Rs 200 crore loss to Gujarat farmers in spice crop garlic
मसाला फसल लहसुन में गुजरात के किसानों को 200 करोड़ रुपये का नुकसान
(દિલીપ પટેલ)
17 ફેબ્રુઆરી 2022
હોટેલ અને રસોડામાં ભોજનને સ્વાદિષ્ઠ બનાવવા ખેડૂતો મસાલા પાક લસણ પેદા તો કરે છે. પણ તેના ભાવ ન મળતાં તેઓનું ભોજન સ્વાદીષ્ઠ રહ્યું નથી. લસણની ખેતી આ વર્ષે ખોટનો શોદો થઈ ગઈ છે. ચીનનું લસણ સસ્તું મળતું હોવાથી આખા વિશ્વમાં તેની માંગ છે. પણ ગુજરાતના ખેડૂતોની ઉત્પાદકતા દેશ કરતાં પણ નીચી હોવાથી હવે લસણ ખોટની ખેતી થઈ ગઈ છે.
લસણ મસાલા પાક છે. આ વર્ષે લસણનો ખેડૂતનો ભાવ 3 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. બે વર્ષ પહેલા બજારમાં તે 200 રૂપિયા કિલો સુધી વેચાયું હતું. ગુજરાતમાં લસણનું વાવેતર સતત ઘટી રહ્યું છે. 16.20 હજાર હેક્ટર વાવેતરમાં 1.25 લાખ ટન ઉત્પાદન થવાની ધારણા છે. હાલ રોજ સરેરાશ 20 કિલોની 10 હજાર બોરી આખા ગુજરાતમાં લસણ ખેડૂતો વેચી રહ્યાં છે. 2 લાખ કિલો રોજના વેચાણમાં મોટી ખોટ જઈ રહી છે.
સરેરાશ 10 રૂપિયા ખેડૂતોને મળ્યા છે. ખરેખર કિલોના 25 ખેડૂતોને મળે તો જ તેને નફો થઈ શકે છે. આમ ખેડૂતોને એક કિલોએ 15ની ફોટ ગઈ છે. જે કુલ 125 કરોડનું વેચાણ ખેડૂતોએ કર્યું હોવાનું માનવામાં આવે છે. આમ ખરેખર તો ખેડૂતોને 187.50 કરોડથી 200 કરોડના ભાવ ફેરની ખોટ ગઈ છે.
ગુજરાતમાં 20 કિલોના 100થી 500 સુધી ભાવ ખેડૂતોને મળે છે. સરેરાશ 300 રૂપિયા 20 કિલોના અને એક કિલોના 15 રૂપિયા ભાવ થયો. હાલ નીચો ભાવ 5 રૂપિયા અને ઉંચો ભાવ 25 રૂપિયે કિલોના છે.
31 હજાર કરોડનો ખેતીનો વેપાર
224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, 211 મુખ્યયાર્ડ, 193 સબયાર્ડ એમ કુલ 404 માકેટ્યાર્ડ છે. વર્ષ 2019-20માં જણસીઓની કુલ આવક 1339 લાખ કિવન્ટલ તથા કુલ આવક રૂ. 31562.21 કરોડ હતી. માર્કેટ સેસની આવક રૂ.267 કરોડ હતી. જેમાં લસણ 125 કરોડની ખેડૂતો પાસેથી ખરીદી થઈ હોવાનો અંદાજ છે. લસણમાં ખેડૂતોને 187થી 200 કરોડની ખોટ ગઈ છે.
2020-21 માટે ત્રીજા આગોતરા અંદાજ મુજબ, દેશભરમાં 390.6 હજાર હેક્ટરમાં લસણની ખેતી કરવામાં આવી છે. ઉત્પાદન 3184.8 હજાર મેટ્રિક ટન હોવાનો અંદાજ છે.
2019-20માં 352.5 હજાર હેક્ટરમાં 31.85 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું.
2017-18માં લસણ 317 હજાર હેક્ટરમાં 16.11 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, આસામ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ દેશના મુખ્ય લસણ ઉત્પાદક રાજ્યોમાં સામેલ છે.
મધ્યપ્રદેશમાં વર્ષ 2020-21માં 1.90 લાખ હેક્ટરમાં 19.57 લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ છે. વર્ષ 2019-20માં પાક વિસ્તાર 1837 હજાર હેક્ટર હતો અને ઉત્પાદન 1869.4 હજાર મેટ્રિક ટન હતું.
આ વર્ષે ભાવ ખૂબ જ ઓછો હતો. બજારમાં ખેડૂતો પાસેથી રૂ. 500 થી રૂ. 900 પ્રતિ ક્વિન્ટલ હતું. સરેરાશ ભાવ 700 હતા. જ્યારે લસણની સરેરાશ પડતર કિંમત રૂ. 2500-3000 થાય છે.
માલવા પટ્ટા, પ્રતાપગઢ, કોટા અને અલવરમાં લસણ ડુંગળીની મોટા પાયે ખેતી થાય છે.
સરકાર MSP-FRP આપે છે કે સબસિડી આપવામાં આવે છે. ખેડૂતને 4 હેક્ટર સુધીની ખેતી કરવા માટે મહત્તમ રૂ. 30000 અથવા વધુમાં વધુ રૂ. 12000 પ્રતિ હેક્ટર 40 ટકા ખર્ચના ધોરણ મુજબ સહાયનો સમાવેશ થાય છે. 5 રાજ્યોને 1584.02 લાખ આપવામાં આવ્યા હતા. તેમાંથી ઉત્તર પ્રદેશ (529.88)ને સૌથી વધુ ફંડ મળ્યું, બીજા નંબરે છત્તીસગઢ (423.36), ત્રીજા ક્રમે તમિલનાડુ (266.76), ચોથા ક્રમે હરિયાણા (162.82) અને પાંચમા ક્રમે કેરળ (54.89)ને મળ્યું. ગુજરાતના ખેડૂતોને કોઈ મદદ કરાઈ ન હતી. 2016-17માં જ મધ્યપ્રદેશ સરકાર દ્વારા 800 રૂપિયા ક્વિન્ટલ ભાવાંતર યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. તે દરમિયાન લસણની કિંમત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ હતી.
લસણના બીજા અહેવાલો વાંચો
ભાવ નીચે જતાં લસણ નાખી ખાલી ડેમ પુરી નવતર વિરોધ કાર્યક્રમ કર્યો
લસણનો પાવડર બનાવવાનો પ્લાન્ટ 10 વર્ષથી ન બન્યો ને લસણ 75 પૈસાનું કિલો થઈ ગયું
વૈજ્ઞાનિકો લસણના આવશ્યક તેલનો ઉપયોગ કરીને કોવિડવિરોધી દવા પર કામ કરશે
https://allgujaratnews.in/gj/mirchi-green-gujarat-jatpur/
https://allgujaratnews.in/gj/yoga-garlik-gujarat/