશભરમાં ભેળસેળ કરનારાઓએ કૃત્રિમ દૂધ ઉત્પાદનને સ્થાનિક ઉદ્યોગમાં ફેરવી દીધું છે. યુરિયા, ડિટર્જન્ટ, સ્ટાર્ચ, સોડા અને ફોર્મેલીન જેવા ઝેરી રસાયણોથી બનેલું આ નકલી દૂધ વાસ્તવિક દૂધ જેવું દેખાય છે.
દેશમાં 68 ટકાથી વધુ દૂધ ભેળસેળ યુક્ત અથવા નકલી હોવાનું જાણવા મળ્યું છે. ફક્ત 35 ટકા નમૂનાઓ શુદ્ધ દૂધના નીકળે છે.
ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા હવે “નકલી દૂધ કોરિડોર” તરીકે ઓળખાય છે.
કૃત્રિમ દૂધનું ઉત્પાદન કરીને ત્રણથી ચાર ગણો નફો કમાઈ રહ્યા છે. દૂધની ભેળસેળનું અર્થતંત્ર ઉભું થઈ ગયું છે.
સાચા દૂધ ઉત્પાદકો ધંધો બંધ કરી રહ્યાં છે.
હવે ગુજરાતે પોતે શ્વેતક્રાંતિને બનાવી સફેદ ઝેરીની ક્રાંતિ બનાવી દીધી છે. દૂધથી શક્તિ નહીં, પણ ધીમા ઝેર પીવાની ક્રાંતિ બનાવી રહ્યા છીએ.
ઓપરેશન વ્હાઈટ પોઈઝન
2025ના સરકારી અહેવાલો અનુસાર, ત્રણમાંથી એક દૂધનો નમૂનો ભેળસેળનો છે. દૂધના 38 ટકા નમૂનાઓમાં ભેળસેળ મળી આવી હતી. પાણી, ડિટર્જન્ટ, યુરિયા અને ખતરનાક રસાયણો ભેળવીને આરોગ્યના નામે ઝેર વેચવામાં આવી રહ્યું છે. ઉત્તર ભારતમાં 47 ટકા, દક્ષિણમાં 18 ટકા, પશ્ચિમ ભારતમાં 23 ટકા અને પૂર્વમાં 13 ટકા દૂધના નમૂના નિષ્ફળ ગયા. દેશમાં 806 જિલ્લાઓ છે, ત્યારે પરીક્ષણ માટે ફક્ત 230 પ્રયોગશાળાઓ છે.

સફેદ ઝેર
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા રાજ્ય સભામાં ત્રણ વર્ષમાં લેવામાં આવેલા ડેરી ઉત્પાદનોના 2023-24ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં 15841 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 910માં ભેળસેળ મળી હતી. 847 સામે સિવિલ ગુના અને 31 સામે ફોજદારી ગુના નોંધ્યા હતા.
3 ફેટના દૂધમાં તેલ નાંખતાં 7 ફેટ થઈ જાય છે. FSSAI ના ધોરણો અનુસાર, દૂધમાં 3.5% ચરબી અને 8.5% SNF હોવું જોઈએ, પરંતુ નકલી દૂધમાં આ હોતું નથી. ગુજરાતમાં દૂધનું ઉત્પાદન વધુ છે, પરંતુ ભેળસેળ પણ વધુ છે. અમૂલ જેવી મોટી બ્રાન્ડને સલામત માનવામાં આવે છે, પરંતુ એવું નથી.
સબસીડી જવાબદાર
દૂધના પાવડર પર સબસિડી આપવામાં આવી રહી છે તેથી તે સસ્તો પડે છે અને નકલી દૂધમાં તે ઉમેરીને ઘાટુ બનાવવા મોટા પાયે ઉપયોગ થાય છે. તેથી તુરંત સબસિડી દૂર કરવી જોઈએ.
ગુજરાતના પડોશી રાજ્યો
2019માં 3 મોટી ડેરી નકલી દૂધ બનાવતી પકડાઈ હતી. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્ર એમ છ રાજ્યોમાં અમૂલ જેવા બ્રાન્ડેડ દૂધ એકમોને નકલી દૂધ સપ્લાય કરવામાં આવ્યું હતું. જે 10,000 લિટર નકલી દૂધ, 500 કિલો નકલી માવા, 200 કિલો કૃત્રિમ પનીર (કોટેજ ચીઝ) જપ્ત કર્યા હતા.
કુલ 20 ટેન્કર અને 11 પિક-અપ વાન જેમાં નકલી દૂધ અને અન્ય ઉત્પાદનો હતા. તે જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રવાહી ડિટર્જન્ટ, રિફાઇન્ડ તેલ અને ગ્લુકોઝ પાવડર જપ્ત કરવામાં આવ્યો હતો.
કૃત્રિમ દૂધના ઉત્પાદનમાં સામેલ ત્રણ ફેક્ટરી ઉપરાંત, બે સપ્લાય સેન્ટર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા – જેમાં 5,600 લિટર કૃત્રિમ દૂધ જપ્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાતની અમૂલ દૂધ વેચતી 50 ટકા ડેરીઓમાં પડોશી રાજ્યથી દૂધ લાવવામાં આવતું હોય છે. જે નકલી હોવાની પૂરી સંભાવના છે.
તેથી ગુજરાત બહારથી દૂધ ન લેવા માટે અમૂલ ફેડરેશને આદેશ બહાર પાડવો જોઈએ.
બનાવવાની રીત
ભેળસેળ કરનારા લોકો વાસણમાં શેમ્પુ નાખીને તેને સારી રીતે ફેંટે છે. ત્યારબાદ રિફાઈન્ડ ઓયલ નાખે છે અને બાદમાં શેમ્પૂ સાથે તેને લાંબા સમય સુધી ફેંટે છે. બાદમાં યૂરિયા નાખીને તેને પણ શેમ્પૂ અને રિફાઈન્ડ તેલ સાથે મિક્સ કરે છે. થોડી વાર બાદ જ્યારે દૂધ જેવું લિક્વિડ તૈયાર થવા લાગે છે તો તેમાં એક બે લીટર દૂધ નાખવામાં આવે છે. ગરમ કર્યા બાદ પણ દૂધ ફાટતું નથી અને લાંબા સમય સુધી ચાલે તેના માટે તેમાં લિક્વિડ તેજાબ પણ નાખવામાં આવે છે, જે જીવલેણ છે. હાઈડ્રોજન લુબ્રિકેન્ટ પણ નાંખે છે.
ગુજરાતમાં નમુના
23 ઓક્ટોબર 2019માં અમદાવાદમાં એકત્ર કરેલા 61 દૂધના નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા. 2018માં હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય દૂધ સલામતી અને ગુણવત્તા સર્વેક્ષણમાં આ વાત બહાર આવી હતી. ગુજરાતમાં 75 નગરો અને શહેરોમાંથી લેવામાં આવેલા 456 દૂધના નમૂનાઓમાંથી 53 ટકા મૂળભૂત ગુણવત્તા ધોરણોનું પાલન કરતા નહોતા.
FSSAI એ લીવર કેન્સર માટે જવાબદાર ઝેર – Aflatoxin M1 માટે નમૂનાઓ સ્કેન કર્યા હતા. ગુજરાતમાં, આઠ દૂધના નમૂના – આણંદમાં 1, પેટલાદમાં 2, બોરસદમાં 3 અને ખંભાતમાં 2 નમુનામાં સ્વીકાર્ય મર્યાદાથી વધુ ઝેર જોવા મળ્યું હતું. આ પહેલી વાર હતું જ્યારે FSSAI એ દૂધનું ઝેર માટે પરીક્ષણ કર્યું હતું.
ગુજરાતમાં મોટાભાગના નમૂનાઓ ચરબીમાં 85 નમુના નાપાસ થયા હતા. દૂધના 208 ઘન પદાર્થો પરીક્ષણોમાં નિષ્ફળ ગયા. પ્રોસેસ્ડ દૂધના 113 નમૂનામાંથી 61 નમુના પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા. સર્વેમાં પ્રોસેસ્ડ દૂધના 5 નમૂનામાં માલ્ટોડેક્સ્ટ્રિન અને 6 ખાંડ મળી આવી હતી. પાંચ નમૂનાઓમાં માલ્ટોડેક્સ્ટ્રિન અને છ નમૂનાઓમાં ખાંડ જોવા મળી. આ અસુરક્ષિત નથી.
ચરબી અને SNF દૂધમાં પાણીમાં ભેળવવાને કારણે હોઈ શકે છે.
દેશભરમાંથી લેવામાં આવેલા 93% થી વધુ નમૂનાઓ – 6,432 માંથી 5,976 – વપરાશ માટે સલામત હતા. ગુજરાતમાં, ચાર દૂધના નમૂનાઓમાં એન્ટિબાયોટિક્સની હાજરી હતી. જેમાં ભાવનગરમાં 1, અંકલેશ્વરમાં 2, સુરત 1માં એન્ટિબાયોટિક મળ્યા હતા.
નુમના
2024-25માં ભારતમાં દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે 12 હજાર ગુના નોંધ્યા હતા.
ગુના
2023-24
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા રાજ્યસભામાં ત્રણ વર્ષમાં લેવામાં આવેલા ડેરી ઉત્પાદનોના સેમ્પલ સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં દૂધમાં ભેળસેળના સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પછી રાજસ્થાન, તમિલનાડુ અને કેરળનું નામ આવે છે. દૂધ સાથે પનીર, દહીં, મિઠાઈ અને બિસ્કિટમાં ભેળસેળના કિસ્સા સામે આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં વર્ષ 2023-24માં દૂધ અને દૂધની બનાવટોના 27,750 સેમ્પલમાંથી 16,183 સેમ્પલ ફેલ થયા છે. જ્યારે, રાજસ્થાનમાં 18264માંથી 3564 સેમ્પલ, તમિલનાડુમાં 18146માંથી 2237 અને કેરળમાં 10792માંથી 1297 ફેલ થયા હતા. ઉત્તર પ્રદેશમાં ભેળસેળ યુક્ત દૂધ વેચનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને ઉત્તર પ્રદેશમાં ભેળસેળના 1928 કેસ નોંધાયા છે. આ પછી તામિલનાડુમાં 944, કેરળમાં 737, મહારાષ્ટ્રમાં 191 અને બિહારમાં 174 કેસ નોંધાયા છે.
56 કરોડ
દેશમાં રોજ 14 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે. તેની સામે રોજ 65 કરોડ લિટરનું દૂધ અને દૂધની બનાવટો વેચાય છે. દૂધના ઉત્પાદન કરતાં લગભગ પાંચ ગણું દૂધ અને તેની બનાવટો વેચવામાં આવે છે.
દરરોજ 51 કરોડ લિટર જેટલું નકલી દૂધ વેચાય છે.
એક લિટરના 50 રૂપિયા ગણવામાં આવે તો 2500 કરોડનું દૂધ નકલી વેચાય છે.
મિલાવટ માફિયાનું રાજ્ય છે. ફૂડ અને ખાદ્યાન્ન વિભાગના ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, ભ્રષ્ટ તંત્ર અને પૂરેપૂરું રાજકીય સમર્થન છે. સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે.
ગુજરાતમાં દૂધમાંથી ફેટ કાઢી લેવામાં આવે તેના પછી પણ દૂધ એકદમ ગાઢ કે ફેટવાળુ રાખવા માટે ફર્ટિલિટી હાઈડ્રો કેમિકલ નાખી ફેટ વધારવામાં આવે છે.
દૂધમાં ફેટનું પ્રમાણ જાળવવા તેમાં હાઇડ્રોજેનેટ વેજીટેબલ ફેટ ઉપયોગમાં લેવાય છે. તેના પછી આ રીતે કેમિકલ્સથી વધારેલા ફેટ વાળું દૂધ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને છેક દિલ્હી સુધી વેચવામાં આવે છે. આ માટે રાજ્યની ઘણી મોટી ડેરીઓમાં રોજ કેમિકલ્સ ભરેલી ટ્રકોનો મોટો પુરવઠો રાત્રે ઉતરે છે.
ગુજરાતમાં દૂધમાંથી ફેટ બનાવવાનો આ ગેરકાયદે વેપાર મહિનાના 300થી 400 કરોડ રૂપિયાનો હોવાનું કહેવાય છે. આંકડો વર્ષે રીતસર આરામથી ચાર હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
કેમિકલ્સ વાળુ દૂધ, ઘી, માખણ, પનીર, ચીઝ, આઈસ્ક્રીમ જેવી 400 વસ્તુઓ બનાવી શકાય છે.
નકલી દૂધમાંથી બનતી મીઠાઈઓ મહદઅંશે રાસાયણિક દૂધ અને નકલી માવાઓની બનેલી છે.
ભારત સાથે ગુજરાતમાં દૂધમાં ભેળસેળ
વિશ્વનો અગ્રણી ડેરી ઉત્પાદક ભારત બજારને ભેળસેળયુક્ત દૂધથી છલકાઈ રહ્યો છે.
ભારતીય દૂધમાં ઘણીવાર પાણી ઉમેરવામાં આવે છે, પરંતુ રસાયણો અને વનસ્પતિ તેલ પણ તેમાં ઉમેરવામાં આવે છે. તેથી ભારતીય ડેરી ઉત્પાદનોની ગુણવત્તા વારંવાર શંકાસ્પદ બને છે.
જ્યાં ગાયો પવિત્ર છે, ડેરી બજાર ભેળસેળયુક્ત ઉત્પાદનોથી ભરેલું છે.
2023માં ભારત સરકારના ઉદ્યોગ વિભાગની ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) ના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ભેળસેળ શોધવા માટે સમગ્ર ભારતમાં સર્વેક્ષણના ભાગ રૂપે 10,000 થી વધુ નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત જેવા રાજ્ય માટે દૂધ અને દૂધના ઉત્પાદનોનું પરીક્ષણ કરવાનું પગલું મહત્વપૂર્ણ છે જ્યાં છેલ્લા બે મહિનામાં કચ્છ અને ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં અમૂલ દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ‘ભેળસેળ’ના કેસ અથવા ફરિયાદો પ્રકાશમાં આવી છે.
ભારત સરકારના સત્તાવાર આંકડા
દેશમાં 2023માં 23.9 કરોડ ટન દૂધ પેદા થયું હતું. માથાદીઠ ખપત 5.686 લિટર દૂધ હતું.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 28.02.2026 સુધીમાં, કુલ 1,17,928 ખાદ્ય વ્યવસાયો પાસે દૂધ અને દૂધના ઉત્પાદનો માટે ઉત્પાદક શ્રેણી હેઠળ FSSAI લાઇસન્સ/નોંધણી પ્રમાણપત્ર છે.
ભારત સરકારની જાહેરાત
દૂધ અને દૂધના ઉત્પાદનો સહિત ખાદ્ય નમૂનાઓનું વિશ્લેષણ કરવા માટે 252 NABL-માન્યતા પ્રાપ્ત ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાઓ અને FSS કાયદાની કલમ 43(2) હેઠળ અપીલ નમૂનાઓનું વિશ્લેષણ કરવા માટે 24 રેફરલ ખાદ્ય પ્રયોગશાળાઓને સૂચિત કર્યા છે.
ફૂડ સેફ્ટી એન્ડ હેલ્થ સર્વિસીસ ઓથોરિટી (FSSAI) એ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ” (FSWs) નામની મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ પ્રયોગશાળાઓ (MFTLs) માટે ભંડોળ પણ પૂરું પાડ્યું છે. ભેળસેળ સામે લડવા માટે આ એક મહત્વપૂર્ણ સાધન છે, કારણ કે FSWs દૂધ અને દૂધના ઉત્પાદનો સહિત વિવિધ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ શોધવા માટે મિલ્ક-ઓ-સ્ક્રીન સિસ્ટમ અને ઝડપી પરીક્ષણ કીટ જેવા માળખાગત સુવિધાઓથી સજ્જ છે. હાલમાં, 35 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 305 FSWs તૈનાત છે.
વધુમાં, ફૂડ સેફ્ટી મેજિક બોક્સ ખાદ્ય ઉત્પાદનોમાં ભેળસેળ શોધવામાં પણ મદદ કરે છે. તેમાં વિશ્વસનીય “ઝડપી શોધ પરીક્ષણો” શામેલ છે જે કોઈપણ ઘરે કરી શકે છે. તેમાં છ ખાદ્ય શ્રેણીઓમાં કુલ 107 પરીક્ષણો શામેલ છે, જેમાંથી 27 ડેરી અને ડેરી ઉત્પાદનોમાં ભેળસેળ શોધવા માટે છે.
નાગરિકોને ઘરે ખાદ્ય ઉત્પાદનોમાં ભેળસેળ શોધવામાં મદદ કરવા માટે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ “રેપિડ ટેસ્ટ દ્વારા ભેળસેળ શોધવી” (DART) નામની પુસ્તિકા વિકસાવી છે. DART માં 50 થી વધુ પરીક્ષણો શામેલ છે જે ઘરે સરળતાથી કરી શકાય છે, જેમાં દૂધ અને દૂધ ઉત્પાદનોના પરીક્ષણ માટેની પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
નમુના – 2020-21
લોકસભામાં 10-3-2026માં પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સરકારે 5 વર્ષ પહેલાના 2020-21ના આંકડા આપતાં ભાજપની સરકારે કહ્યું હતું કે, દેશમાં 1 લાખ 44 હજાર 345 નમુના લીધા જેમાં 28 હજાર 934 નમુના માપદંડમાં નાપાસ થયા હતા.
જેમાં ગુજરાતના 2020-21માં 13663 નમુના લીધા જેમાં 824 નમૂના માપદંડ પ્રમાણે ન હતા. 6.3 ટકા નાપાસ થયા હતા. જેમાં 62 નમૂના અસુરક્ષિત હતા. 482 હલકી કક્ષાના એમાં હતા. ખોટા પેકીંગ વિગતો ધરાવતાં 280 નમુાન હતા. 668 મામલામાં અપરાધ દાખલ કર્યા હતા. રૂ. 4 કરોડનો દંડ કરાયો હતો. 14ને સજા અને દંડ થઈ હતી.
પડોશી રાજ્યો
ગુજરાતમાં જે રાજ્યોનું ગેરકાયદે દૂધ આવે છે એ પડોશી રાજ્યોમાં મધ્ય પ્રદેશમાં 16 હજાર નમુનામાંથી 2100 નાપાસ થયા મહારાષ્ટ્રમાં 9580 નમુના લીધા જેમાં 1500 નાપાસ થયા હતા. રાજસ્થાનમાં 10386 લીધા જેમાં 3300 નમુના નાપાસ થયા હતા.
નમુના 2022-23
દેશમાં 1 લાખ 77 હજાર 511 દૂધના નમુના લીધા જેમાં 44 હજાર 626 નમુના નાપાસ થયા હતા.
જેમાં ગુજરાતમાં 14 હજાર 562 નમુના લીધા જેમાં 978 નમુના નાપાસ થયા હતા. જેમાં અસુરક્ષિત 47 અને હલકી કક્ષાના 524 નમુના હતા. 407 નમુનાના પેકીંગમાં યોગ્ય વિગતો ન હતી. 547 દિવાની કેસ કરાયા અને રૂ. 1 કરોડ 11 લાખ 55 હજાર 550 દંડ વસૂલ કરાયો હતો. 24ને સજા થઈ અને
નમુના 2023-24
દેશમાં 1 લાખ 70 હજાર 513 નમુના લેવાયા જેમાં 33 હજાર 808 નમુના નાપાસ થયા હતા.
જેમાં ગુજરાતમાંથી 15 હજાર 841 નમુના લીધા અને 910 નમુના નાપાસ જાહેર થયા હતા. જેમાં 64 નમુના અસુરક્ષિત અને 49 નમુના લેબલમાં ભ્રમાણા ઉભી કરનારા હતા. 1700ને સજા કરી હતી. રૂ. 1 કરોડ 82 લાખ દંડ લીધો હતો. 65 ગુનેગારોને જેલમાં મોકલ્યા હતા.
નમુના 2024-25
દેશમાં 1 લાખ 70 હજાર 535 નમુના લીધા જેમાં 34 હજાર 388 નાપાસ થયા હતા.
ગુજરાતમાં 12 હજાર 387 નમુના લીધા અને 901 નાપાસ થયા હતા. 104 અસુક્ષિત હતા અને 763 હલકી કક્ષાના હતા. 34 નમુનાના પેકિંગમાં યોગ્ય વિગતો ન હતા. 859 નમુના દંડની સાથે આરોપીઓને સજા કરી. રૂ. 5 કરોડ 63 લાખ 92 હજાર 500નો દંડ કરાયો હતો.
નમુના 2025-26
દેશમાં 1 લાખ 65 હજાર 747 નમુના લીધા જેમાં 28 હજાર નાપાસ થયા હતા.
જેમાં ગુજરાતમાં 10 હજાર 215 નમુના લીધા અને 581 નમુનામાં નાપાસ થયા હતા. 65માં અસુરક્ષિત હતા, 499 અસુરક્ષિત હતા. 32માં પેકિંગમાં ગોટાળા હતા. 756 ગુનામાં દંડ ચૂકાદા અપાયા હતા. 756 ને દંડ સાથે ચૂકાદાઓ આપ્યા હતા. (સજાની કાર્યવાહી અને પ્રયોગ શાળામાં તપાસ ચાલુ હતી. તેથી બીજી વિગતો આપી ન હતી.)
વિસાવદર
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે જૂનાગઢની સાવજ ડેરીમાં અડધું દૂધ જ બને છે અને મોટાભાગનું બનાવટી દૂધ અસલી દૂધ સાથે મિક્સ કરીને વેચવામાં આવે છે. મહારાષ્ટ્રમાંથી આવતો બનાવટી દૂધનો પુરવઠો ઘટી ગયો હતો.
દૂધ ઉત્પાદન કરતી ડેરીઓથી લઈને દૂધનું સંપાદન કરતી ડેરીઓ, સંઘો, તબેલાવાળાઓ, રાજકારણીઓ અને આઈસ્ક્રીમ બનાવતી કંપનીઓની પૂરેપૂરી સંડોવણી છે.
પછી આમ આદમી પક્ષના નેતા યુવરાજસિંહે સ્ટીંગ ઓપરેશન કરીને વિસાવદરમાંથી 10 હજાર લીટર દૂધનું આખુ ટેન્ક્ર સાબર ડેરીમાં જતું પકડ્યું હતું.
મોદીના 9 વર્ષ – ભારત: વિશ્વમાં ભેળસેળયુક્ત દૂધનો સૌથી મોટો ઉત્પાદક
ગુજરાત
સમગ્ર ગુજરાતમાં સફેદ દૂધનો બેરોકટોક કાળો કારોબાર ધમધમી રહ્યો છે.
સહકારી ડેરીઓ અને ખાનગી એકમો વચ્ચેના મિલીભગત પર મોટા સવાલો ઉભા કર્યા છે. ખાનગી યુનિટમાંથી નીકળેલું દૂધ સરકારી કે સહકારી ડેરી સુધી કેવી રીતે પહોંચે છે? શું આ દૂધ નકલી કેમિકલયુક્ત છે? શા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મોટા નેટવર્કથી અજાણ ન હોઈ શકે.
4 ડેરીઓમાં દરરોજ 10 હજાર લિટર જેટલું નકલી દૂધ ઠાલવવામાં આવે છે જીવલેણ દૂધ થકી કમાણી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામના પરા વિસ્તારના એક મકાનમાંથી મોડી રાત્રે 220 લીટર શંકાસ્પદ નકલી દૂધનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજુ રબારી અને રાણા ભરવાડ નામના શખ્સોના તબેલા તેમજ રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. અલગ અલગ 2 રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો હતો.
દૂધ બનાવવા માટે વપરાતો 200 કિલો દૂધનો પાવડર અને વનસ્પતિ તેલ પણ મળી આવ્યા હતા. જેનો ઉપયોગ આ શંકાસ્પદ નકલી દૂધ બનાવવા માટે થતો હતો.
દૂધનો નાશ કર્યો છે અને પોલીસે જાણવાજોગ નોંધ કરી હતી.
એફએસએલ રિપોર્ટ અનુસાર, દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર અને અન્ય કેમિકલ્સનું મિશ્રણ કરાતું હતું. આ રીતે બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું.
ખાંભા ગીરના અંતરિયાળ ગામડાઓમાં મોટા પાયે ફૂલ્યો-ફાલ્યો છે. અગાઉ પણ ખાંભાના વિવિધ ગામડાઓની ડેરીમાંથી નકલી દૂધનો જથ્થો પકડાઈ ચૂક્યો છે. જો ફૂડ વિભાગ દ્વારા તાલુકાના અન્ય ગામડાઓમાં પણ સઘન તપાસ કરવામાં આવે, તો આ દૂધના કાળા કારોબારનો મોટો પર્દાફાશ થવાની શક્યતા છે.
અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો
અમરેલી
અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારમાંથી નકલી દૂધનો જથ્થો મળી આવ્યો હતો.
ખિજડીયા – યુવરાજસિંહ
અમરેલીના ખીજડીયામાં ખીજડીયા ગામમાં 10 હજાર લીટર નકલી દૂધ ઝડપાયું હતું, FSLના રિપોર્ટમાં દૂધ નકલી હોવાનો જણાયું હતું. દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર અને અન્ય કેમીકલ્સનું મિશ્રણ કરાતું હતું. 10 હજાર લીટર નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો. અમરેલીના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે આવેલા ‘દ્વારકેશ’ નામના યુનિટમાંથી એક શંકાસ્પદ દૂધનું ટેન્કર ભરાઈને અરવલ્લી જિલ્લાના બાયડ તરફ જઈ રહ્યું છે.
પ્રાંતિજ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલમાં નકલી દૂધ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી. સત્યા ડેરી પ્રોડક્ટ્સમાંથી રોજ 1700થી 1800 લીટર નકલી દૂધ અને છાશનું ઉત્પાદન થતું હતું. જેને “તાજા” અને “ગોલ્ડ મિલ્ક” જેવા નામ આપી પેકીંગ કરાતું હતું. ગુજરાતભરમાં વેચાણ કરવામાં આવતું હતું.
ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવવામાં આવતું હતું. સમગ્ર મામલે પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
શ્રી સત્ય ડેરી પ્રોડક્ટ્સના કર્મચારીઓ તેમના ઉત્પાદનોમાં ઘણા ખતરનાક પદાર્થો ભેળવી રહ્યા હતા. જેમાં લોન્ડ્રી ડિટર્જન્ટ, યુરિયા આધારિત ખાતર, કોસ્ટિક સોડા, રિફાઇન્ડ પામ તેલ, સોયાબીન તેલ, પાવડર અને સ્કીમ્ડ મિલ્ક પાવડરનો સમાવેશ થાય છે. 5 વર્ષોથી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના સેંકડો લોકો આ મિશ્રણનું સેવન કરતા હતા.
300 લિટર દૂધ સાથે, દરરોજ 1,800 લિટર કૃત્રિમ દૂધનું ઉત્પાદન કરતી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અહેવાલ આપ્યો હતો કે જોખમી દૂધ નાશ કર્યું હતું. ફેક્ટરી બંધ કરવામાં આવી હતી, તેમજ બીજી એક સુવિધા પણ બંધ કરવામાં આવી હતી જે બંધ કરવામાં આવી હતી.
સાબરકાંઠા દૂધ કૌભાંડ: જપ્તી અને ધરપકડ
દરોડામાં, અધિકારીઓએ જપ્ત કર્યા:
450 કિલો છાશ પાવડર
625 કિલો સ્કિમ્ડ દૂધ પાવડર
300 કિલો પ્રીમિયમ SMP પાવડર
યુરિયા ખાતર અને કોસ્ટિક સોડા, ડિટરજન્ટ પાવડર, સોયાબીન તેલ અને પામોલિન તેલ
1962 લિટર ભેળસેળયુક્ત દૂધ
1180 લિટર ભેળસેળયુક્ત છાશ મળી હતી.
અમરેલી
22 ઓક્ટોબર 2024માં શંકાસ્પદ ગુણવંત શામજી કલસરિયાની ધરપકડ કરી, જેની પાસેથી 2.21 લાખ રૂપિયાની કિંમતની સામગ્રી મળી આવી.
ફેબ્રુઆરી 2024માં, FDCA અધિકારીઓએ પાલનપુર અને ગાંધીનગરમાં 4.17 લાખ રૂપિયાનું 10 હજાર લિટર ભેળસેળવાળું દૂધ જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો.
માલ્ટોડેક્સ્ટ્રિન પાવડર ભેળસેળવાળું આ દૂધ પાલનપુર સ્થિત એક કંપનીને સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. ભેળસેળવાળું ચીઝ અને પનીર પણ જપ્ત કર્યું હતું.
મે 2024માં FDCAએ 1 લાખ 7 હજાર 112 કિલો ભેળસેળવાળું દૂધ અને દૂધના ઉત્પાદનો, તેમજ 34 હજાર 498 કિલો ભેળસેળવાળું ઘી જપ્ત કર્યું હતું.
અંદાજે 8 કરોડ 3 હજાર રૂપિયાના આ ઉત્પાદનો 10 મહિનાના સમયગાળામાં ભેળસેળયુક્ત કરવામાં આવ્યા હતા.
દૂધના ઉત્પાદનો અને મીઠાઈઓ બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો.
ઓગસ્ટ 2022માં FDCA અધિકારીઓએ રાજકોટમાં 4 હજાર લિટર ભેળસેળવાળું દૂધ લઈ જતી એક ટ્રકને અટકાવી હતી. જેમાં દૂધ સલ્ફેટ, ફોસ્ફેટ અને કાર્બોનેટ તેલ જેવા હાનિકારક રસાયણો મળી આવ્યા હતા.
જૂનાગઢ
18 માર્ચ 2026માં જૂનાગઢના તાલાલાના ગુંદરણ ગામે પ્રેમનગર નેસમાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. આરોપી રવિ કરમટા રોજનું 6 હજાર લિટર નકલી દૂધ બનાવાતું હતું. દરરોજ સવારે 3000 લીટર અને સાંજે 3000 લીટર એમ કુલ 6000 લીટર નકલી દૂધ બનાવતો હતો.
3120 લિટર નકલી દૂધ, 260 કિલો પામતેલ, 105 કિલો દૂધ બનાવવાનો પાઉડર, 16 કિલો દૂધનો પાવડર, 78 મોટા કેન પકડાયા હતા. નકલી દુધ તાલાલાની ડેરીઓમાં અપાતું હતું.
કાલાવડ
28 જૂલાઈ 2022માં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસામાં નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડાઈ હતી. બનાવટી દૂધ રાજકોટમાં હોટલો અને ડેરીમાં પહોચાડવામાં આવતું હતું.
દોઢ વર્ષથી પાવડર, વેજીટેબલ ઘી સહિતનું મિશ્રણ કરીને નકલી દુધનો વેપાર કરતાં હતા.
દુધનો મોટો જથ્થો અને પાવડર, વેજીટેબલ ઘી, કેમિકલ જપ્ત કર્યા હતા. નકલી ઘી સહિતની મિલાવટ મશીનમાં મિકસ કરાતી હોવાનું જણાયું હતું.
વધારે દૂધ આપે તે માટે નકલી અને પ્રતિબંધિત ઇન્જેકશનની ફેકટરી થોડા સમય પહેલાં જામનગરમાંથી પકડાઈ હતી. ઇન્જેકશનો છેક વાપી, વલસાડ સુધી સપ્લાય કરાતા હતા.
ઈડર
29 નવેમ્બર 2025માં ઈડર તાલુકાના સીંગા ગામમાંથી બનાવટી દૂધનો જથ્થો મળી આવ્યો હતો. રહેણાંક મકાનમાં ચાલતી ફેક્ટરીમાંથી 200 લીટરથી વધુ બનાવટી દૂધ, કેમિકલ્સ અને ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે સુનિલકુમાર શર્માની ધરપકડ કરી. સોયા ઓઈલ, મેલ્ટોડેક્સ્ટ્રિન, વ્હે પ્રોટીન પાઉડર, યુરિયા, ડિટર્જન્ટ પાવડર અને સફેદ રંગ મિક્સ કરીને દૂધ જેવું દેખાતું પ્રવાહી તૈયાર કરતો હતો.
આસપાસના ગામોમાં રોજ 700 લીટર દૂધ પહોંચાડાતું.
એક જ ગાડી પકડાઈ છે, પણ આવી 3 ગાડીઓ ભરતો હતો.
જોકે 15 વર્ષથી આરોપી અશ્વિન શર્મા દૂધ અલગ અલગ મંડળીમાં ભરાવતા હોવાનું બહાર આવ્યું છે. પોતે પશુપાલક ન હતો.
બોરડી
15 માર્ચ 2026માં બોરડી દૂધ મંડળીમાં આવ્યું નકલી દૂધનું ટેન્કર. દૂધ મંડળી મા દૂધ ઠાલવી રહ્યું છે આ એજ ટેન્કર હતું જે થોડા દિવસ પહેલા હનુમાન ખીચડીયા ગામથી પકડાયેલ ડુપ્લીકેટ દૂધ નું ટેન્કર એ જ બાયડ તાલુકાની બોરડી દૂધ મંડળી સુધી પહોંચ્યું છે.
પંચમહાલ
21 ફેબ્રુઆરી 2026માં પંચમહાલ ડેરીમાં આવતું હાલોલ તાલુકાના વેડ ગામે નકલી દૂધ બનતું હતું. દૂધ ઉભરવાન ગામમાં આવેલી ડેરીમાં ભરાતું હતું. હાલોલ તાલુકાના ધારીયા, ઘાટા અને વેડ ગામોમાં ખાનગી રીતે ડેરી ચલાવી રોજ આશરે 50 થી 60 લીટર દૂધ એકત્ર કરવામાં આવતું હતું. ત્યાર બાદ આ દૂધમાં નકલી અને મિલાવટવાળું દૂધ ભેળવી તેની માત્રા વધારી આશરે 200 લીટર જેટલું દૂધ તૈયાર કરવામાં આવતું હતું.નાની ઉભરવન ગામ ખાતે આવેલી પંચમહાલ ડેરી સંચાલિત ડેરીમાં ભરવામાં આવતું હતું.
શહેરા
23 જુન 2020માં પંચમહાલ જીલ્લાના શહેરા ખાતેથી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ શહેરા નગરપાલિકાના ગોધરાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વિભાગે પકડ્યું હતું. કનૈયા ડેરી ફાર્મ નામની દુકાનના સંચાલક દિલીપ પરમાર ભાડે મકાન રાખીને નકલી દૂધ બનાવી ગ્રાહકોને વેચવામાં આવતું હતું.
યુરિયા ખાતરની એક બેગ, શેમ્પૂ અને કપાસિયા તેલના 10 પાઉચ અને 50 ઉપરાંત ખાલી પાઉચ મળી આવ્યા હતા. નરસાણા ગામના મહિલા સરપંચનો પુત્ર દિલીપ એક વર્ષથી નકલી દૂધનો વેપાર કરતો હતો.
કરતો હતો દૂધનો કાળો કારોબાર
બોટાદ
19 ઓક્ટોબર 2023માં બોટાદ જીલ્લાનાં રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી 400 લીટર નકલી દૂધ પકડાયું હતું. આરોપી જેજેરામ સંતરામ ગોંડલિયા પાણી અને મિલ્ક-પાઉડરના મિકસ્ચર દ્વારા મિક્સ કરી એમાં વનસ્પતિ તેલ ઉમેરતો હતો. વધુ પાવડર ઉમેરવાથી દૂધ વધુ ઘટ્ટ બને છે. વનસ્પતિ તેલ સાથે વ્યવસ્થિત રીતે મિક્ષ્ચરમાં મિક્સ કરવાથી અસલી-નકલીનો ભેદ જાણવો મુશ્કેલ બની જાય છે.
ગોંડલ
2018માં ગોંડલ તાલુકાના વાસાવડ ગામ આનંદ ડેરી નકલી દૂધ બનાવી રહી હતી. ભેળસેળયુક્ત 800 લિટર દૂધનો નાશ કરાયો હતો.
52 વર્ષના નથુ નારણ આહિર, તેનો પુત્ર મકન તેમજ મેહુલ કિશોર પલતાણીયા સહિતનાઓ દ્વારા ડેટાડોમ નામના પાઉડર, ડાલડા ઘી, સોયાબીન તેલ અને કેમિકલ મિક્સ કરી નકલી દૂધ બનાવતા હતા.
સાગર ડેરી માંથી 500 લીટર અસલી દૂધ મગાવી અને તેમાં 1500 લીટર નકલી દૂધ ભેળવી કુલ 2000 લીટરનો વેચતા હતા. 125 કિલો દૂધનો પાવડર, સાગર દૂધના પાઉચ મળી આવ્યા હતા.
રાજકોટમાં 10 હજાર લિટર
2021માં દૂધ ઉપલેટાના ઢાંકમાંથી માંકડની ડેરીએથી રાજકોટમાં 10 હજાર લિટર નકલી દૂધ ઠલવાતું હતું. પોલીસે 1000 લિટરનો નાશ કર્યો. તેલ, ક્ષાર અને પાવડર ભેળવીને રાતના અંધકારમાં વેચાતું હતું.
દુધ મોકલનાર માલિક વિજય ભાભલુ માંકડ અને ડ્રાઇવર રાજાભાઇ ગોગન ટોળીયા સામે ગુનો દાખલ કર્યો હતો. શિવ શક્તિ અને આશાપુરા ડેરીમાંથી નમૂના લીધા હતા.
FDCA એક સરળ પરીક્ષણની ભલામણ કરે છે. કાચની સપાટી પર 2-3 મિલી દૂધ મૂકો અને આયોડિન ટિંકચરના 2-3 ટીપાં ઉમેરો. જો મિશ્રણ વાદળી થઈ જાય, તો દૂધ ભેળસેળયુક્ત હોવાની શક્યતા છે.
દેશમાં
દેશમાં કુલ દૂધ અને દૂધની બનાવટમાં 68 ટકા ભેળસેળ હોવાનું ખાદ્ય નિયામક ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 21 સપ્ટેમ્બર 2019મા જાહેર કર્યું હતું. દૂધના ઉત્પાદનમાં ગુજરાત ઉપર છે. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં 18 ટકા ફાળો ભારતનો છે. વોલ્યૂમની દૃષ્ટિએ દેશમાં દૂધ ઉત્પાદન 14.6 કરોડ ટન છે. જેમાં 60 ટકા જથ્થામાં ભેળસેળ થાય છે. દૂધના ઉત્પાદનોમાં સામાન્ય રીતે ડિટરજન્ટ, સફેદ પેઈન્ટ, કોસ્ટિક સોડા અને રિફાઈન્ડ તેલની ભેળસેળ થાય છે. યુરિયા, સ્ટાર્ચ, ગ્લુકોઝ અને ફોરમેલિન (બગાડ કે કોહવાણ રોકનાર જંતુવિનાશક ગેસનું પાણી સાથેનું મિશ્રણ)નો સમાવેશ કરવામાં આવે છે. જેથી દૂધની જાડાઈ ટકી રહે અને સંબંધિત મીઠાઈ કે ઘી લાંબા સમય સુધી ખરાબ થાય નહીં.
રોગ
ભેળસેળયુક્ત દૂધમાં રહેલા રસાયણો કિડની, લિવર અને હૃદય પર લાંબા ગાળાની અસરો કરે છે. બાળકોમાં પાચન સમસ્યા, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને કેલ્શિયમની ઉણપ વધી રહી છે.
કૃત્રિમ દૂધ શરીર માટે ધીમી ગતિએ કાર્ય કરતું ઝેર છે.
હાડકાને શરીરમાંથી કુદરતી રીતે મળતો માવો બંધ થઈ જાય છે. પરિણામે હાડકા બરડ થવા લાગે છે.
નકલીની ઘરે તપાસ કરો
દૂધની શુદ્ધતાની તપાસ કરવા માટે તમે દૂધને એક બોટલમાં ભરી લો અને પછી હલાવો. આમ, દૂધમાં ફીણ લાંબા સમય સુધી બની રહે છે તો સમજી લો કે દૂધ મિલાવટી છે. આમ, ફીણ બન્યા પછી થોડીવારમાં ગાયબ થઇ જાય છે તો દૂધ શુદ્ધ છે.
લીંબુની મદદથી તમે દૂધની શુદ્ધતા જાણી શકો છો. આ માટે તમે દૂધ ગરમ કરો અને એમાં થોડા ટીપા લીંબુનો રસ નાખી. આમ, જો દૂધ તરત ફાટી જાય તો આ અસલી છે, પરંતુ દૂધ ફાટવામાં સમય લાગે છે તો આ નકલી હોઇ શકે છે. આ પરથી તમે જાણી શકો છો કે દૂધમાં સિન્થેટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
5 મિલી પાણીમાં 2-3 મિલી દૂધ ઉકાળો. ઠંડુ થયા બાદ આયોડિન ટિંકચર 2-3 ટીપાં નાખી. જો દૂધમાં વાદળી રંગ બને છે તો તેનો અર્થ એ છે કે તેમાં સ્ટાર્ચ છે.
રાજસ્થાનથી ગુજરાત આવતાં નકલી દૂધમાં ખોરાક વિભાગનો ભ્રષ્ટાચાર
ઘી ખાવાનું બંધ કરો કાં ગાય વસાવો, નહીંતર કેન્સર માટે તૈયાર રહો
ભેજાબાજ ભેળસેળિયાની કમાલની કરામત, માવામાં ટેક્લમ પાવડરની મિલાવટ
પશુઓને મિનરલ અને વિટામીન આપવાથી દૂધમાં 10 ટકાનો વધારો, પશુચારાના 12 અહેવાલ વાંચો
ગુજરાતી
English





